Asian Champions Trophy: સેમિફાઇનલમાં સાઉથ કોરિયાને ધૂળ ચટાડી ફાઇનલમાં પહોંચી હોકીની ટીમ, જાણો ક્યારે થશે મુકાબલો
Asian Champions Trophy 2024 : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ટીમ ઈન્ડિયાની જીત દેખાઈ રહી છે, આ દરમિયાન ફેન્સને ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચની આશા હતી. પરંતુ પાકિસ્તાનનું સપનું અધૂરું રહી ગયું છે. પરંતુ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં સાઉથ કોરિયાને (IND vs KOR) હરાવીને ફાઇનલમાં જોરદાર એન્ટ્રી મારી છે.
કેવી રહી સ્પર્ધા?
ભારતીય ટીમે કોરિયા સામે આક્રમક શરૂઆત કરી હતી. જેમાં પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતના યુવા ખેલાડી ઉત્તમ સિંહે ભારત માટે ગોલ કરીને કોરિયા પર પ્રેસર બનાવ્યું હતું. આ પછી, બીજા ક્વાર્ટરમાં પેનલ્ટી કોર્નર દરમિયાન કેપ્ટન હરમનપ્રીતે પોતાને શાનદાર પ્રદશન કરતા ભારતને 2-0ની લીડ મળી હતી. જ્યારે બીજો ગોલ 18મી મિનિટે આવ્યો. જો કે, આ ટૂર્નામેન્ટમાં હરમનપ્રીતનો આ છઠ્ઠો ગોલ હતો. બાદમાં ત્રીજા ક્વાર્ટરમાં ભારતે બે ગોલ કર્યા હતા. જેમાં ત્રીજો ગોલ જરમનપ્રીતે અને ચોથો ગોલ હરમનપ્રીતે છેલ્લી સેકન્ડમાં મળેલા પેનલ્ટી કોર્નર પરથી કર્યો હતો. આ ક્વાર્ટરમાં સાઉથ કોરિયા તરફથી પ્રથમ ગોલ યુવા ખેલાડી જીહુએ કર્યો હતો. અંતે, ભારતે મેચમાં 4-1થી એકતરફી જીત નોંધાવી હતી.
આ પણ વાંચો : શાળા-કૉલેજ બંધ, માસ્ક ફરજિયાત: આ ખતરનાક વાયરસના કારણે કેરળમાં અનેક સ્થળોએ કડક આદેશ
પાકિસ્તાનનું સપનું ચકનાચૂર
બીજી તરફ, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. પ્રથમ સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને ચીનના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ફાઈનલ માટે પાકિસ્તાને જોરદાર લડત આપી હતી. બંને ટીમોએ 1-1ના સ્કોર સાથે મેચનો અંત થયો હતો. શૂટઆઉટમાં 2-0થી જીત મેળવીને ચીને પ્રથમ વખત ફાઇનલમાં જોરદાર એન્ટ્રી કરી છે.
આ પણ વાંચો : તો 2027માં ગુજરાતમાં બે વર્ષ જ ચાલશે સરકાર: વન નેશન-વન ઈલેક્શન માટે રાજ્યોમાં બદલાશે ચૂંટણીની તારીખ
ફાઈનલ ક્યારે યોજાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું સપનું તૂટી ગયા બાદ, હવે નવા મહાજંગની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ભારતનો અંતિમ મુકાબલો ચીન સામે થશે. આમ 17 સપ્ટેમ્બરના રોજ બંને ટીમો વચ્ચે શાનદાર મેચ રમાવાની છે. આ ટુર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી 4 વખત ટાઈટલ જીત્યું છે. જેમાં પાકિસ્તાન આ પહેલા ત્રણ વખત ટાઈટલ જીતી ચૂક્યું છે. બીજી તરફ, હવે એ જોવાનું રહેશે કે, ચીન ટાઇટલ જીતવામાં સફળ થાય છે કે નહીં.