Get The App

'કિંમત ચૂકવવી પડશે...', પહલગામ આતંકી હુમલા અંગે દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સ થયા ભાવુક

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
Indian Cricketer Raction on Pahalgam Terror Attack


Indian Cricketer Raction on Pahalgam Terror Attack: પહલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. દરેક વ્યક્તિ આતંકવાદીઓ સામે કડક અભિયાન ચલાવવાની માંગ કરી રહી છે. એવામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપ નેતા ગૌતમ ગંભીરે પણ આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'ભારત હુમલો કરશે અને આતંકવાદીઓના આ કાયર કૃત્યનો જવાબ આપશે.'

ગૌતમ ગંભીર થયા ભાવુક 

ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'હું મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યો છું. જે લોકો આ માટે સંપૂર્ણપણે જવાબદાર છે તેમણે તેની કિંમત ચૂકવવી પડશે. ભારત હુમલો કરશે.'

શુભમન ગિલે પણ ઘટના પર નારાજગી વ્યક્ત કરી

ગંભીર ઉપરાંત શુભમન ગિલે પણ આ ઘટના અંગે નિવેદન આપ્યું છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ગિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, 'પહલગામમાં થયેલા હુમલા વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. મારી પ્રાર્થનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આપણા દેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી.'

વિરેન્દ્ર સેહવાગે પણ દુઃખ વ્યક્ત કર્યું 

ભારતના ભૂતપૂર્વ બેટર વિરેન્દ્ર સેહવાગે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લખ્યું, 'પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિંદનીય આતંકવાદી હુમલા વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મારી સંવેદનાઓ તે લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઘાયલો માટે પ્રાર્થના.'

આ પણ વાંચો: LSG vs DC : એડમ માર્કરામની ઓલરાઉન્ડર મહેનત એડે ગઈ, દિલ્હીએ લખનૌને હરાવ્યું, રાહુલ-પોરલ-મુકેશ કુમાર છવાયા

આશા અને માનવતા સાથે એકબીજાનો સાથ આપીએ: યુવી 

ભારતના દિગ્ગજ બેટર યુવરાજ સિંહે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. યુવીએ લખ્યું, 'પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાથી ખૂબ દુઃખ થયું. ભગવાન પીડિતો અને તેમના પરિવારોને શક્તિ આપે તેવી પ્રાર્થના. આપણે આશા અને માનવતા સાથે એકબીજા માટે ઉભા રહીએ.'

પાર્થિવ પટેલે ઘટના પર નારાજગી વ્યક્ત કરી

પાર્થિવ પટેલે પણ પહલગામમાં થયેલા હુમલાની નિંદા કરી છે. પાર્થિવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, 'કાશ્મીરમાં જે બન્યું તે સાંભળીને મને આઘાત અને ગુસ્સો આવ્યો. જોકે મને ખાતરી છે કે જવાબદારોને સજા થશે, પરંતુ હાલમાં આ ભયાનક કૃત્ય અને તે જે રીતે બન્યું તેના પર અવિશ્વાસની સ્થિતિ છે. પહલગામમાં જીવ ગુમાવનારાઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના.'

'કિંમત ચૂકવવી પડશે...', પહલગામ આતંકી હુમલા અંગે દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સ થયા ભાવુક 2 - image

Tags :