Get The App

ભારતીય ઓલરાઉન્ડર લલિત યાદવે કરી સગાઇ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
ભારતીય ઓલરાઉન્ડર લલિત યાદવે કરી સગાઇ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર 1 - image


Lalit Yadav Engagement: ભારતીય ટીમ તેના આગામી પ્રવાસ માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. આ સીરીઝ પહેલા ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થઈ ગયા હતા. ત્યારે બીજી તરફ અનકેપ્ડ ભારતીય ઓલરાઉન્ડર લલિત યાદવે શ્રીલંકા પ્રવાસ પહેલા સગાઈ કરી લીધી છે. 

સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી 

લલિત યાદવે પોતાની સગાઈની માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી. સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરતી વખતે લલિતે કેપ્શનમાં રિંગના ઈમોજી સાથે સગાઈના દિવસની તારીખ લખી છે. ફોટોમાં બંને એકબીજાને સગાઇની વીંટી પહેરાવતા અને કેક કટ કરતા જોઇ શકાય છે. લલિતની ભાવિ પત્નીનું નામ મુસ્કાન યાદવ છે.

ભારતીય ઓલરાઉન્ડર લલિત યાદવે કરી સગાઇ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શેર 2 - image

2020થી આઈપીએલનો ભાગ

લલિત યાદવે 2021માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું.  દિલ્હીએ સૌપ્રથમ 2020માં લલિતને 20 લાખ રૂપિયાની કિંમતે ખરીદ્યો હતો. આ પછી દિલ્હીએ 2022ની મેગા ઓક્શનમાં લલિતને 65 લાખ રૂપિયામાં પોતાનો હિસ્સો બનાવ્યો.

લલિત યાદવ IPLમાં અત્યાર સુધી 27 મેચ રમી ચૂક્યો છે. આ મેચોની 21 ઈનિંગ્સમાં તેણે 19.06ની એવરેજ અને 105.17ની સ્ટ્રાઈક રેટથી 305 રન બનાવ્યા છે, જેમાં તેનો હાઈ સ્કોર 48 રન છે. આ સિવાય 19 ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે લલિતે 42.5ની એવરેજથી 10 વિકેટ લીધી છે, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન 2/11 છે.

આ પણ વાંચો: શમીની ભાષા બહુ ખરાબ હતી, 300 દિવસ રડવાનો વારો આવશે : પૂર્વ પાકિસ્તાની ખેલાડી

ફર્સ્ટ ક્લાસમાં લલિત યાદવનો રેકોર્ડ 

લલિત અત્યાર સુધીમાં 19 ફર્સ્ટ ક્લાસ, 41 લિસ્ટ-એ અને 82 ટી20 મેચ રમી ચૂક્યો છે. ફર્સ્ટ ક્લાસમાં તેણે 951 રન બનાવ્યા છે અને 15 વિકેટ લીધી છે. આ સિવાય તેણે લિસ્ટ-Aમાં 927 રન બનાવ્યા છે અને 42 વિકેટ પોતાના નામે કરી છે. બાકીની T20માં તેણે 1077 રન બનાવ્યા છે અને 53 વિકેટ લીધી છે.


Google NewsGoogle News