Get The App

World Cup 2023 : IND vs SL : ભારતનો શ્રીલંકા સામે 302 રને ભવ્ય વિજય, શામીની 5 વિકેટ

ભારતનો સ્કોર : 50 ઓવરમાં 357/8, ગીલ-કોહલી-ઐય્યરની ફિફ્ટી, શમીની 5, સિરાજની 3, બુમરાજ-જાડેજાની 1-1 વિકેટ

શ્રીલંકાનો સ્કોર : 19.4 ઓવરમાં 55/10, ટીમના 5 ખેલાડીના 0 રન, દિલશાન મધુશંકાની 5, દુષ્મન્થા ચમીરાની 1 વિકેટ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
World Cup 2023 : IND vs SL : ભારતનો શ્રીલંકા સામે 302 રને ભવ્ય વિજય, શામીની 5 વિકેટ 1 - image


મુંબઈ, તા.02 નવેમ્બર-2023, ગુરુવાર

India vs Sri Lanka World Cup 2023 : આજે વર્લ્ડકપ 2023ની 33મી મેચમાં ભારતે શ્રીલંકા સામે 302 રન સાથે મોટો વિજય મેળવ્યો છે. આ સાથે ભારતે વર્ષ 2000નો લોએસ્ટ સ્કોરને શ્રીલંકા સાથે બદલો પણ લઈ લીધો છે. શુભમન ગીલ, વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યરની વિસ્ફોટક બેટીંગના કારણે ભારતે શ્રીલંકાને જીતવા 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે શ્રીલંકાની ટીમ 19.4 ઓવરમાં 55 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ભારત શ્રીલંકાને હાઈએસ્ટ માર્જીનથી હરાવી ટોપ-5માં પણ આવી ગયું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. આ અગાઉ શ્રીલંકાના કેપ્ટને ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કર્યો હતો.

ભારતે વર્ષ 2000નો બદલો લીધો

અગાઉ શ્રીલંકાએ વર્ષ 2000માં ભારતને 54 રનમાં ઓલઆઉટ કર્યું હતું, જ્યારે ભારતે આજે 02 નવેમ્બર-2023ના રોજ શ્રીલંકાને 55 રને ઓલઆઉટ કરી મોટો વિજય મેળવ્યો છે. ઉપરાંત સૌથી ઓછા રન કરનાર ટોપ-10 દેશોમાં પણ શ્રીલંકા 10 નંબરે છે. શ્રીલંકાએ તેની ક્રિકેટ કેરિયરમાં બીજી વખત સૌથી ઓછા રને ઓલઆઉટ થઈ છે. અગાઉ શ્રીલંકાની ટીમ 2012માં 43 રને ઓલઆઉટ થઈ હતી, તો આજે બીજી વખત 55 રનમાં ઓલઆઉટ થઈ છે.

ગીલ-કોહલી-ઐય્યરની વિસ્ફોટ બેટીંગ, સિરા-શામીની શ્રેષ્ઠ બોલિંગે અપાવી જીત

ભારત તરફથી શુભમન ગીલે 92 રન (92 બોલ, 11 ફોર, 2 સિક્સ), વિરાટ કોહલીએ 88 રન (88 બોલ, 11 ફોર) જ્યારે શ્રેયસ ઐય્યરે 82 રન (56 બોલ, 3 ફોર, 6 સિક્સ) ફટકાર્યા છે. મોહમ્મદ શામી અને મોહમ્મદ સિરાજે ધમાકેદાર બોલિંગ કરી શ્રીલંકા ઘૂંટણીએ લાવી દીધું હતું. આજની મેચમાં શામીએ 5 વિકેટ ઝડપી છે, તો સિરાજે ત્રણ વિકેટ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહે 1-1 વિકેટ ખેરવી છે.

શ્રીલંકાની ટીમનું શમજનક પ્રદર્શન, 5 ખેલાડીઓ 0 રને આઉટ

આજે શ્રીલંકાની ટીમનું શરમજનક પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમના 5 ખેલાડીઓ ખાતુ પણ ખોલાવી શક્યા ન હતા, જ્યારે માત્ર 3 ખેલાડીઓ માંડ-માંડ બેવડા આંકડા સુધી પહોંચી શક્યા હતા. શ્રીલંકા તરફથી એક માત્ર દિલશાન મધુશંકાએ 5 વિકેટ ખેરવી હતી, તો ચામીરાએ 1 વિકેટ ખેરવી હતી.

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન

World Cup 2023 : IND vs SL : ભારતનો શ્રીલંકા સામે 302 રને ભવ્ય વિજય, શામીની 5 વિકેટ 2 - image

World Cup 2023 : IND vs SL : ભારતનો શ્રીલંકા સામે 302 રને ભવ્ય વિજય, શામીની 5 વિકેટ 3 - image


Google NewsGoogle News