ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ પણ WTCમાં પહોંચશે ભારત? જાણો આખુ સમીકરણ
Image Source: Twitter
India WTC Final Qualification Scenario: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024માં ભારતીય ક્રિકેટ ટીમ 'કરો યા મરો'ની સ્થિતિમાં છે. આ સિરીઝ નક્કી કરશે કે ટીમ ઈન્ડિયા આગામી વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે કે નહીં? સમીકરણો એવા બની રહ્યા છે કે, જો ભારત ઓસ્ટ્રેલિયાને સીરીઝમાં 4-1થી હરાવશે તો તે કોઈપણ મુશ્કેલી વિના ફાઈનલ મેચમાં એન્ટ્રી મારી લેશે, પરંતુ જો ટીમ ઈન્ડિયા આ સીરિઝ હારી જશે તો શું થશે? શું રોહિત એન્ડ કંપની સીરીઝ હાર્યા બાદ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી શકશે?
જો ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચોની સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને 4-1 અથવા 3-1થી હરાવી દેશે તો તે કોઈપણ મુશ્કેલી વિના ક્વોલિફાય થઈ જશે. જો ટીમ ઈન્ડિયાને 3-2થી જીત મળશે તો આશા રાખવી પડશે કે ઓસ્ટ્રેલિયા vs શ્રીલંકા સીરિઝની એક મેચ કોઈ પણ હાલમાં ડ્રો પર સમાપ્ત થાય. બીજી તરફ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-2ની બરાબર રહે તો ભારતીય ટીમ ફાઈનલમાં ત્યારે જ પહોંચી શકશે જ્યારે શ્રીલંકા આગામી ટેસ્ટ શ્રેણીમાં કાંગારૂ ટીમને 2-0થી હરાવે.
જો ભારત સીરિઝ હાર્યું તો શું?
એક ચોંકાવનારું સમીકરણ એ પણ છે કે, જો ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં 3-2થી હાર મળે તો પણ તે ફાઈનલ મેચમાં એન્ટ્રી મેળવી શકે છે. સીરિઝ 3-2થી હારવા પર રોહિત એન્ડ કંપની ત્યારે જ ફાઈનલ રમી શકશે જ્યારે પાકિસ્તાન આગામી ટેસ્ટ સીરિઝમાં દક્ષિણ આફ્રિકાને 2-0થી હરાવે અને ઓસ્ટ્રેલિયા-શ્રીલંકાની ઓછામાં ઓછી એક મેચ ડ્રો થાય.
આ પણ વાંચો: VIDEO: અલ્લુ અર્જુન જેલમાંથી ઘરે પહોંચતા સર્જાયા ભાવુક દ્રશ્યો, ગળે લગાવી રડી પડી પત્ની
WTC પોઈન્ટ ટેબલ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર નજર નાખીએ તો દક્ષિણ આફ્રિકા હજું ટોપ પર છે. જેની પોઈન્ટ ટકાવારી 63.33 છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે, જેની ટકાવારી હજું 60.71 છે. બીજી તરફ ત્રીજા સ્થાન પર રહેલા ભારતની પોઈન્ટ ટકાવારી 57.29 છે. આફ્રિકાના હાથે ટેસ્ટ સીરિઝમાં 2-0થી હાર બાદ ટેબલમાં ચોથા સ્થાને રહેલી શ્રીલંકાની ફાઈનલમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે.