Asian Games 2023: ભારતીય મેન્સ હોકી ટીમની મજબૂત શરૂઆત, ઉઝબેકિસ્તાનને 16-0થી કચડ્યું

ભારત તરફથી આ મેચમાં ત્રણ ખેલાડીઓએ હેટ્રિક પૂરી કરી હતી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
Asian Games 2023: ભારતીય મેન્સ હોકી ટીમની મજબૂત શરૂઆત, ઉઝબેકિસ્તાનને 16-0થી કચડ્યું 1 - image
Image:Twitter

Asian Games 2023: ભારતીય મેન્સ હોકી ટીમે એશિયન ગેમ્સ 2023માં દમદાર શરૂઆત કરી હતી. ચીનના હાંગઝોઉં શહેરમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતે ઉઝબેકિસ્તાનની ટીમને ખરાબ રીતે હરાવ્યું હતું. પૂલ-Aની આ મેચમાં ભારતે 16-0થી જોરદાર જીત નોંધાવી હતી. આ જીતથી ભારતીય ટીમનું મનોબળ વધી ગયું છે.

ત્રણ ભારતીય ખેલાડીઓએ પૂરી કરી હેટ્રિક

ભારત તરફથી આ મેચમાં ત્રણ ખેલાડીઓએ હેટ્રિક પૂરી કરી હતી. ઉઝબેકિસ્તાન સામે 16-0થી શાનદાર જીતમાં વરુણ કુમાર, મનદીપ સિંહ અને લલિત કુમારે હેટ્રિક પોતાના નામે કરી હતી. લલિતે કુલ 4 ગોલ કર્યા હતા જયારે વરુણ અને મનદીપે 3-3 ગોલ કર્યા હતા. આ ઉપરાંત અભિષેકલ શમશેર સિંહ, અમિત રોહિદાસ, સુખજીત સિંહ અને સંજયે એક એક ગોલ કર્યો હતો.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News