Get The App

IND vs SA Test: પહેલી ટેસ્ટમાં રાહુલની સદી, ભારત 245 રને ઑલઆઉટ, રબાડાની પાંચ વિકેટ

ભારતના ટોપ ઓર્ડરનો ધબડકા બાદ કે.એલ.રાહુલે બાજી સંભાળી

સાઉથ આફ્રિકા તરફથી રબાડાની 5 અને નાંદ્રે બર્ગરની 3 વિકેટ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
IND vs SA Test: પહેલી ટેસ્ટમાં રાહુલની સદી, ભારત 245 રને ઑલઆઉટ, રબાડાની પાંચ વિકેટ 1 - image

સેન્ચ્યુરીયન, તા.27 નવેમ્બર-2023, બુધવાર

India vs South Africa 1st Test Match : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમ 245 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં મેચની શરૂઆતથી ધબડકો જોવા મળ્યો હતો, જોકે કે.એલ.રાહુલે (Kl Rahul) બાજી સંભાળી સદી નોંધાવી છે, જ્યારે સાઉથ આફ્રિકા તરફથી કાગીસો રબાડા (Kagiso Rabada)એ 5 વિકેટ ઝડપી છે. ગઈકાલે મેચના પ્રથમ દિવસે વરસાદના કારણે 90 ઓવર રમાઈ શકી ન હતી. ભારતે પ્રથમ દિવસે 59 ઓવરમાં 208/8 રન નોંધાવ્યા હતા. આ અગાઉ સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતનો પ્રથમ દાવ:

  • કાગીસો રબાડાની ઓવરમાં રોહિત શર્મા 5 રને આઉટ (13/1)
  • નાંદ્રે બર્ગરની ઓવરમાં યશસ્વી જયસ્વાલ 17 રને આઉટ (23/2)
  • નાંદ્રે બર્ગરની ઓવરમાં શુભમન ગિલ 2 રને (24/3)
  • કાગીસો રબાડાની ઓવરમાં શ્રેયસ ઐયર 31 રને આઉટ (92/4)
  • કાગીસો રબાડાની ઓવરમાં વિરાટ કોહલી 38 રને આઉટ (107/5)
  • કાગીસો રબાડાની ઓવરમાં રવિચંદ્રન અશ્વિન 8 રને આઉટ (121/6)
  • કાગીસો રબાડાની ઓવરમાં શાર્દુલ ઠાકુર 24 રને આઉટ (164/7)
  • માર્કો જેન્સેનની ઓવરમાં જસપ્રિત બુમરાહ 1 રને આઉટ (191/8)
  • ગેરાલ્ડ કોએત્ઝીની ઓવરમાં મોહમ્મદ સિરાજ 5 રને આઉટ (238/9)
  • નાંદ્રે બર્ગરની ઓવરમાં કે.એલ.રાહુલ 101 રને આઉટ (245/10)

રબાડાની 5 વિકેટ

સાઉથ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ સૌથી વધુ 5 વિકેટ, નાંદ્રે બર્ગર 3, માર્કો જેન્સેન અને ગેરાલ્ડ કોએત્ઝી 1-1 વિકેટ ઝડપી છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

રોહિત શર્મા (સુકાની), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ


Google NewsGoogle News