રાષ્ટ્રપતિ, PM મોદી, રાહુલ ગાંધી.. વર્લ્ડકપમાં શાનદાર જીત બદલ ટીમ ઈન્ડિયા પર શુભેચ્છાનો વરસાદ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
T20 World Cup 2024 india Won


T20 World Cup 2024 india Won: T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ શનિવારે રાત્રે દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કાશ્મીરથી કન્યાકુમારી સુધી લોકો રસ્તાઓ પર ઢોલ વગાડીને ઉજવણી કરી રહ્યા હતા. દેશવાસીઓના હાથમાં તિરંગો ધ્વજ હતો અને તેમના હોઠ પર 'ઈન્ડિયા-ઈન્ડિયા'ના નારા હતા. નેતાઓ, અભિનેતાઓથી લઈને સામાન્ય લોકો સુધી દરેક ટીમ ઈન્ડિયાને અલગ-અલગ રીતે સતત અભિનંદન આપી રહ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુભેચ્છાઓ પાઠવી 

ભારતીય ટીમને અભિનંદન આપતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 'X' પર લખ્યું કે, 'ટી-20 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મારા હાર્દિક અભિનંદન. ક્યારેય ન હાર માનવાની ભાવના સાથે ટીમ કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈ અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ કૌશલ્ય પ્રદર્શિત કર્યું. ફાઈનલ મેચમાં આ અસાધારણ જીત હતી. શાબાશ, ટીમ ઈન્ડિયા, અમને તમારા પર ગર્વ છે.


આ પણ વાંચો: VIDEO : રોહિત-હાર્દિક વચ્ચે નથી કોઈ ખટપટ, સૌની સામે હિટમેને આ રીતે લાગણી વ્યક્ત કરી


વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા 

ટીમ ઈન્ડિયાની આ જીત બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. એક વીડિયો પોસ્ટ કરતા પીએમ મોદીએ કહ્યું, "આ ભવ્ય જીત માટે તમામ દેશવાસીઓ વતી ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન. આજે 140 કરોડ ભારતીયો તમારા પ્રદર્શન પર ગર્વ અનુભવી રહ્યા છે. તમે રમતના મેદાન પર વર્લ્ડ કપ જીત્યો અને ભારતના શેરીઓ અને મહોલ્લાઓમાં તમે દેશવાસીઓના દિલ જીતી લીધા છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું

આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રોહિત બ્રિગેડને જીત માટે અભિનંદન આપતા 'X' પર લખ્યું કે, 'ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાં શાનદાર જીત અને સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન! સૂર્યાનો કેચ શાનદાર હતો. રોહિત આ જીત તમારા નેતૃત્વનો પુરાવો છે.  રાહુલ દ્રવિડ હું જાણું છું કે ટીમ ઈન્ડિયા તમારું માર્ગદર્શન મિસ કરશે. બ્લુમાં અદ્ભુત ખેલાડીઓએ આપણા દેશને ગૌરવ અપાવ્યું છે.'

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત પર 'કેપ્ટન કૂલ'નું આવ્યું રિએક્શન

ભારતીય ટીમને 2007માં T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન કૂલ (Captain Cool) તરીકે જાણીતા એમ.એસ. ધોની (MS Dhoni)એ રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. કેપ્ટન કૂલ ધોની જે સામાન્ય રીતે સોશિયલ મીડિયાથી દૂર રહે છે, તેણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા ભારતીય ટીમ (Team India)ને અભિનંદન આપ્યા. ભારતીય ટીમનો ફોટો શેર કરતા તેણે કેપ્શન લખ્યું હતું કે, 'મારા ધબકારા વધી ગયા હતા. શાંત રહેવા માટે, તમારામાં વિશ્વાસ રાખવા અને તમે જે ધાર્યું તે કરી બતાવવા બદલ શાબાશ. દેશભરમાંથી ભારતીયો અને વિશ્વભરના લોકો વતી વર્લ્ડ કપ ઘરે લાવવા બદલ તમારો આભાર. તમને શુભેચ્છાઓ. અરે, જન્મદિવસની કિંમતી ભેટ માટે આભાર.'

સંરક્ષણમંત્રીએ પણ આપી શુભેચ્છા 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'ભારતીય ક્રિકેટ ટીમની ખૂબ જ અવિશ્વસનીય જીત અને સિદ્ધિ છે. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ભારત T20 ક્રિકેટ વર્લ્ડકપ   જીતવાથી સમગ્ર દેશ ખુશ છે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન.'

રાષ્ટ્રપતિ, PM મોદી, રાહુલ ગાંધી.. વર્લ્ડકપમાં શાનદાર જીત બદલ ટીમ ઈન્ડિયા પર શુભેચ્છાનો વરસાદ 2 - image


Google NewsGoogle News