VIDEO: મેદાનમાં બરાબરનો ગુસ્સે થયો રોહિત, આ ખેલાડીને સામાન્ય ભૂલ પર ખખડાવ્યો
India vs Australia 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડની સદીની મદદથી 445 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય ટીમ જવાબમાં ચાર વિકેટના નુકસાને 51 રન બનાવી લીધા છે. ભારતીય ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 394 રનથી પાછળ છે.આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા ફાસ્ટ બોલર આકાશ દીપ પર બૂમો પાડતો જોવા મળી રહ્યો છે.
રોહિત શર્મા ગુસ્સે થઈ ગયો
બોલર આકાશ દીપે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીને વાઈડ લાઈનની બહાર બોલ ફેંક્યો હતો. વિકેટકીપર રિષભ પંત આ બોલને માંડ માંડ રોકી શક્યો હતો. જેને લઈને કેપ્ટન રોહિત શર્મા ગુસ્સે થયા હતા અને આકાશ દીપેને ખખડાવ્યા હતા. નોંધનીય છે કે, આગઉ પણ રોહિત શર્મા યુવા ખેલાડીઓને તેમની ભૂલો માટે અનોખી રીતે ઠપકો આપતા જોવા મળી ચુક્યા છે.
આ પણ વાંચો: ગૌતમ ગંભીરની સ્પેશિયલ ટીમ પર ભડક્યો માંજરેકર, કહ્યું- BCCIએ તપાસ કરવી પડશે
ઓસ્ટ્રેલિયાની ટીમે મોટો સ્કોર બનાવ્યો
ત્રીજા દિવસે વરસાદ મેચમાં વિઘ્ન બન્યો હતો. જો ચોથા અને પાંચમા દિવસે પણ આ જ સ્થિતિ રહી તો આ ટેસ્ટ મેચ ડ્રો થઈ શકે છે. અગાઉ ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીએ સારી બેટિંગ કરી હતી. આ ખેલાડીઓના કારણે જ ટીમ 445 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી. ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પહેલી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો.