Get The App

મહિલા ક્રિકેટમાં પણ ભારતનો દબદબો! બાંગ્લાદેશને તેનાં જ ઘરમાં 5-0થી ટી20 સિરીઝમાં હરાવ્યું

Updated: May 9th, 2024


Google NewsGoogle News
મહિલા ક્રિકેટમાં પણ ભારતનો દબદબો! બાંગ્લાદેશને તેનાં જ ઘરમાં 5-0થી ટી20 સિરીઝમાં હરાવ્યું 1 - image


BAN W vs IND W: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ તો રેન્કિંગમાં ટોપ પર રહે જ છે, પરંતુ હવે મહિલા ક્રિકેટ ટીમ પણ ધીમે ધીમે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે. બાંગ્લાદેશમાં યોજાયેલ ટી-20 સિરીઝમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 5-0થી ક્લીન સ્વીપ કરીને બાંગ્લાદેશની ટીમને ધૂળ ચટાવી હતી. ભારતીય ટીમે 5મી ટી 20 મેચ 21 રને જીતી ગઈ હતી.

બાંગ્લાદેશની ટીમના સુપડા સાફ

બાંગ્લાદેશ સામેની પાંચમી T20 મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 135 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતે બાંગ્લાદેશને 21 રને હરાવીને પાંચ મેચની ટી20 સિરીઝ 5-0થી જીતી લીધી છે.

રાધા યાદવને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો 

રાધા યાદવે બાંગ્લાદેશ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાધા યાદવે પાંચમી ટી20 મેચમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી અને પાંચમી ટી20 મેચ બાદ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય તેમને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો.


Google NewsGoogle News