IND vs SL: T20 બાદ હવે વન-ડે શ્રેણી, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બદલાશે, જાણો ક્યારે રમાશે ભારતની મેચ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
IND VS SL ODI SERIES virat kohli rohit sharma


IND vs SL: ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે ટી-20 શ્રેણી બાદ હવે વનડે શ્રેણી રમાશે. સૂર્યકુમારની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 શ્રેણીમાં યજમાન ટીમને ક્લીન સ્વીપ કરી દીધી હતી. હવે વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે. જો કે, વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવ નહીં પરંતુ રોહિત શર્મા કરશે.

T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન રોહિત શર્મા પ્રથમ વખત કોઈ શ્રેણીમાં રમશે. રોહિતે પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ માટે વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ બ્રેક લીધો હતો. તે અને સાથી ખેલાડી વિરાટ કોહલી સહિત વન-ડે ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ વન-ડે ફોરમેટમાં ફોર્મ મેળવવા અને ટીમને શ્રેણી જિતાડવા ઉતરશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી હાલમાં જ આ સિરીઝ માટે શ્રીલંકા પહોંચ્યા છે. બંને દિગ્ગજોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. T20 વર્લ્ડ કપ બાદ રોહિત અને વિરાટે આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. આવી સ્થિતિમાં બંને શ્રીલંકા પ્રવાસ પર ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ન હતા.

ક્યારે શરૂ થશે વન-ડે શ્રેણી?

ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચેની શ્રેણીની પ્રથમ ODI મેચ શુક્રવારે (02 ઓગસ્ટ) કોલંબોના R પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે. 

કોલંબોમાં રમાશે ત્રણેય વન-ડે 

શ્રેણીની બીજી વનડે 4 ઓગસ્ટે રમાશે, જ્યારે ત્રીજી અને છેલ્લી વનડે મેચ 7 ઓગસ્ટે કોલંબોમાં રમાશે. શ્રીલંકાની કેપ્ટન્સી ચરિત અસલંકાના હાથમાં છે. ક્રિકેટ શ્રીલંકાએ અસલંકાને T20 બાદ ODI શ્રેણી માટે કેપ્ટન બનાવ્યો છે. ભારતીય ટીમ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ શ્રીલંકા પહોંચી છે. જ્યારે શ્રીલંકન ટીમને સનથ જયસુર્યાનું માર્ગદર્શન મળી રહ્યું છે. 

India vs Sri lanka ODI ટીમ

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.

શ્રીલંકા: ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, સાદિરા સમરાવિક્રમા, કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાનાગે, નિશાન મદુષ્કા. વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલેજ, ચમિકા કરુણારત્ને, મહેશ થેક્ષાના, અકિલા ધનંજય, દિલશાન મદુશંકા, મથિશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો.


Google NewsGoogle News