Get The App

World Cup 2023 : IND vs PAK - ભારતનો પાકિસ્તાન સામે 8મી વખત વિજય, રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરની ફિફ્ટી, બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન

પાકિસ્તાનનો સ્કોર - 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ, બાબર આઝમના 50 રન, મોહમ્મદ રિઝવાનના 49 રન

ભારતનો સ્કોર - 30.3 ઓવરમાં 192 રન, રોહિત શર્મા 86 રન, બુમરાહ-સિરાજ-હાર્દિક-કુલદીપ-જાડેજાની 2-2 વિકેટ

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : IND vs PAK - ભારતનો પાકિસ્તાન સામે 8મી વખત વિજય, રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરની ફિફ્ટી, બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન 1 - image


India vs Pakistan World Cup 2023 : વર્લ્ડકપ 2023ની આજની હાઈવોલ્ટેજ મેચમાં ભારતનો પાકિસ્તાન સામે 7 વિકેટે વિજય થયો છે. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ હતી, જેના જવાબમાં ભારતીય ટીમે 30.3 ઓવરમાં 192 રન બનાવી ભવ્ય જીત મેળવી છે. આ સાથે ભારતે આ વર્લ્ડકપમાં સતત ત્રીજી જીત મેળવી છે. ભારત તરફથી રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરે ફિફ્ટી ફટકારી છે, તો બોલરોમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજાએ પણ દમદાર પ્રદર્શન કરી 2-2 વિકેટ ઝડપી છે.

પાકિસ્તાન સામે ભારતની સતત 8મી જીત

  1. ભારતનો 43 રનથી વિજય, 04.03.1992, સીડની
  2. ભારત 39 રનથી જીત્યું, 09.03.1996, બેંગાલુરુ
  3. ભારતની 47 રનથી જીત, 08.06.1999, માંચેસ્ટર
  4. ભારતનો 6 વિકેટથી વિજય, 01.03.2003, સેન્ચુરિયન
  5. ભારત 29 રનથી જીત્યું, 30.03.2011, મોહાલી
  6. ભારતની 76 રનથી જીત, 15.02.2015, એડીલેડ
  7. ભારતનો 89 રનથી વિજય, 16.06.2019, માંચેસ્ટર
  8. ભારતનો 7 વિકેટે વિજય, 14-10-2023, અમદાવાદ

કોહલીએ નોંધાવ્યો આ રેકોર્ડ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચ વચ્ચે કોહલીએ પણ ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. વિરાટ કોહલીએ અમદાવાદમાં સૌથી વધુ 8 વન-ડે મેચ રમવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

રોહિત-ઐય્યરની દમદાર બેટીંગ, ફિફ્ટી ફટકારી

ભારત તરફથી રોહિત શર્માએ 63 બોલમાં 6 ફોર અને 6 સિક્સ સાથે 86 રન, શ્રેયસ ઐય્યરે 62 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે અણનમ 53 રન, કે.એલ.રાહુલે 29 બોલમાં 2 ફોર સાથે અણનમ 19 રન ફટકાર્યા છે. જ્યારે શુભમન ગીલે 11 બોલમાં 4 ફોર સાથે 16 રન, વિરાટ કોહલીએ 18 બોલમાં 3 ફોર સાથે 16 રન ફટકાર્યા છે.

પાકિસ્તાનને ભારે પડ્યા ભારતના 5 બોલરો

ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજાએ પણ દમદાર પ્રદર્શન કરી 2-2 વિકેટ ઝડપી છે. આજની મેચમાં બુમરાહે એક મેડન પણ નાખી છે. બુમરાહે 7 ઓવરમાં 19 રન આપી 2 વિકેટ ખેરવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તો કુલદીપ યાદવે 10 ઓવરમાં 35 રન, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 9.5 ઓવરમાં 38 રન આપ્યા હતા.

બાબર આઝમ સિવાય તમામ ખેલાડીઓનું નબળું પ્રદર્શન

પાકિસ્તાન તરફથી એક માત્ર કેપ્ટન બાબર આઝમે ફિફ્ટી ફટકારી છે. આઝમે 58 બોલમાં 8 ફોર સાથે 50 રન, મોહમ્મદ રિઝવાને 69 બોલમાં 7 ફોર સાથે 49 રન, ઈમામ ઉલ હકે 38 બોલમાં 6 ફોર સાથે 36 રન ફટકાર્યા હતા. બાકીના તમામ ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. બોલિંગની વાત કરીએ તો પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ 2 વિકેટ, હસન અલીએ 1 વિકેટ ખેરવી છે.

