VIDEO: સૂર્યકુમાર સાથે બાખડ્યો 6 ફૂટ 8 ઈંચ ઊંચો બોલર, પછી એ જ ઓવરમાં આઉટ થઈ ગયો
Suryakumar Yadav Argue With Marco Jansen: ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં જીત મેળવી હતી. આ મેચમાં એક ક્ષણ એવી આવી જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકાના બોલર માર્કો જેન્સન સાથે બાખડ્યો હતો. આ ઘટના 15મી ઓવરમાં બની હતી, જ્યારે સંજુ સેમસને પિચ પર જઈને કેચ કર્યો હતો. જેના કારણે સ્ટ્રાઈકર એન્ડ પર આવેલો માર્કો જેન્સન ગુસ્સે થઈ ગયો અને તેણે સેમસનને કંઈક કહ્યું. સેમસને તરત જ તેના કેપ્ટનને આ અંગે ફરિયાદ કરી. આ પછી સૂર્યકુમારની જેન્સન સાથે બોલાચાલી થતા અમ્પાયરે બંને ખેલાડીઓને અલગ કરવા પડ્યા હતા.
સેમસનના સમર્થનમાં આવ્યો સૂર્યકુમાર
રવિ બિશ્નોઈએ ઓફની બહાર ફુલ બોલ ફેંક્યો, જેના પર ગેરાલ્ડ કોએત્ઝીએ લોંગ-ઓફ તરફ જોરદાર શોટ માર્યો. જ્યારે ફિલ્ડરે બોલને વિકેટકીપર સેમસન તરફ ફેંક્યો ત્યારે તેણે તેને વિકેટ પર કલેક્ટ કર્યો. પ્રોમાર્કો જેન્સનને આ પસંદ ન આવ્યું અને તેણે સેમસન વિશે કંઈક કહ્યું, જેથી પીચની અંદર ઊભેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર તરત જ પોતાના સાથી ખેલાડીને સપોર્ટ કરવા આવ્યા હતા.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024
સૂર્યકુમારની માર્કો જેન્સન સાથે થઈ બોલાચાલી
સૂર્યકુમાર માર્કો જેન્સન અને ગેરાલ્ડ કોએત્ઝી બંને સાથે બોલાચાલી કરતો જોવા મળ્યો હતો. આ ચર્ચામાં સૂર્યકુમાર ગુસ્સામાં દેખાતા હતા. સૂર્યકુમાર સાથેની ઘટના બાદ માર્કો જેન્સન સારું પ્રદર્શન કરી શક્યો નહોતો અને વહેલો આઉટ થઈ ગયો હતો. તેણે 8 બોલમાં 12 રનની ઇનિંગ રમી હતી અને રવિ બિશ્નોઈના બોલ પર આઉટ થયો હતો.
આ પણ વાંચો: K L રાહુલના ઘરે પારણું બંધાશે, લગ્નના બે વર્ષ બાદ સંતાનને જન્મ આપશે આથિયા શેટ્ટી
ભારતે 202 રન બનાવ્યા હતા
મેચની વાત કરીએ તો ભારતે ચાર મેચની સિરીઝમાં શાનદાર શરૂઆત કરી છે. ડરબનના કિંગ્સમીડમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ઓપનર અભિષેક શર્માની વિકેટ વહેલી પડી ગઈ હતી.
જો કે, સંજુ સેમસનની 107 રનની શાનદાર ઈનિંગના આધારે ટીમે પહેલા રમતા 202 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટનના આઉટ થયા બાદ તિલક વર્માએ સેમસનને સારો સાથ આપ્યો અને 77 રન બનાવ્યા. આ દરમિયાન સેમસને T-20 ઈન્ટરનેશનલમાં સતત બીજી સદી પૂરી કરી હતી.