ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ કરી સંન્યાસની જાહેરાત, આ દેશ સામે રમશે છેલ્લી મેચ
Image: Facebook
Sunil Chhetri Retirement: ભારતીય સ્ટાર ફુટબોલર સુનીલ છેત્રીએ ગુરુવારે 16 મે એ આંતરરાષ્ટ્રીય ફુટબોલથી સંન્યાસ લેવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી છે. આ જાહેરાત તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કરી. તેણે જણાવ્યું કે તે 6 જૂને કુવૈત સામે થનારા ફીફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ બાદ ફુટબોલની ફીલ્ડને અલવિદા કહી દેશે. 39 વર્ષીય આ ભારતીય ફુટબોલરે 12 જૂન 2005એ પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું અને આ મેચમાં ભારત માટે પોતાનો ગોલ પણ દાગ્યો હતો. સુનીલ છેત્રીએ 20 વર્ષના કરિયરમાં ભારત માટે 145 મેચ રમી છે જેમાં તેમણે 93 ગોલ કર્યાં છે.
સુનીલ છેત્રી ભારતના ઓલ ટાઈમ હાઈ સ્કોરર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી તરીકે ઈન્ટરનેશનલ ફુટબોલને અલવિદા કહેશે. તે એક્ટિવ ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે લીજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી બાદ ત્રીજા સ્થાને છે.
છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરતા પોતાના ડેબ્યૂથી લઈને સમગ્ર કરિયરને યાદ કર્યું. તે આ દરમિયાન ખૂબ ઈમોશનલ પણ જોવા મળ્યો. 9 મિનિટનો આ વીડિયો ભારતીય કેપ્ટને એ લખીને પોસ્ટ કર્યો કે હું તમને કંઈક કહેવા માગુ છુ....
ભારતીય કેપ્ટને પોતાના કરિયરમાં કુલ 6 વખત એઆઈએફએફ પ્લેયર ઓફ ધ યર પુરસ્કાર જીત્યો. આ સિવાય 2011માં અર્જુન પુરસ્કાર અને 2019માં પદ્મ શ્રી પુરસ્કારથી તેને સન્માનિત કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય મંચ પર, છેત્રી એએફસીમાં ખિતાબ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. 2008માં ચેલેન્જ કપ, 2011 અને 2015માં SAFF ચેમ્પિયનશિપ, 2007, 2009 અને 2012માં નેહરુ કપ, સાથે જ 2017 અને 2018માં ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ.
I'd like to say something... pic.twitter.com/xwXbDi95WV
— Sunil Chhetri (@chetrisunil11) May 16, 2024