Get The App

એક દિવસમાં બે જીત : ભારતે બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું, હાર્દિક પંડ્યાની સિક્સરે અપાવી જીત

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
એક દિવસમાં બે જીત : ભારતે બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું, હાર્દિક પંડ્યાની સિક્સરે અપાવી જીત 1 - image


IND vs BAN : ભારતને એક જ દિવસમાં બે જીત મળી છે. મહિલા T20 વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદ હવે ભારતીય મેન્સ ટીમે બાંગ્લાદેશને T20 સિરીઝની પહેલી મેચમાં 7 વિકેટથી હરાવ્યું છે. ગ્વાલિયરમાં રમાયેલા આ મુકાબલામાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે છેલ્લે છગ્ગો લગાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. પંડ્યાએ 16 બોલનો સામનો કરતા અણનમ 39 રન બનાવ્યા. આ પહેલા સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન અને અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું. અર્શદીપે 3 વિકેટ ઝડપી. ભારતે આ જીતની સાથે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને જીત માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંડ્યા ભારત માટે નંબર 5 પર બેટિંગ કરવા આવ્યા. તેમણે વિસ્ફોટક બેટિંગ કરી. પંડ્યાને 16 બોલમાં અણનમ 39 રન બનાવ્યા. આ દરમિયાન 5 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. પંડ્યાની આ ઈનિંગે ફેન્સનું પણ દિલ જીતી લીધું.

મહિલા T20 વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું

ICC મહિલા T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ ગ્રુપ-Aની તેની બીજી મેચમાં પાકિસ્તાન સામે ભારતે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે 105નો સ્કોર કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. સામે ભારતીય ટીમે 19મી ઓવરના પાંચમા બોલ પર લક્ષ્યને હાંસલ કરી લીધું હતું.

લક્ષ્યનો પીછો કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. અને 18 રનના સ્કોર પર સ્મૃતિ મંધાનાએ 7 રન પર વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી શેફાલી વર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે ઇનિંગ્સને સંભાળી લીધી અને બીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી. ઓમાઈમા સોહેલે શેફાલીને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય બાદ જેમિમાહ પણ આઉટ થઈ ગઈ હતી. જેને પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ આઉટ કરી હતી.

ત્યારબાદ શેફાલી વર્માએ 35 બોલમાં 32 રન બનાવ્યા હતા. જેમિમાએ 28 બોલનો સામનો કરીને 23 રનનું યોગદાન આપ્યું હતું. વિકેટકીપર રિચા ઘોષ શૂન્ય પણ આઉટ થઇ ગઈ હતી. રિચાના આઉટ થવાના સમયે ભારતનો સ્કોર ચાર વિકેટે 83 રન હતો. અહીંથી કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ ભારતીય ટીમને જીતની નજીક પહોંચાડી હતી. હરમનપ્રીતે 24 બોલમાં સૌથી વધુ 29 રન બનાવ્યા હતા.


Google NewsGoogle News