Get The App

ન્યૂઝીલેન્ડ સીરિઝ ખતમ થતાં જ ભારતના આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે

Updated: Nov 4th, 2024


Google NewsGoogle News
ન્યૂઝીલેન્ડ સીરિઝ ખતમ થતાં જ ભારતના આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે 1 - image

Wriddhiman Saha Announced Retirement  : ભારતીય વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહાએ જાહેરાત કરી છે કે તે હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની સિઝન બાદ પોતે નિવૃત્તિ લઇ લેશે. બંગાળ તરફથી રમતા સાહાએ કહ્યું હતું કે, હું પોતાની રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કર્યા બાદ નિવૃત્તિ લઈ લઈશ. 40 વર્ષના સાહાએ વર્ષ 2010માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તે  2021થી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર ચાલી રહ્યો છે. રિદ્ધિમાન સાહા આગામી IPL 2025માં પણ ભાગ લેશે નહીં. એક અહેવાલ અનુસાર તેણે મેગા ઓક્શન માટે પોતાનું નામ આપ્યું નથી.

આ મારી છેલ્લી સિઝન હશે

બંગાળ માટે ઘરેલુ ક્રિકેટ રમી રહેલા રિદ્ધિમાન સાહાએ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું, 'ક્રિકેટની સુંદર સફર બાદ આ મારી સિઝન છેલ્લી હશે. મને બંગાળનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું છે, હું નિવૃત્ત થયા બાદ પહેલાં માત્ર રણજી ટ્રોફીમાં જ રમીશ. આ અદ્ભુત પ્રવાસનો ભાગ બનેલા દરેકનો આભાર. ચાલો આ સિઝનને યાદગાર બનાવીએ.'

રિદ્ધિમાન સાહાની કારકિર્દી

વર્ષ 2007થી રિદ્ધિમાન સાહા બંગાળ માટે રમી રહ્યો છે. તે 2022માં ત્રિપુરા જતો રહ્યો હતો. બે વર્ષ ત્રિપુરાનું પ્રતિનિધિત્વ કર્યા પછી તે 2024માં છેલ્લી વખત બંગાળ માટે રમવા માટે પાછો ફર્યો. તેણે હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી સિઝનના ત્રણમાંથી બે રાઉન્ડ રમ્યા છે. સાહા પહેલા રાઉન્ડમાં યુપી સામેની મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. અને ત્રીજા રાઉન્ડમાં કેરળ સામેની ટીમની એકમાત્ર ઇનિંગ્સમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી.

આ પણ વાંચો : દ્રવિડ-શાસ્ત્રી કરતાં વધુ પાવર છતાં એક બાદ એક સૂપડાં સાફ થતાં ગૌતમ ગંભીર સામે સવાલ, BCCI પણ નાખુશ!

IPL ફાઇનલમાં સદી ફટકારનાર પહેલો બેટર 

પોતાની કારકિર્દીમાં રિદ્ધિમાન સાહાએ ભારત માટે 40 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 1353 રન બનાવ્યા હતા. જેમાં 3 સદીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય 9 વનડે મેચમાં તેણે 41 રન આવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો તેણે લિસ્ટ Aમાં 138 મેચમાં 7013 રન અને 116 મેચમાં 3072 રન બનાવ્યા છે. તે 2011 અને 2022માં પણ IPL ર્મીં ચૂક્યો છે. સાહા IPL ફાઇનલમાં સદી ફટકારનાર પહેલો બેટર છે. તેણે 170 IPL મેચમાં 2934 રન બનાવ્યા છે.

ન્યૂઝીલેન્ડ સીરિઝ ખતમ થતાં જ ભારતના આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે 2 - image


Google NewsGoogle News