આ છે ભારતીય સંસ્કૃતિ: જીત બાદ પણ ચાહકોએ સાઉથ આફ્રિકન પ્લેયર્સનું આ રીતે કર્યું સન્માન

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
આ છે ભારતીય સંસ્કૃતિ: જીત બાદ પણ ચાહકોએ સાઉથ આફ્રિકન પ્લેયર્સનું આ રીતે કર્યું સન્માન 1 - image


T20 WC Final News: સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ (South Africa Cricket Team) ફરી એકવાર ICC ટૂર્નામેન્ટ જીતવામાં અસફળ થઇ છે. ટી 20 વર્લ્ડકપમાં સતત જબરદસ્ત પ્રદર્શન કરનારી સાઉથ આફ્રિકાની ટીમ ફાઇનલમાં ભારત સામે માત્ર 7 રનથી હારી હતી. મેચ બાદ સોશિયલ મીડિયા પર સાઉથ આફ્રિકાના પ્લેયર્સના ઘણા ઇમોશનલ ફોટોઝ અને વીડિયોઝ વાઇરલ થઇ રહ્યા છે. જેમાં કેટલાકની આંખોમાં આંસુ તો કેટલાકના મોઢા ઉતરી ગયેલા દેખાય છે. હવે, સાઉથ આફ્રિકાની ટીમ સાથે જોડાયેલો ભારતીય ફેન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થઇ રહ્યો છે. જેણે તમામ ક્રિકેટ ચાહકોનો દિલ જીતી લીધો છે.

સાઉથ આફ્રિકાના પ્લેયર્સને આશ્વાસન આપ્યો
વીડિયોમાં જોઇ શકાય છે કે, મેચ બાદ સાઉથ આફ્રિકાની ટીમ હોટલ જવા માટે બસમાં બેસવા જઇ રહી હોય છે. દરમિયાન ત્યાં હાજર ભારતીય ચાહકો તાળી બજાવી તેમને આવકારે છે અને 'વિ લવ યૂ ગાઇઝ' અને 'વેલ પ્લેડ' જેવા નારા લગાવી આશ્વાસન આપે છે.



મેચ બાદ વાઇરલ થયા ઇમોશનલ ફોટોઝ-વીડિયોઝ
હકિકતમાં, 29 જૂને રમાયેલી ટી 20 વર્લ્ડકપની ફાઇનલ મેચ બાદ સાઉથ આફ્રિકાની ટીમ સાથે જોડાયેલા કેટલાક એવા ફોટો પણ વાઇરલ થયા હતા જેને જોઇને ભારતીય ફેન્સને 2023નો ODI વર્લ્ડકપની ફાઇનલ મેચ યાદ આવી ગઇ હશે. આ ફોટોઝ અને વીડિયોઝ જોઇને લોકો ઘણા ઇમોશનલ થઇ ગયો હતા. એક વીડિયોમાં ડેવિડ મિલર (David Miller) તેની પત્નીને આલિંગન આપી રડતા દેખાયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થયો હતો. તેમજ તબરેઝ શમ્સી, કેશવ મહારાજ, હેનરિક ક્લાસેન અને કેપ્ટન એડન માર્રક્રમના પણ આવા જ ફોટોઝ વાઇરલ થયા હતા. જેને જોઇને તમામ ક્રિકેટ ચાહકો ઇમોશનલ થઇ ગયા હતા.


Google NewsGoogle News