World Cup 2023 : IND vs SA : ભારતે સાઉથ આફ્રિકાને 243 રને હરાવ્યું, જાડેજાની 5 વિકેટ, કોહલીની સદી

ભારતનો સ્કોર : 50 ઓવરમાં 326/5, કોહલીએ સદી ફટકારીને તેંડુલકરના રેકોર્ડ બરાબરી કરી, ઐય્યરના 77 રન

સાઉથ આફ્રિકાનો સ્કોર : 27.1 ઓવરમાં 83/10, એનગિડી-જેન્સેન-રબાડા-મહારાજ-શમ્સીની 1-1 વિકેટ

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : IND vs SA : ભારતે સાઉથ આફ્રિકાને 243 રને હરાવ્યું, જાડેજાની 5 વિકેટ, કોહલીની સદી 1 - image


મેચનો LIVE સ્કોર જોવા અહીં ક્લિક કરો

કોલકાતા, તા.05 નવેમ્બર-2023, રવિવાર

India vs South Africa World Cup 2023 : આજે વર્લ્ડકપ 2023ની 37મી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 243 રને હાર આપી છે. આ સાથે ભારતે સાઉથ આફ્રિકા સામે હાઈએસ્ટ માર્જીનથી જીતનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી મેચમાં ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 5 વિકેટે 326 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં માત્ર 83 રને ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં વિરાટ કોહલી, ઐય્યર અને રવિન્દ્ર જાડેજાએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. કોહલીએ સદી ફટકારી છે, તો ઐય્યરે ફિફ્ટી ફટકારી ભારતને મોટો સ્કોર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે આજે બોલર રવિન્દ્ર જાડેજાનો પણ જાદુ જોવા મળ્યો છે. જાડેજાએ 5 વિકેટ ઝડપી આફ્રિકાના સસ્તામાં ઓલઆઉટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારતે વર્લ્ડકપમાં સતત 8 મેચ, જ્યારે સાઉથ આફ્રિકાએ 8માંથી 6 મેચ જીતી છે. પોઈન્ટ્સ ટેબલ પર ભારત પ્રથમ જયારે સાઉથ આફ્રિકા બીજા સ્થાને છે. આ અગાઉ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. 

આજની મેચમાં 2 મહત્વના રેકોર્ડ

આજની મેચમાં 'કિંગ વિરાટ કોહલી'એ ફેન્સને બર્થડે ગિફ્ટ આપી 49મી સદી ફટકારી છે. આ સાથે જ કોહલીએ સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસે ફેન્સને મોટી બર્થડે ગિફ્ટ આપી છે. કિંગ કોહલીએ વનડે ક્રિકેટમાં 49 સદી ફટકારી છે. સાઉથ આફ્રિકાની સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી છે. મહત્વનું છે કે, આ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે સચિન તેંડુલકર સાથે બરાબરી કરી લીધી છે. સચિને 49 વનડે સદી ફટકારી છે. જ્યારે હવે વિરાટે પણ વનડે મેચમાં 49 સદી ફટકારી છે. કોહલી પોતાના જન્મદિવસ પર પ્રશંસકોને સદીની ભેટ આપી છે.

ભારતે હાઈએસ્ટ માર્જીનથી જીત મેળવી

ભારતે સાઉથ આફ્રિકાને 243 રને હરાવી મોટા માર્જીનથી જીત મેળવી છે. અગાઉ આફ્કિાએ 2015માં ભારતને 214 રને પરાજય આપ્યો હતો.

કોહલી-ઐય્યર-જાડેજા છવાયા

આજની મેચમાં વિરાટ કોહલીએ 101 રન (121 બોલ, 10 ફોર) શ્રેયસ ઐય્યરે 77 રન (87 બોલ, 7 ફોર, 4 સિક્સ), રોહિત શર્માએ 40 રન (24 બોલ, 6 ફોર, 2 સિક્સ) ફટકારી દક્ષિણ આફ્રિકા સામે મજબુત સ્કોર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ અણનમ 29 રન, શુભમન ગીલે 23 રન, સૂર્યકુમાર યાદવે 22 રન જ્યારે કે.એલ.રાહુલે 8 રન નોંધાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાએ આજે 5 વિકેટ ખેરવી છે, જ્યારે મોહમ્મદ સામી અને કુલદીપ યાદવે 2-2 જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ ખેરવી છે.

