Get The App

IND vs AUS: પર્થમાં ભારતીય ફાસ્ટ બોલર્સનો તરખાટ, પ્રથમ દિવસના અંતે કંગારુઓના 7 વિકેટે 67 રન

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
IND vs AUS: પર્થમાં ભારતીય ફાસ્ટ બોલર્સનો તરખાટ, પ્રથમ દિવસના અંતે કંગારુઓના 7 વિકેટે 67 રન 1 - image

IND Vs AUS, 1st Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ આજથી પર્થમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ નિરાશાજનક રહી હતી. અને ટીમ 150 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. પર્થ ટેસ્ટ મેચમાં પહેલા દિવસની રમત સમાપ્ત થઈ ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી ઇનિંગમાં 7 વિકેટે 67 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ 83 રનથી પાછળ છે.

ભારતીય બોલરો સામે કાંગારુ ટીમ ધરાશાયી

પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમના બેટરો ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા. અને 50 રનનો સ્કોર પહોંચ્યો ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમ છ વિકેટ ગુમાવી ચૂકી હતી. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની જોડી સામે કાંગારૂ બેટરો ધરાશાયી થઇ ગયા હતા. બુમરાહે 4 વિકેટ જ્યારે સિરાજે પણ 2 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. આ સિવાય હર્ષિત રાણાએ એક વિકેટ ઝડપી હતી.

ભારત પાસે હેટ્રિકની તક

ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે જ હરાવ્યું હતું. આ વખતે ભારત પાસે હેટ્રિકની તક છે. આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જયારે નાથન મેકસ્વીનીએ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું.  

IND vs AUS: પર્થમાં ભારતીય ફાસ્ટ બોલર્સનો તરખાટ, પ્રથમ દિવસના અંતે કંગારુઓના 7 વિકેટે 67 રન 2 - image


Google NewsGoogle News