Get The App

36 વર્ષે પણ કાયમ છે ભારતીય બોલરનો મહારેકોર્ડ, ડેબ્યૂ ટેસ્ટમાં 16 વિકેટો ઝડપી તરખાટ મચાવ્યો હતો

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
36 વર્ષે પણ કાયમ છે ભારતીય બોલરનો મહારેકોર્ડ, ડેબ્યૂ ટેસ્ટમાં 16 વિકેટો ઝડપી તરખાટ મચાવ્યો હતો 1 - image

Narendra Hirwani : હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં વ્યસ્ત છે. તો બીજી તરફ પાકિસ્તાનની ટીમ પણ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની યજમાની કરી રહી છે. ટેસ્ટ ક્રિકેટનું પોતાનું આગવું એક મહત્ત્વ છે. અને તેમાં ભાગ લેવો એ દરેક ક્રિકેટરનું સપનું હોય છે. જો કોઈ ક્રિકેટર પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં સદી ફટકારે અથવા તો શાનદાર બોલિંગ કરે છે. તો તે ચાહકોના દિલમાં જગ્યા બનાવી લે છે.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ લેગ-સ્પિનર ​​નરેન્દ્ર હિરવાણીના ટેસ્ટ ડેબ્યૂને કોણ ભૂલી શકે છે. જે આજે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જાન્યુઆરી 1988માં હિરવાણીએ ચેન્નાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કરીને તરખરાટ મચાવ્યો હતી. હિરવાણીએ પહેલી ઇનિંગમાં 61 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તેણે બીજી ઇનિંગમાં 75 રન આપીને 8 વિકેટ લીધી હતી.

પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં હિરવાણીએ 136 રન આપીને 16 વિકેટ લીધી હતી. પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં કોઈપણ બોલરની આ સર્વશ્રેષ્ઠ બોલિંગ હતી. તેનો આ રેકોર્ડ આજે પણ અકબંધ છે. જ્યારે હિરવાણીએ આ સિદ્ધિ હાંસલ કરી ત્યારે તેની ઉંમર માત્ર 19 વર્ષ અને 85 દિવસ હતી. હિરવાણીના શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમે તે મેચ 255 રનથી જીતી લીધી હતી. તે મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રવિ શાસ્ત્રી હતા.

ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાના મામલે ઓસ્ટ્રેલિયાનો બોબ મૈસી હિરવાણી પછી બીજા ક્રમે છે. મૈસીએ સન 1972માં લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 137 રન આપીને 16 વિકેટ લીધી હતી. જયારે આ યાદીમાં ઈંગ્લેન્ડના ફ્રેડરિક માર્ટિન ત્રીજા સ્થાને છે. માર્ટિને 1890માં ઓવલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સામે 102 રન આપીને 12 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :  ‘મારો નિર્ણય ખોટો પડ્યો, મોટી ભૂલ થઈ...’ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ધબડકા બાદ બોલ્યો રોહિત શર્મા

આ સિવાય પણ નરેન્દ્ર હિરવાણીના નામે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડ છે. સન 1990માં ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં હિરવાણીએ કોઈ પણ બ્રેક લીધા વિના 59 ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે 18 મેડન ઓવર નાખી હતી. અને 137 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ મેચમાં બ્રેક લીધા વિના કોઈપણ બોલરનો આ સૌથી લાંબો બોલિંગ સ્પેલ હતો. તેમનો આ રેકોર્ડ આજે પણ અકબંધ છે.

નરેન્દ્ર હિરવાણીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી 8 વર્ષ(1988-96) સુધી ચાલી હતી. જેમાં તેણે ભારત માટે 17 ટેસ્ટ અને 18 વનડે મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં હિરવાણીએ 30.10ની સરેરાશથી 66 વિકેટ લીધી હતી. જ્યારે વનડેમાં હિરવાણીએ 31.26ની સરેરાશથી 23 વિકેટ લીધી હતી. પરંતુ પોતાના ખરાબ પ્રદર્શનને લઈને હિરવાણીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબો સમય ચાલી શકી ન હતી. હિરવાણીનો પુત્ર મિહિર પણ એક લેગ સ્પિનર ​​છે. 30 વર્ષીય મિહિર હિરવાણીએ અત્યાર સુધીમાં 31 ફર્સ્ટ ક્લાસ 23 લિસ્ટ-A અને 24 T20 મેચ રમી છે.


Google NewsGoogle News