ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરની ક્રિકેટને અલવિદા, 150 કિ.મી.ની ઝડપે પણ કરી હતી બોલિંગ
Fast bowler Varun Aaron announced retirement : ઝડપી બોલર વરુણ એરોને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર જાણકારી આપી નિવૃત્તિની પુષ્ટિ કરી છે. વરુણ એરોન તેની વધુ ઝડપી બોલિંગ માટે ખૂબ પ્રખ્યાત બન્યો હતો. જો કે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ચમક જાળવી શક્યો ન હતો અને ભારત માટે ફક્ત 18 મેચ રમી શક્યો હતો. વર્ષ 2010-11માં વિજય હજારે ટ્રોફી દરમિયાન વરુણ હેડલાઇન્સમાં આવ્યો હતો. જેમાં તેણે 153 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરી હતી.
શું કહ્યું વરુણે?
વરુણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, 'છેલ્લા 20 વર્ષથી મેં ઝડપી બોલિંગનો રોમાંચ જીવ્યો છે. કૃતજ્ઞતા સાથે આજે હું સત્તાવાર રીતે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. આ સફર મારા માટે ભગવાન, મારા પરિવાર, મિત્રો, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને ચાહકો વિના શક્ય ન હતી. મારી કારકિર્દી દરમિયાન મને ઘણી ગંભીર ઇજાઓમાંથી પસાર થઈને બહાર આવું પડ્યું હતું અને આ ફક્ત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના ફિઝિયો, ટ્રેનર્સ અને કોચના અથાક સમર્પણને કારણે શક્ય બન્યું હતું.'
આ પણ વાંચો : ઈંગ્લેન્ડ સીરિઝમાં નહીં દેખાય KL રાહુલ, માંગ્યો વિરામ: જાણો કોને મળી શકે છે મોકો
વરુણ એરોનની ક્રિકેટ કારકિર્દી
ઈજા થવાને કારણે વરુણની કારકિર્દી લાંબી ચાલી શકી ન હતી. તેણે ભારત માટે વર્ષ 2011માં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. વરુણે ભારત માટે 18 મેચોમાં 29 વિકેટ ઝડપી હતી. જો કે આ દરમિયાન વરુણ ઝારખંડ તરફથી ઘરેલું ક્રિકેટ રમી રહ્યો હતો. આ સિવાય IPLમાં વરૂણે 52 મેચોમાં 33.66 ની સરેરાશથી 44 વિકેટ લીધી હતી. જો કે તેને T20 મેચમાં રમવાની તક મળી ન હતી.