BCCIએ 26 મેચોનું શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ભારતીય ટીમ કયા દેશ સામે કઈ તારીખે રમશે મેચ

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
Ind Vs Eng Test Series 2025


Ind Vs Eng Test Series 2025: ભારતીય ટીમ આવતા વર્ષે જૂન-ઑગસ્ટ, 2025 દરમિયાન ઈંગ્લેન્ડના પ્રવાસ પર રહેશે, જ્યાં યજમાન ટીમ સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે, ત્યારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સીરિઝને લઈને શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આજે (22 ઑગસ્ટ) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા શેડ્યૂલ જાહેરાત કરી છે.

આ પણ વાંચો : VIDEO: કેપ્ટન માટે રિસ્પેક્ટ તો જુઓ! રોહિતને આવતો જોઈ પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો ભારતીય ક્રિકેટર

હેડિંગ્લે ખાતે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાશે

જાહેર કરવામાં આવેલા શેડ્યૂલ પ્રમાણે, બંને દેશો વચ્ચે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 20 જૂન, 2025થી હેડિંગ્લે ખાતે રમવામાં આવશે. આ પછી, બીજી ટેસ્ટ મેચ 2જી જુલાઈથી બર્મિંગહામમાં રમાશે. જ્યારે 10 જુલાઈથી લોર્ડ્સના મેદાન પર સીરિઝની ત્રીજી મેચમાં બંને ટીમો આમને-સામને જોવા મળશે. ત્યારબાદ બાકીની બે ટેસ્ટ મેચમાં 23 જુલાઈએ માન્ચેસ્ટરમાં અને 31 જુલાઈએ ઓવલમાં રમાશે.

WTCની ત્રીજી સિઝનની ફાઈનલ જૂન 2025માં ક્રિકેટના મક્કા, લોર્ડ્સમાં રમાશે

આ ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના (WTC) ચોથી સિઝનનો ભાગ હશે. WTCની ત્રીજી સિઝનની ફાઈનલ જૂન 2025માં ક્રિકેટના મક્કા, લોર્ડ્સમાં રમાશે. આ ફાઈનલ મેચના થોડા દિવસ પછી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાવાની છે. ભારતીય ટીમ છેલ્લે 2021માં ટેસ્ટ મેચ સીરિઝમાં ઈંગ્લેન્ડ પ્રવાસે પહોંચી હતી, જે 2-2ની બરાબરી પર પૂરી થઈ હતી. પરંતુ, કોવિડ-19ના કારણે છેલ્લી ટેસ્ટ મેચ 2022માં થઈ હતી, જેમાં સાત વિકેટથી ઈંગ્લેન્ડની જીત થઈ હતી.

વર્ષ 2025નું ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ

20-24 જૂન, પ્રથમ ટેસ્ટ, હેડિંગ્લે

2-6 જુલાઈ, બીજી ટેસ્ટ, બર્મિંઘમ

10-14 જુલાઈ, ત્રીજી ટેસ્ટ, લોર્ડ્સ

23-27 જુલાઈ, ચોથી ટેસ્ટ, મેનચેસ્ટર

31 જુલાઈ-4 ઑગસ્ટ, પાંચમી ટેસ્ટ, દ ઓવલ

આ પણ વાંચો : હવે ટેસ્ટ ક્રિકેટમાં દબદબો જાળવવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડમાં 17 વર્ષ જૂનો રેકોર્ડ સુધારવાનો ઇરાદો

આગામી મહિનામાં ભારતીય ટીમનું શેડ્યુલ ટાઈટ

આગામી મહિનામાં ભારતીય ટીમનું શેડ્યુલ ટાઈટ છે, ત્યારે આગામી પાંચ મહિનામાં ભારતીય ટીમને બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે સીરિઝ રમવાની છે. તેની શરૂઆત બાંગ્લાદેશ સામેની હોમ સીરિઝથી કરવામાં આવશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ અને 3 T20 મેચોની સીરિઝ રમાશે. ત્યારબાદ, ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે, ત્યારે બંને દેશો વચ્ચે 3 ટેસ્ટ મેચ સીરિઝ રમવામાં આવશે. જ્યારે વર્ષના અંતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જ્યાં બંને દેશો વચ્ચે 5 ટેસ્ટ મેચ સીરિઝ રમાશે. આ પછી ઈંગ્લેન્ડ ટીમ ભારતના પ્રવાસે આવશે. જેમાં બંને દેશો વચ્ચે 5 T20 અને 3 વનડે મેચોની સીરિઝ રમાશે.

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ

પ્રથમ ટેસ્ટ- ચેન્નાઈ - 19 થી 23 સપ્ટેમ્બર

બીજી ટેસ્ટ - કાનપુર - 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર

1લી T20- ગ્વાલિયર- 6 ઓક્ટોબર

બીજી T20- દિલ્હી- 9 ઓક્ટોબર

ત્રીજી T20- હૈદરાબાદ- 12 ઓક્ટોબર

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ

16-20 ઓક્ટોબર - 1લી ટેસ્ટ, બેંગલુરુ

24-28 ઓક્ટોબર - બીજી ટેસ્ટ, પુણે

1-5 નવેમ્બર - ત્રીજી ટેસ્ટ, મુંબઈ

આ પણ વાંચો : ગૌતમ ગંભીરની 16 પરીક્ષા, ફેલ થશે તો ખેલ ખતમ! BCCI દ્વારા કરાઈ મોટી જાહેરાત

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, નવેમ્બર-જાન્યુઆરી 2025

22-26 નવેમ્બર - 1લી ટેસ્ટ, પર્થ

6-10 ડિસેમ્બર - બીજી ટેસ્ટ, એડિલેડ

14-18 ડિસેમ્બર - ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન

26-30 ડિસેમ્બર - ચોથી ટેસ્ટ, મેલબોર્ન

03-07 જાન્યુઆરી - પાંચમી ટેસ્ટ, સિડની

ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ

1લી T20 - 22 જાન્યુઆરી - કોલકાતા

બીજી T20 - 25 જાન્યુઆરી - ચેન્નાઈ

ત્રીજી ટી20 - 28 જાન્યુઆરી - રાજકોટ

ચોથી T20 - 31 જાન્યુઆરી - પુણે

પાંચમી T20 - 2 ફેબ્રુઆરી - મુંબઈ

પહેલી ODI - 6 ફેબ્રુઆરી - નાગપુર

બીજી ODI – 9 ફેબ્રુઆરી – કટક

ત્રીજી ODI - 12 ફેબ્રુઆરી - અમદાવાદ

BCCIએ 26 મેચોનું શેડ્યૂલ કર્યું જાહેર, જાણો ભારતીય ટીમ કયા દેશ સામે કઈ તારીખે રમશે મેચ 2 - image


Google NewsGoogle News