Get The App

World Cup 2023 : ભારત સેમી-ફાઈનલ મૅચ જીત્યું અને ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ સામે આવી ગઈ, ફાઈનલમાં શું હશે વિકલ્પ?

ભારતે ન્યુઝીલેન્ડને સેમિફાઈનલમાં 70 રનથી હરાવ્યું હતું

મોહમ્મદ શમીએ ન્યુઝીલેન્ડ સામે 57 રન આપીને 7 વિકેટ ઝડપી હતી

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ભારત સેમી-ફાઈનલ મૅચ જીત્યું અને ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ સામે આવી ગઈ, ફાઈનલમાં શું હશે વિકલ્પ? 1 - image
Image : IANS

World Cup 2023 IND vs NZ : ભારતે ODI World Cup 2023ની સેમિફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે શાનદાર સદી ફટકારી હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા 29 બોલમાં 47 રન ફટકારી દીધા હતા. ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલે રોહિતનો સાથ આપતા ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપી હતી. ભારતીય ટીમના ટોપ-5 બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરતા ન્યુઝીલેન્ડને 398 રનનો લક્ષ્ય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે 398 રનનો લક્ષ્ય મુક્યો હતો. ભારત ભલે સેમિફાઈનલ જીતી ગયું પરંતુ ભારતીય ટીમ(Biggest Weakness Of Team India)ની એક નબળાઈ સૌની સામે આવી ગઈ હતી.

શમીએ આપવી હતી શરૂઆતમાં વિકેટ

ભારતે જયારે ન્યુઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ આપ્યો તો ભારતીય ટીમના બોલર્સની ફોર્મને જોતા સૌને લાગી રહ્યું હતું કે ભારત આ મેચ આસાનીથી જીતી જશે. ન્યુઝીલેન્ડ જયારે બેટિંગ કરવા ઉતાર્યું ત્યારે તેણે એક શાનદાર શરૂઆત કરી હતી. ભારતને પ્રથમ સફળતા મોહમ્મદ શમીએ 6 ઓવરમાં ડેવોન કોન્વેના રૂપમાં અપાવી હતી. તે પછી શમીએ રચિન રવિન્દ્રને પણ પવેલિયન ભેગો કર્યો હતો. તે બાદ કેપ્ટન કેન વિલિયમ્સન અને ડેરલ મિચેલે ઇનિંગને આગળ વધારી હતી. બંને બેટ્સમેનોએ ટક્યા બાદ મેદાનની દરેક દિશામાં શોટ્સ ફટકાર્યા હતા.

મિચેલ અને વિલિયમ્સન વચ્ચે 181 રનની ભાગીદારી 

કેપ્ટન કેન વિલિયમ્સન એક છેડાથી સ્ટ્રાઈક રોટેટ કરી રહ્યો હતો તો બીજા છેડેથી ડેરલ મિચેલે ભારતીય બોલર્સને પરેશાન કરીને રાખ્યા હતા. જયારે આ બંને બેટ્સમેનો બેટિંગ કરી રહ્યા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું જેમ મેદાનમાં દર્શકો જ નથી. મેદાન પર એકદમ ખામોશી હતી. બંને બેટ્સમેનોએ 181 રનની ભાગીદારી કરી હતી. રોહિતે ફરી એકવાર શમી પર ભરોસો કર્યો અને તેને ઓવર ફેંકવા બોલાવ્યો. શમીએ આવતાની સાથે જ વિલિયમ્સનને આઉટ કરી દીધો તે પછી તેણે ટોમ લાથમને પણ શૂન્યના સ્કોર પર પવેલિયન પાછો મોકલ્યો હતો. જે બાદ સ્ટેડિયમમાં રહેલા દર્શકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. તે પછી ફિલિપ્સ અને મિચેલને છોડી કોઈ ન્યુઝીલેન્ડનો બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો ન હતો.

ભારતીય ટીમની નબળાઈ આવી દુનિયાની સામે

ભારતે આ મેચ 70 રનથી જીતી હતી. પરંતુ અહિયાં ભારતીય ટીમની એક નબળાઈ પણ જોવા મળી હતી. ભારતીય ટીમ તેના છટ્ઠા બોલરની ખામી અનુભવી રહી હતી જેને હાર્દિક પંડ્યા પૂરી કરે છે. ભારતીય ટીમની આ ખામી હાર્દિક પંડ્યા અથવા રવિચંદ્રન અશ્વિન દુર કરી શકતો હતો. જો ભારતની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા સામે હોય અને બેટિંગ ટ્રેક આવો જ રહ્યો તો ભારતનો માથાનો દુખાવો વધી શકે છે અને છઠ્ઠા બોલરની ગેરહાજરી પણ ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જો કે ટીમ પાસે રોહિત અને વિરાટનો બોલિંગ વિકલ્પ પણ છે જેઓ ભૂતકાળમાં બોલિંગ કરી ચૂક્યા છે.

બાંગ્લાદેશ સામે ઈજાગ્રસ્ત થયો હતો પંડ્યા

ભારત ODI World Cup 2023માં તેના 5 પ્રમુખ બોલર્સ સાથે જ ઉતરી રહ્યું છે અને છટ્ઠા બોલરની અછત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભરી રહ્યો હતો. બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો અને તે ODI World Cup 2023માંથી બહાર થઇ ગયો હતો. જે પછી ટીમમાં બેટ્સમેન તરીકે સૂર્યકુમાર યાદવ અને બોલરના રૂપમાં મોહમ્મદ શમીની વાપસી થઇ હતી. મોહમ્મદ શમીએ ટીમમાં વાપસી બાદ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેથી ક્યારેય ટીમને હાર્દિકની અછત અનુભવી ન હતી. પરંતુ સેમિફાઈનલમાં ભારતીય ટીમને તેના છટ્ઠા બોલરની અછત મહેસુસ થઇ હતી. 

25 ઓવર સુધી ન મળી હતી વિકેટ

આ મેચમાં 7.4 ઓવરથી લઈને 32.2 ઓવર સુધી ભારતીય બોલર્સને કોઈ વિકેટ મળી ન હતી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ તમામ પ્રયોગો કર્યા હતા, પરંતુ સફળતા ત્યારે મળી જયારે શમી બોલિંગ કરવા આવ્યો હતો. આ પહેલા રોહિતે નેધરલેન્ડ્સ સામે સ્વીકાર્યું હતું કે તે તેના છટ્ઠા બોલિંગ વિકલ્પને ટેસ્ટ કરી રહ્યો હતો. નેધરલેન્ડ્સ સામે રોહિત શર્મા ઉપરાંત શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ બોલિંગ કરી હતી. 

World Cup 2023 : ભારત સેમી-ફાઈનલ મૅચ જીત્યું અને ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ સામે આવી ગઈ, ફાઈનલમાં શું હશે વિકલ્પ? 2 - image


Google NewsGoogle News