ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમનો જાદુ જારી
ભારતીય પુરુષ હોકી ટીમે સતત બીજા ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતવાની સાથે સાતત્યભર્યો દેખાવ આગળ ધપાવ્યો હતો. ટોકિયો ઓલિમ્પિકમાં ઐતિહાસિક કાંસ્ય ચંદ્રક જીતનારી ભારતીય હોકી ટીમે હરમનપ્રીત સિંઘના નેતૃત્વ હેઠળ પેરિસમાં યોજાયેલા ઓલિમ્પિકમાં સેમિ ફાઈનલ સુધીની સફર ખડી હતી. જ્યાં જર્મની સામે એકમાત્ર ગોલના અંતરથી ટીમને હારનો સામનો કરવો પડયો હતો. જોકે ભારતે સ્પેન સામેની કાસ્યંચંદ્રક માટેની મેચમાં ૨-૧થી દિલધડક વિજય મેળવ્યો હતો. 'ધ વોલ ' તરીકે ઓળખાતા ભારતીય ગોલકિપર પી.આર. શ્રીજેશે સતત બીજા ઓલિમ્પિકમાં ચંદ્રક જીતવાની સાથે કારકિર્દી પર પૂર્ણવિરામ મુકયું હતુ. સાથી ખેલાડીઓએ તેને ખભા પર ઊંચકીને ગૌરવભેર વિદાય આપી હતી.