Get The App

ભારતીય હોકી ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક સિંહે રચ્યો ઈતિહાસ, પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત

આ સન્માન બાદ હાર્દિક સિંહે કહ્યું હતું કે તેની મહેનત રંગ લાવી

હાર્દિક ઈજાને કારણે 2023 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો

Updated: May 9th, 2023


Google News
Google News
ભારતીય હોકી ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક સિંહે રચ્યો ઈતિહાસ, પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત 1 - image
Image : Twitter

ભારતીય હોકી ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક સિંહે ઈતિહાસ રચ્યો છે. હાર્દિકને હોકી પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ સન્માન બાદ હાર્દિક સિંહે કહ્યું હતું કે તેની મહેનત રંગ લાવી છે. 

હાર્દિકે મહેનતને આધારે  ટીમમા જગ્યા બનાવી

ખરાબ ફોર્મ અને બેદરકારીના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયેલા હાર્દિકે પોતાની મહેનતને આધારે શાનદાર ટીમમા જગ્યા બનાવી હતી અને ટીમનો વાઈસ કેપ્ટન બન્યો હતો. હાર્દિકના શાનદાર ફોર્મને કારણે માર્ચમાં હોકી ઈન્ડિયા વાર્ષિક પુરસ્કારોમાં બલબીર સિંહ સિનિયર પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો.

હાર્દિકે કહ્યું હું ખુશ છુ

હાર્દિકે કહ્યું હતું કે આ સમયે હું ખુશ છું કે પ્રદર્શનમાં દિવસેને દિવસે સુધારો થઈ રહ્યો છે અને હું દરેક સત્રમાં વધુ સારું કરી રહ્યો છું. હું 2017, 18માં મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી ગયો હતો જેના કારણે ખરાબ રમતને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો. ટીમમા ફરી રીટર્ન થવા માટે મારે મારી જાતને ફરીથી સેટ કરવી પડી હતી. 

હાર્દિક ઈજાને કારણે વર્લ્ડ કપથી બહાર થયો હતો

હાર્દિક ઈજાને કારણે 2023 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. તેણે કહ્યું હતું કે વિશ્વ કપ મારા માટે પોતાને સાબિત કરવાની મોટી તક હતી. હું પણ સારું રમી રહ્યો હતો પરંતુ પછી ઈજાગ્રસ્ત થયો હતો. હું આઘાતમાં હતો કારણ કે હું ટૂર્નામેન્ટ માટે સખત મહેનત કરી રહ્યો હતો. ઓલિમ્પિક બાદ મારું ધ્યાન માત્ર વર્લ્ડ કપ પર હતું. મેં બહારથી ટીમને ઉત્સાહિત કરી હતી અને સકારાત્મક રહેવાનો પ્રયાસ કર્યો હતો.

Tags :