આફ્રિકાના બોલર-બેટરોનું નિરાશાજનક પ્રદર્શન

આજની મેચમાં આફ્રિકાના બોલરો અને બેટરોનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગિડી, માર્કો જેન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, તબરેઝ શમ્સીએ 1-1 વિકેટ ખેરવી છે. તો બેટરોમાં સૌથી વધુ માર્કો જેન્સનના 14 રન, દુશનના 13 રન, બાવુમાના 11 રન, ડેવિડ મિલરના 11 રન નોંધાવ્યા હતા, જ્યારે બાકીના બેટ્સમેનો 2 આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા.

સાઉથ આફ્રિકાની ઈનિંગ

ભારતની 243 રને જીત, સાઉથ આફ્રિકાની ટીમ 83 રને ઓલઆઉટ

• સાઉથ આફ્રિકાની 10મી વિકેટ પડી, કુલદીપ યાદવે નગીડીને કર્યો આઉટ

• સાઉથ આફ્રિકાની 9મી વિકેટ પડી, જાડેજાએ કાર્ગિસો રબાડાને કર્યો આઉટ

• સાઉથ આફ્રિકાની 8મી વિકેટ પડી, કુલદીપ યાદવે જેન્શનને કર્યો આઉટ, જાડેજાએ કર્યો કેચ

• સ્કોર 25 ઓવરમાં 78/7

• સ્કોર 20 ઓવરમાં 69/7

• સાઉથ આફ્રિકાની 7મી વિકેટ પડી, રવિન્દ્ર જાડેજાએ કેશવ મહારાજને કર્યો આઉટ

• સાઉથ આફ્રિકાની છઠ્ઠી વિકેટ પડી, રવિન્દ્ર જાડેજાએ ડેવિડ મિલરને કર્યો આઉટ

• સ્કોર 15 ઓવરમાં 52/5

• સાઉથ આફ્રિકાની પાંચમી વિકેટ પડી, મોહમ્મદ સામીએ રાસી વાન ડેર ડુસેન કર્યો LBW આઉટ

• સાઉથ આફ્રિકાની ચોથી વિકેટ પડી, રવિન્દ્ર જાડેજાએ હેનરિક ક્લાસેનને કર્યો LBW આઉટ

• સ્કોર 10 ઓવરમાં 35/3

• સાઉથ આફ્રિકાની ત્રીજી વિકેટ પડી, મોહમ્મદ સામીની ઓવરમાં એડમ માર્કરામ 9 રને આઉટ, વિકેટકીપર રાહુલે કર્યો કેચ

• સાઉથ આફ્રિકાની બીજી વિકેટ પડી, રવિન્દ્ર જાડેજાએ ટેમ્બા બાવુમાને 11 રને કર્યો આઉટ

• સ્કોર 5 ઓવરમાં 17/1

• સાઉથ આફ્રિકાની પહેલી વિકેટ પડી, મોહમ્મદ સિરાજની ઓવરમાં ક્વિન્ટન ડી કૉક 5 રને આઉટ

• સાઉથ આફ્રિકાની ઈનિંગ શરૂ, ક્વિન્ટન ડી કૉક અને ટેમ્બા બાવુમા આવ્યા મેદાનમાં, જીતવા માટે 327 રનનો ટાર્ગેટ

ભારતની ઈનિંગ

• સ્કોર 50 ઓવરમાં 326/5, ભારતે સાઉથ આફ્રિકાને જીતવા આપ્યો 327 રનનો ટાર્ગેટ

• વિરાટ કોહલીએ કરી સચિનની બરાબરી : વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસે ફેન્સને મોટી બર્થડે ગિફ્ટ આપી છે. કિંગ કોહલીએ વનડે ક્રિકેટમાં 49 સદી ફટકારી છે. સાઉથ આફ્રિકાની સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી છે. મહત્વનું છે કે, આ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે સચિન તેંડુલકર સાથે બરાબરી કરી લીધી છે. સચિને 49 વનડે સદી ફટકારી છે. જ્યારે હવે વિરાટે પણ વનડે મેચમાં 49 સદી ફટકારી છે. કોહલી પોતાના જન્મદિવસ પર પ્રશંસકોને સદીની ભેટ આપી છે.

