IND vs BAN: બુમરાહ, કુલદીપ અને પંડ્યાને પછાડી આ 24 વર્ષના ખેલાડીએ રચ્યો ઈતિહાસ
Ravi Bishnoi : ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્પિનર રવિ બિશ્નોઈને બાંગ્લાદેશ સામેની ત્રીજી T20 મેચમાં પ્લેઈંગ 11માં તક આપવામાં આવી હતી. અર્શદીપ સિંહની જગ્યાએ રવિ બિશ્નોઈને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. બિશ્નોઈએ પણ શાનદાર પ્રદર્શન કરતા 4 ઓવરમાં 30 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
5⃣0⃣ wickets and counting in T20Is for Ravi Bishnoi! 👏👏Bangladesh 116/4 in the 13th over of the chase— BCCI (@BCCI) October 12, 2024
આ સાથે જ બિશ્નોઈએ પોતાની T20I કારકિર્દીમાં 50 વિકેટ પૂરી કરી લીધી હતી. તેણે મેળવેલી આ સિદ્ધિ સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. બિશ્નોઈ હવે T20Iમાં 50 વિકેટ લેનાર ભારતનો સૌથી યુવા બોલર બની ગયો છે. તેણે આ સિદ્ધિ 24 વર્ષ અને 37 દિવસની ઉંમરમાં હાંસલ કરી છે.
આ પણ વાંચો : સંજુ સેમસને એ કરી બતાવ્યું જે ધોની-પંત પણ ના કરી શક્યા, બન્યો પ્રથમ ભારતીય વિકેટકીપર
આ સાથે જ રવિ બિશ્નોઈએ અર્શદીપ સિંહનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અર્શદીપે આ કારનામું 24 વર્ષ અને 196 દિવસની ઉંમરમાં T20Iમાં 50 વિકેટ પૂરી કરીને કર્યું હતું. આ પછી જસપ્રિત બુમરાહનું નામ છે. બુમરાહે 25 વર્ષ અને 80 દિવસની ઉંમરમાં 50 T20I વિકેટ પૂરી કરી હતી. હાર્દિક પંડ્યાએ 28 વર્ષ અને 295 દિવસમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.