એશિયન ગેમ્સમાં ૨૮ ગોલ્ડ સાથે ભારતના રમતવીરોની મેડલ સદી, ઐતિહાસિક પ્રદર્શન

એશિયન ગેમ્સમાં અગાઉ ઇન્ડોનેશિયાના જર્કાતા ખાતે ૭૦ મેડલ મળ્યા હતા.

એથલેટસ અને નિશાનેબાજીના રમતવીરોએ રંગ રાખ્યો, પહેલવાનોએ કર્યા નિરાશ

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
એશિયન ગેમ્સમાં ૨૮ ગોલ્ડ સાથે ભારતના રમતવીરોની  મેડલ સદી, ઐતિહાસિક પ્રદર્શન 1 - image


નવી દિલ્હી,૭ ઓકટોબર,૨૦૨૩,શનિવાર 

ચીનમાં ચાલી રહેલા ૧૯માં એશિયન ગેમ્સ રમતોત્સવના 14 માં દિવસે ભારતે 28 ગોલ્ડ સાથે 107 મેડલ મેળવીને સદી પાર કરી છે. ભારતીય રમતોત્સવના ઇતિહાસમાં એક રેકોર્ડ છેશ્કોઇ પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આટલા મેડલ મળ્યા નથી. એક સમય હતો કે એશિયન રમતોત્સવમાં ચીનનો દબદબો રહેતો હતો. જો કે મેડલ તાલિકામાં આજે પણ ચીન ઘણું જ આગળ છે પરંતુ ભારતના રમતવીરોએ એક સારી શરુઆત કરી છે.

આ સાથે જ 2024 માં ફ્રાંસના પેરિસ ખાતે યોજાનારા ઓલિમ્પિક માટે નવી આશા જગાડી છે. ભારતના રમતવીરો જે જોમ અને જૂસ્સો પ્રદર્શિત કર્યો છે તે કાબિલેતારિફ છે. ભારતને એશિયન ગેમ્સમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41  બ્રોન્ઝ મેડલ મળ્યા છે. ભારતને સૌથી વધારે સારા પરિણામો એથલેટિકસમાં મળ્યા છે. નિશાનેબાજીમાં પણ રમતવીરોએ રંગ રાખ્યો છે.

એશિયન ગેમ્સમાં ૨૮ ગોલ્ડ સાથે ભારતના રમતવીરોની  મેડલ સદી, ઐતિહાસિક પ્રદર્શન 2 - image

ભારતીય એથલેટોએ અંતિમ ચરણમાં 12  મેડલ મેળવ્યા જેમાં 3 ગોલ્ડ, 4 રજત અને બે કાસ્યનો સમાવેશ થાય છે. ભારતે ગત સમયમાં ઇન્ડોનેશિયાના જર્કાતા ખાતે 70 મેડલ જીત્યા હતા જેમાં 16 ગોલ્ડ, 23 રજત અને 31  બ્રોન્ઝનો સમાવેશ થતો હતો.એશિયન ગેમ્સમાં ભારત ચીન,જાપાન અને દક્ષિણ કોરિયા પછી ચોથા સ્થાને રહયું છે. પાંચમા સ્થાને ઉઝબેકિસ્તાનને 20  ગોલ્ડ છે, હજુ સ્પર્ધા ચાલું છે તેમ છતાં મેડલોનું અંતર જોતા કોઇ ફેરફાર થવાની શકયતા નહિવત છે.

જો કે આ વખતે કુશ્તીમાં પહેલવાનોએ નિરાશ કર્યા છે, નહિતર મેડલ તાલિકામાં ભારતની સ્થિતિ વધારે મજબૂત બની શકી હોત તેમાં શંકાને સ્થાન નથી. પહેલવાનોમાં માત્ર એક રમતવીર જ ફાઇનલ સુધી પહોંચી શકયો હતો. ગોલ્ડ મળવાથી વંચિત રહી ગયો જેના પર આશા હતી તે જાણીતા પહેલવાન બજરંગ પુનિયા બ્રોન્ઝની સફર સુધી પણ પહોંચી શકયા નહી. 


Google NewsGoogle News