• વિરાટ કોહલીની સદી : કોહલીએ 119 બોલમાં 10 ફોર સાથે પુરા કર્યા 100 રન 

• સ્કોર 45 ઓવરમાં 278/4

• કે.એલ.રાહુલ 8 રને આઉટ, માર્કો જેન્સેનની બોલિંગમાં રાસી વાન ડેર ડુસેન કર્યો કેચ

• સ્કોર 40 ઓવરમાં 239/3

• શ્રૈયસ ઐય્યર 77 રને (87 બોલ, 7 ફોર, 2 સિક્સ) આઉટ, લુંગી નગીડીની ઓવરમાં માર્કરામે કર્યો ઐય્યરનો કેચ

• સ્કોર 35 ઓવરમાં 219/2

• શ્રૈયસ ઐય્યરના 50 રન પુરા, ઐય્યરે 64 બોલમાં 1 સિક્સ અને 4 ફોર સાથે ફટકાર્યા 51 રન

• સ્કોર 30 ઓવરમાં 179/2

• વિરાટ કોહલીના 50 રન પુરા, કોહલીએ 67 બોલમાં 5 ફોર સાથે ફટકારી ફિફ્ટી

• સ્કોર 25 ઓવરમાં 143/2

• સ્કોર 20 ઓવરમાં 124/2

• સ્કોર 15 ઓવરમાં 105/2, કોહલી અને અય્યર ક્રિઝ પર

• ભારતની બીજી વિકેટ પડી, શુભમન ગિલ 24 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 23 રન કર્યા, કેશવ મહારાજે બોલ્ડ કર્યો

• સ્કોર 10 ઓવરમાં 91/1, શુભમન ગિલ અને વિરાટ કોહલી ક્રિઝ પર

• ભારતની પહેલી વિકેટ પડી, રોહિત શર્માએ 24 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન કર્યા, રબાડાએ ઝડપી વિકેટ, બાવુમાએ કર્યો કેચ

• સ્કોર 5 ઓવરમાં 61/0, રોહિત શર્મા 40 અને ગિલ 12 રને ક્રિઝ પર

• ભારતના 50 રન પૂરા, કેપ્ટન રોહિત શર્માની તોફાની બેટિંગ

• ભારતની ઈનિંગ શરુ, કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર

ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી જ્યારે સાઉથ આફ્રિકાની ટીમમાં એક ફેરફાર કર્યો છે જેમાં ઝડપી બોલર ગેરાલ્ડ કોએટ્ઝેના સ્થાને સ્પિનર ​​તબરેઝ શમ્સીને ટીમમાં સામેલ કર્યો છે.

બંને દેશોનો હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 90 વનડે મેચ રમાઈ છે. જેમાંથી ભારતને 37 મેચમાં જીત મળી છે જયારે સાઉથ આફ્રિકાની ટીમે 50 મેચ જીતી છે અને ત્રણ મેચનું પરિણામ આવી શક્યું ન હતું. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ODI World Cupમાં 5 મેચ રમાઈ છે. આ દરમિયાન સાઉથ આફ્રિકાની ટીમે 3 જયારે ભારતે 2 મેચ જીતી છે. આજે સાઉથ આફ્રિકાને હરાવી ભારત આ આંકડો બરોબર કરવા મેદાનમાં ઉતરશે. 

ઈડન ગાર્ડનનનો પિચ રિપોર્ટ

કોલકાતાના એતિહાસિક ઈડન ગાર્ડનના મેદાન પર ODI World Cup 2023માં અત્યાર સુધી 2 મેચ રમાઈ છે. આ બંને મેચમાં બોલર્સનું વર્ચસ્વ જોવા મળ્યું છે. ઈડન ગાર્ડનની પિચ પર ફાસ્ટ બોલર્સ અને સ્પિનર્સ બંનેને મદદ મળે છે. આ મેદાન પર છેલ્લી 9 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 7 વખત જીતી છે. જો કે આજે રાત્રે ઝાકળ પડવાની શક્યતાને ધ્યાનમાં લેતા ચેઝ કરનાર ટીમને જીત મળવાની શક્યતા વધુ છે.

બને ટીમોની પ્લેઈંગ-11

World Cup 2023 : IND vs SA : ભારતે સાઉથ આફ્રિકાને 243 રને હરાવ્યું, જાડેજાની 5 વિકેટ, કોહલીની સદી 2 - image

World Cup 2023 : IND vs SA : ભારતે સાઉથ આફ્રિકાને 243 રને હરાવ્યું, જાડેજાની 5 વિકેટ, કોહલીની સદી 3 - image


Google NewsGoogle News