વર્લ્ડકપ-2023નું પોઈન્ટ ટેબલ (World Cup-2023 Point Table)

World Cup 2023 : IND vs PAK - ભારતનો પાકિસ્તાન સામે 8મી વખત વિજય, રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરની ફિફ્ટી, બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન 2 - image

મેચનો LIVE સ્કોર કાર્ડ જોવા અહીં ક્લિક કરો

ભારતની ઈનિંગ્સ LIVE

• ભારતનો પાકિસ્તાન સામે 7 વિકેટે વિજય

• શ્રેયસ ઐય્યરની ફિફ્ટી

• સ્કોર 25 ઓવરમાં 165/3 - શ્રેયસ ઐય્યર - કે.એલ.રાહુલ ક્રિઝ પર

• ભારતની ત્રીજી વિકેટ પડી, શાહિદ આફ્રિદીની ઓવરમાં રોહિત શર્મા આઉટ, ઈફ્તિખાર અહમદે પકડ્યો કેચ, રોહિતે 63 બોલમાં 6 ફોર અને 6 સિક્સ સાથે ફટકાર્યા 86 રન

• સ્કોર 20 ઓવરમાં 142/2 - રોહિત શર્મા - શ્રેયસ ઐય્યર ક્રિઝ પર

સ્કોર 15 ઓવરમાં 111/2 - રોહિત શર્મા - શ્રેયસ ઐય્યર ક્રિઝ પર

• રોહિત શર્માની ફિફ્ટી, રોહિતે માત્ર 36 બોલમાં 3 ફોર અને 4 સિક્સ સાથે ફટકાર્યા 50 રન

World Cup 2023 : IND vs PAK - ભારતનો પાકિસ્તાન સામે 8મી વખત વિજય, રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરની ફિફ્ટી, બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન 3 - image

સ્કોર 10 ઓવરમાં 79/2 - રોહિત શર્મા - શ્રેયસ ઐય્યર ક્રિઝ પર

• ભારતની બીજી વિકેટ પડી, હસન અલીની બોલીંગમાં વિરાટ કોહલી આઉટ, મોહમ્મદ નવાઝે પકડ્યો કેચ, કોહલીએ 18 બોલમાં 3 ફોર સાથે બનાવ્યા 16 રન

સ્કોર 5 ઓવરમાં 38/1 - રોહિત શર્મા - વિરાટ કોહલી ક્રિઝ પર

ભારતની પહેલી વિકેટ પડી, શાહીન આફ્રિદીની બોલીંગમાં શુભમન ગીલ આઉટ, શાબાદ ખાને પકડ્યો કેચ, ગીલે 11 બોલમાં 4 ફોર સાથે બનાવ્યા 16 રન

• ભારતની ઈનિંગ શરૂ, રોહિત શર્મા અને શુભમન ગીલ આવ્યા ક્રિઝ પર

World Cup 2023 : IND vs PAK - ભારતનો પાકિસ્તાન સામે 8મી વખત વિજય, રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરની ફિફ્ટી, બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન 4 - image

પાકિસ્તાનની વિકેટ

  • 1-41 (અબ્દુલ્લા શફીક, 7.6 ઓવર) મોહમ્મદ સિરાઝની બોલીંગમાં LBW આઉટ
  • 2-73 (ઇમામ-ઉલ-હક, 12.3 ઓવર) હાર્દિક પંડ્યાની બોલીંગમાં રાહુલે કર્યો કેચ
  • 3-155 (બાબર આઝમ, 29.4 ઓવર) મોહમ્મદ સિરાઝેની બોલીંગમાં બોલ્ડ
  • 4-162 (સાઉદ શકીલ, 32.2 ઓવર) કુલદીપ યાદવની બોલીંગમાં LBW આઉટ
  • 5-166 (ઇફ્તિખાર અહેમદ, 32.6 ઓવર) કુલદીપ યાદવની બોલીંગમાં બોલ્ડ
  • 6-168 (મોહમ્મદ રિઝવાન, 33.6 ઓવર) જસપીત બુમરાહે કર્યો બોલ્ડ
  • 7-171 (શાદાબ ખાન, 35.2 ઓવર)  જસપીત બુમરાહે કર્યો બોલ્ડ
  • 8-187 (મોહમ્મદ નવાઝ, 39.6 ઓવર) હાર્દિક પંડ્યાની બોલીંગમાં બુમરાહે કર્યો કેચ
  • 9-187 (હસન અલી, 40.1 ઓવર) રવિન્દ્ર જાડેજાની બોલીંગમાં શુભમન ગીલે કર્યો કેચ
  • 10-187 (હરીશ રઉફ, 40.1 ઓવર) રવિન્દ્ર જાડેજાની બોલીંગમાં LBW આઉટ

પાકિસ્તાનની ઈનિંગ્સ LIVE

પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ

• પાકિસ્તાનની 10મી વિકેટ પડી, રવિન્દ્ર જાડેજાએ હરીશ રઉફને કર્યો LBW આઉટ, રઉફના 9 બોલમાં 2 રન

• પાકિસ્તાનની 9મી વિકેટ પડી, રવિન્દ્ર જાડેજાએ હસન અલીને કર્યો આઉટ, શુભમન ગીલે કર્યો કેચ હસના 2 બોલમાં 0 રન

• સ્કોર 40 ઓવરમાં 187/8

• પાકિસ્તાનની 8મી વિકેટ પડી, હાર્દિક પંડ્યાએ મોહમ્મદ નવાઝને કર્યો આઉટ, નવાઝે 14 બોલમાં ફટકાર્યા 4 રન

