IND Vs SA: ભારતીય ટીમના નામે વધુ એક શરમજનક રેકોર્ડ, સેન્ચુરિયન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે થઈ સૌથી મોટી હાર

સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતની હાર બાદ ઘણા શરમજનક રેકોર્ડ બન્યા છે

ભારતના નામે નોંધાયા આ શરમજનક રેકોર્ડ

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
IND Vs SA: ભારતીય ટીમના નામે વધુ એક શરમજનક રેકોર્ડ, સેન્ચુરિયન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે થઈ સૌથી મોટી હાર 1 - image


India vs South Africa Test Series: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર ભારત માટે મોટી હાર છે. સાઉથ આફ્રિકાએ ભારતને 32 રને હરાવ્યું છે. આ હાર સાથે ભારત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે સાઉથ આફ્રિકા પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. પાકિસ્તાન હજુ પણ બીજા સ્થાને છે. આ હાર સાથે ભારતના નામે ઘણા શરમજનક રેકોર્ડ નોંધાયા છે. જાણીએ કે ભારતના નામે કયા શરમજનક રેકોર્ડ નોંધાયા છે.

સાઉથ આફ્રિકા સામે મોટી હાર 

ભારતની આ હાર સાઉથ આફ્રિકા સામે આ સૌથી મોટી હાર છે. આ પહેલા આવ્યું ક્યારેય નથી થયું કે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે પહેલી પારીમાં 1 ઇનિંગ્સમાં 32 રને હારી હોય. આ પહેલા ભારતને સૌથી મોટી હારનો સામનો વર્ષ 2010માં કરવો પડ્યો હતો. જેમાં ભારત પ્રથમ પારીમાં 1 ઇનિંગ્સમાં 25 રનથી હાર્યું હતું. જયારે હવે ભારતે આ શરમજનક રેકોર્ડને તોડીને તેનાથી પણ વધુ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. આ સિવાય ભારતને વર્ષ 2011 બાદ પહેલી વાર એક પારીથી હાર મળી છે. 12 વર્ષ વાળ ભારતે ફરી આ શરમજનક રેકોર્ડનું પુનરાવર્તન કર્યું છે.

10 વર્ષ બાદ બોક્સિંગ ડે ટેસ્ટમાં મળી હાર

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતની આ સૌથી શરમજનક હાર છે. આજ સુધી રોહિતની કેપ્ટનશીપમાં ભારત એક ઈનિંગથી હાર્યું નથી, પરંતુ સેન્ચુરિયન ટેસ્ટમાં આ રેકોર્ડ તૂટી ગયો છે. ભારતને 10 વર્ષ બાદ બોક્સિંગ ડે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા ભારતને 2013માં બોક્સિંગ ડે ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. SENA દેશ પાસેથી ભારતને સતત પાંચમી હાર મળી છે. SENA દેશોમાં સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ભારતને છેલ્લી 5 મેચમાં આ ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો છે.

IND Vs SA: ભારતીય ટીમના નામે વધુ એક શરમજનક રેકોર્ડ, સેન્ચુરિયન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે થઈ સૌથી મોટી હાર 2 - image



Google NewsGoogle News