IND vs SA : ભારતીય ટીમમાં મોટા ફેરફારો, રવિન્દ્ર જાડેજા બહાર, અશ્વિનને તક, પ્લેઇંગ 11માં આ 4 ફાસ્ટ બોલરો સામેલ
સાઉથ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્ગર અને ડેવિડ બેડિંગહામે ટેસ્ટ ડેબ્યુ કર્યો
Image:Twitter |
IND vs SA 1st Test Playing 11 : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ આજે સાઉથ આફ્રિકાના સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. આજે ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા 31 વર્ષથી ચાલી રહેલ હારનો સિલસિલો તોડવા માટે મેદાનમાં ઉતરશે. આ સાથે જ સાઉથ આફ્રિકા ઘરેલું મેદાન પર ભારત સામે પોતાનો મજબૂત રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. બોક્સિંગ ડે ટેસ્ટ માટે બને ટીમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે.
ભારતીય ટીમ 4 ફાસ્ટ બોલર્સ સાથે મેદાનમાં ઉતરી
ભારતીય ટીમ ચાર ફાસ્ટ બોલર્સ સાથે મેદાનમાં ઉતરી છે. આ જેમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણા સામેલ છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્ર્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટેસ્ટ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત માટે ડેબ્યુ કર્યો છે. તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 309મો ખેલાડી છે. આ સાથે ભારતીય ટીમે ટેસ્ટના નંબર-1 બોલર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કર્યો છે. રવિન્દ્ર જાડેજાને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી.
સેન્ચુરિયનની પિચ ફાસ્ટ બોલર્સ માટે અનુકુળ
સાઉથ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્ગર અને ડેવિડ બેડિંગહામે ટેસ્ટ ડેબ્યુ કર્યો છે. ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં કેશવ મહારાજને રમવાની તક મળી નથી. સેન્ચુરિયનની પિચ ફાસ્ટ બોલર્સ માટે વધુ અનુકુળ સાબિત થાય છે જેથી બંને ટીમોએ ફાસ્ટ બોલર્સને ટીમમાં સામેલ કર્યા છે.
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન
ભારત
રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ રાહુલ (wkt), શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ
સાઉથ આફ્રિકા
ટેમ્બા બાવુમા (C), ડીન એલ્ગર, એડન માર્કરમ, ટોની ડી જ્યોર્જી, કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાઈલ વેરીન (wkt), માર્કો જેન્સીન, ગેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા, નાન્દ્રે બર્ગર