રાષ્ટ્રગીત ગાતા-ગાતા ભાવુક બની ગયો રોહિત શર્મા, આંખ છલકી ઉઠી
નવી દિલ્હી,તા.23.ઓક્ટોબર.2022 રવિવાર
મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાનના ટી 20 વર્લ્ડકપના મહા મુકાબલા પહેલા જ એક લાખ કરતા વધારે ચાહકોથી સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયુ હતુ.
આજે બંને ટીમો મેચ રમવા માટે ઉતરી તે પહેલા પરંપરા પ્રમાણે ભારત અને પાકિસ્તાનનુ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યુ હતુ.
ભારતના રાષ્ટ્રગીત જ્યારે સ્ટેડિયમમાં ગૂંજ્યુ ત્યારે એક લાખ ભારતીય ચાહકો પણ સાથે સાથે રાષ્ટ્રગીત ગાતા હોવાથી ભારતીય ખેલાડીઓને પણ જાણે સપોર્ટ મળ્યો હતો.
આટલો દેશદાઝભર્યો માહોલ જોઈને કેપ્ટન રોહિત શર્મા પણ ભાવનામાં વહી ગયો હતો.રોહિત આંખો બંધ કરીને રાષ્ટ્રગીત ગાતો હતો અને જ્યારે જન,ગન મણ...પૂરુ થયુ ત્યારે રોહિત રીતસરનો ભાવુક થઈ ગયો હતો અને તેનો ચહેરો કેમેરા પર આબાદ કેચ થયો હતો.
સોશિયલ મીડિયા પર પણ આ વિડિયો તરત જ શેર થવા માંડ્યો હતો.ઉલ્લેખનીય છે કે, આજની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે.