ભારતને ફૂટબોલમાં આજે ઈતિહાસ રચનવાની તક, ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પ્રવેશ માટે કતાર સાથે થશે ટક્કર

ભારત અને કતાર વચ્ચે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં મેચ રમાશે

ભારતીય ટીમના ડિફેન્ડર અનવર અલી ઈજાગ્રસ્ત હોવાના કારણે ટીમનો ભાગ નહીં હોય

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
ભારતને ફૂટબોલમાં આજે ઈતિહાસ રચનવાની તક, ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પ્રવેશ માટે કતાર સાથે થશે ટક્કર 1 - image
Image:Twitter

FIFA World Cup 2026 India vs Qatar Qualifier : ભારતીય ફૂટબોલ ટીમ FIFA World Cup 2026ના ક્વાલિફાયરના બીજા રાઉન્ડ આજે ભુવનેશ્વરમાં કતાર સામે મેદાન પર ઉતરશે. ભારત સામે ગ્રુપ-Aમાં આ મોટો પડકાર છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના ખેલાડી પાસેથી ચમત્કારિક પ્રદર્શનની અપેક્ષા છે. ક્વાલિફાયરની પ્રથમ મેચમાં ભારતે કુવૈતને 1-0થી હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય ટીમના ખેલાડીઓનો મનોબળ વધ્યો હશે.

વર્લ્ડકપ 2022 ક્વાલિફાયરના બીજા રાઉન્ડમાં ભારતે ડ્રો કરાવી હતી મેચ 

ભારત આજે કતારને આજે શખત ટક્કર આપવાનો પ્રયાસ કરશે પરંતુ કતારની ટીમ પ્રબળ દાવેદાર તરીકે શરૂઆત કરશે. ચર વર્ષ પહેલા એશિયન ચેમ્પિયન કતાર સાથે રમાયેલી મેચ ભારતે ડ્રો કરાવી હતી. આજની મેચમાં તે ભારતીય ટીમ માટે પ્રેરણાદાયી સાબિત થશે. ભારતે 10 સપ્ટેમ્બર 2019ના રોજ World Cup 2022 ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં કતારને ગોલ રહિત ડ્રોમાં રોકીને ફૂટબોલ જગતને આશ્ચર્યચકિત કરી દીધું હતું. તે સમયે કતાર શાનદાર ફોર્મના હતું અને 2019ની શરૂઆત તેણે એશિયા કપ જીતીને કરી હતી. તે મેચમાં ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન સુનીલ છેત્રી અસ્વસ્થ હોવાના કારણે રમી શક્યો ન હતો. પરંતુ આજે તે કલિંગા સ્ટેડિયમમાં પોતાનું કૌશલ્ય બતાવવા આતુર હશે. 

અનવર અલીની ગેરહાજરીમાં ભારતીય ડિફેન્સ નબળું

ભારતીય ફૂટબોલ ટીમ માટે સૌથી મોટો પડકાર અફઘાનિસ્તાન સામે ચાર ગોલ કરનાર કતારના સ્ટાર સ્ટ્રાઈકર અલ્મોઈઝ અલીને રોકવાનો હશે. ભારતીય ટીમના ડિફેન્ડર અનવર અલીની ગેરહાજરીમાં ભારતીય ટીમનું ડિફેન્સ થોડું નબળું દેખાઈ રહ્યું છે. ભારતીય ટીમ માટે આ મહત્વપૂર્ણ મેચમાં અનવર અલી ઉપરાંત જેક્સન સિંહ પણ ઉપલબ્ધ નહીં હોય. આ બંને ખેલાડીઓ હાલ ઈજાગ્રસ્ત હોવાના કારણે બહાર છે. ભારત અને કતાર વચ્ચે અત્યાર સુધી 3 મેચ રમાઈ છે. જેમાં કતારે 2 મેચ જીતી છે જયારે 1 મેચ ડ્રો થઇ હતી.

ટોપ-2 ટીમો કરશે ત્રીજા રાઉન્ડ માટે ક્વાલિફાય

ભારત અને કતાર ઉપરાંત ગ્રુપ-Aમાં કુવૈત અને અફઘાનિસ્તાનની ટીમ પણ છે. ગ્રુપમાં ટોપ-2 ટીમો FIFA World Cup ક્વાલિફાયરના ત્રીજા રાઉન્ડ સાથે AFC Asia Cup 2027 માટે પોતાનું સ્થાન પાક્કું કરશે. ભારતીય ફૂટબોલ ટીમ FIFA World Cup ક્વાલિફાયરના ત્રીજા રાઉન્ડમાં એકવાર પણ પહોંચી શકી નથી. કુવૈત સામે 1-0થી જીત મેળવ્યા બાદ ત્રીજા રાઉન્ડમાં ક્વાલિફાય કરવા માટે ભારતીય ટીમની આશા વધી ગઈ છે.

ભારતને ફૂટબોલમાં આજે ઈતિહાસ રચનવાની તક, ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પ્રવેશ માટે કતાર સાથે થશે ટક્કર 2 - image


Google NewsGoogle News