Get The App

IND vs ZIM: 10 વિકેટે ચોથી T20 મેચ અને સીરિઝ પણ જીત્યુ ભારત, જયસ્વાલને જરા રંજ રહી જશે

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
shubman gill yashasvi jaiswal


India vs Zimbabwe:  ઝિમ્બાબ્વેના હરારેમાં ચોથી ટી-20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ઝિમ્બાબ્વેએ બેટિંગમાં આવીને ભારતને 153નો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી કેપ્ટન શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે બંને છેડેથી ફટકાબાજી કરતાં ભરતને 10 વિકેટે જીત અપાવી હતી. આ સાથે 5 ટી-20ની શ્રેણીમાં પણ ભારતનો વિજય થયો છે.

આ મેચમાં ઓપનિંગ ભાગીદારીએ બીજા બેટર્સનો વારો જ નહોતો આવવા દીધો. હવે ટી-20 ક્રિકેટમાં ઓપનર તરીકે આ બંને ખેલાડીઓ લગભગ પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે એવું કહી શકાય. બીજી મેચમાં સદી ફટકારનાર અભિષેક શર્માને વન ડાઉન અજમાવવામાં આવે તેવી શક્યતા પણ છે. અગાઉ શુભમન ગિલ અને અભિષેક શર્મા શ્રેણીની પ્રથમ બે T20 મેચમાં ઓપનર તરીકે રમ્યા હતા. પરંતુ યશસ્વી જયસ્વાલની વાપસી સાથે અભિષેક શર્મા ત્રીજી T20માં ત્રીજા નંબરે ધકેલાઈ ગયો હતો. ત્રીજી મેચમાં ગિલ અને યશસ્વીએ પાવરપ્લેમાં ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. તો બીજી તરફ ઋતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં સ્થાન મજબૂત કરવા માટે હજુ રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે.

આ મેચમાં જયસ્વાલ સદી ફટકારે તેવા ટચમાં જણાઈ રહ્યો હતો પરંતુ કમનસીબે તે 7 રને સદી ચૂકી ગયો હતો. બીજી તરફ કેપ્ટન શુભમન ગિલે અર્ધી સદી પૂરી કરી હતી. બંને ઓપનરોએ ચોગ્ગા છગ્ગા મારી ઝિમ્બાબ્વેના બોલર્સની બરાબરની ધોલાઈ કરી હતી. યશસ્વીએ 53 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 93 રન ફટકાર્યા હતા જ્યારે શુભમન ગિલે 39 બોલમાં 2 ચોગ્ગા અને 6 ચોગ્ગા સાથે 58 રન ફટકાર્યા હતા.

Google NewsGoogle News