16 વર્ષની ઉંમરે માતા-પિતા ગુમાવ્યા, હવે એશિયા કપમાં ફટકારી સેન્ચુરી: જાણો કોણ છે આ ભારતીય ખેલાડી
Under-19 Asia Cup, captain mohammad amaan : ભારતીય કેપ્ટન મોહમ્મદ અમાને અંડર-19 એશિયા કપમાં તોફાની ઇનિંગ રમી હતી. આ ટુર્નામેન્ટમાં જાપાન સામેની મેચમાં કેપ્ટન અમાને 118 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. જેમાં તેણે 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની મોટી ઇનિંગ્સના આધારે ભારતે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે 339 રન બનાવ્યા હતા. અમાને તેની સદી 106 બોલમાં પૂરી કરી હતી. આ સદી બાદ તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.
કપરા સમયે કરી શાનદાર બેટિંગઅમાનને આ મેચનો હીરો માનવામાં આવી રહ્યો છે. તેણે એ સમયે સદી ફટકારી જયારે મેચ જીતવાની કોઈ પણ આશા બચી ન હતી. મેચમાં એક સમયે અમાન પણ હિંમત હારી ગયો હોઈ તેવું લાગી રહ્યું હતું. પરંતુ તેણે હાર ન માની અને મેદાન પર મજબૂતાઈ સાથે બેટિંગ કરી હતી.
નાની ઉંમરે જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
હકીકતમાં 16 વર્ષની નાની ઉંમરે અમાનના માતા-પિતાનું અવસાન થઇ ગયું હતું. ત્યારબાદ તેના પર ત્રણ નાના ભાઈ બહેનની જવાબદારી આવી ગઈ હતી. તેથી મજબૂરીમાં તે ક્રિકેટ છોડીને નોકરી કરવા માંગતો હતો. જેથી કરીને તે પોતાના બે ભાઈ અને એક બહેનનું પાલનપોષણ કરી શકે. સહરાનપુરનો રહેવાસી 18 વર્ષીય અમને વર્ષ 2020માં કોવિડ મહામારી દરમિયાન માતાને ગુમાવી દીધા હતા. ત્યાર પછી પિતા મેહતાબ પણ લાંબી બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા.
અનેક સંઘર્ષો સામે લડી કર્યું સપનું સાકાર
માતા-પિતાના મૃત્યુ પછી તેના પર પરિવારને સંભાવળવાની જવાબદારી આવી ગઈ હતી. ત્યારે તેના પાસે માત્ર બે વિકલ્પો હતા. એક તો તે ક્રિકેટ રમવાનું ચાલુ રાખે અને બીજું તે પોતાના સપનાને ભૂલી જઈને નોકરી કરવાનું ચાલુ કરી દે. તે પોતાના ક્રિકેટ કોચને કપડાની દુકાન પર નોકરી કરવાનું પણ કહેતો હતો. પરંતુ આ પછી BCCI વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા અને સહારનપુર ક્રિકેટ એસોસિએશને પણ તેની મદદ કરી હતી. જેના કારણે જવે પોતાનું ક્રિકેટ રમવાનું સપનું સાકાર કરી શક્યો છે. અને ક્રિકેટ દ્વારા તે પોતાના ભાઈ-બહેનનું પાલનપોષણ પણ સારી રીતે કરી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં પહેલી વખત અંડર-19 ટીમનો કેપ્ટન
અહીં તમને જણાવી દઈએ કે અમાનને આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે પહેલી વખત ભારતની અંડર-19 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે UP T20 લીગમાં નોઈડા કિંગ્સ તરફથી રમે છે.