• પાકિસ્તાનની 7મી વિકેટ પડી, જસપ્રીત બુમરાહે શાબાદ ખાનને કર્યો આઉટ, શાબાદે 5 બોલમાં ફટકાર્યા 2 રન

• સ્કોર 35 ઓવરમાં 170/6

• પાકિસ્તાનની 6ઠ્ઠી વિકેટ પડી, જસપ્રીત બુમરાહે મોહમ્મદ રિઝવાનને કર્યો આઉટ, રિઝવાને 69 બોલમાં 7 ફોર સાથે ફટકાર્યા 49 રન

• પાકિસ્તાનની પાંચમી વિકેટ પડી, કુલદીપ યાદવે ઈફ્તિખાર અહેમદને કર્યો આઉટ,અહેમદે 4 બોલમાં 1 ફોર સાથે ફટકાર્યા 4 રન

• પાકિસ્તાનની ચોથી વિકેટ પડી, કુલદીપ યાદવે સાઉદ શકીલને કર્યો આઉટ, શકીલે 10 બોલમાં ફટકાર્યા 6 રન

• સ્કોર 30 ઓવરમાં 156/3, આઝમ-રિઝવાન ક્રિઝ પર

• પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી, મોહમ્મદ સિરાજે બાબર આઝમને કર્યો આઉટ, આઝમે 58 બોલમાં 7 ફોર સાથે ફટકાર્યા 50 રન

• બાબર આઝમે 57 બોલમાં 7 ફોર સાથે 50 રન પૂરા કર્યા

• સ્કોર 25 ઓવરમાં 125/2, આઝમ-રિઝવાન ક્રિઝ પર

• સ્કોર 20 ઓવરમાં 103/2, આઝમ-રિઝવાન ક્રિઝ પર

• સ્કોર 15 ઓવરમાં 79/2, બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ક્રિઝ પર

પાકિસ્તાનની બીજી વિકેટ પડી, હાર્દિક પંડ્યાએ ઈમામ ઉલ હકને કર્યો આઉટ, કે.એલ.રાહુલે કર્યો કેચ, ઈમામે 38 બોલમાં 6 ફોર સાથે ફટકાર્યા 36 રન

• પાકિસ્તાનના 10.1 ઓવરમાં 50 રન પુરા

• સ્કોર 10 ઓવરમાં 49/1, ઈમામ ઉલ હક અને બાબર આઝમ ક્રિઝ પર

પાકિસ્તાનની પહેલી વિકેટ પડી, મોહમ્મદ સિરાજે અબ્દુલ્લા શફીકને કર્યો LBW આઉટ, શફીકે 24 બોલમાં 3 ફોર સાથે ફટકાર્યા 20 રન

સ્કોર 5 ઓવરમાં 23/0, અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હક ક્રિઝ પર

• પાકિસ્તાનના ઓપનર અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હક આવ્યા મેદાનમાં

ભારત-પાક. મેચ પહેલા પ્રી-મેચ શોમાં શંકર મહાદેવન, અરિજીત અને સુનિધી ચૌહાણે કર્યું પરફોર્મ

આજે અમદાવાદમાં મેચ શરુ થાય તે પહેલા સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો માટે એક ખાસ એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર સ્ટેડિયમમાં હાજર ક્રિકેટ ચાહકો માટે હતો. આ ઇવેન્ટ ટેલિકાસ્ટ કે લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યો ન હતો. કાર્યક્રમની શરૂઆત શંકર મહાદેવનના ગીતોથી થઈ હતી. 

સુનિધિ ચૌહાણે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા પરફોર્મન્સ આપ્યું હતું

World Cup 2023 : IND vs PAK - ભારતનો પાકિસ્તાન સામે 8મી વખત વિજય, રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરની ફિફ્ટી, બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન 5 - image

અરિજીત સિંહનું શાનદાર પરફોર્મન્સ

World Cup 2023 : IND vs PAK - ભારતનો પાકિસ્તાન સામે 8મી વખત વિજય, રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરની ફિફ્ટી, બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન 6 - image

શંકર મહાદેવને સ્ટેડિયમમાં 'સુનો ગૌર સે દુનિયા વાલો' ગીત ગાઈને સ્ટેડિયમન બેઠેલા દર્શકોનો મંત્રમુગ્ધ કરી દીધા હતા

World Cup 2023 : IND vs PAK - ભારતનો પાકિસ્તાન સામે 8મી વખત વિજય, રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરની ફિફ્ટી, બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન 7 - image

3 દિવસે અમદાવાદ પહોંચેલા ક્રિકેટ પ્રેમી મુન્નાએ જુઓ શું કહ્યું

ક્રિકેટપ્રેમીઓ ભારત-પાકિસ્તાનનો મુકાબલો જોવા માટે દેશ-વિદેશથી આવી રહ્યા છે. ત્યારે બિહારથી આવેલા ક્રિકેટ પ્રેમીઓએ કહ્યું કે, અમે 2-3 દિવસ પહેલા નિકળ્યા હતા. ઘણા દિવસથી જોવા માંગતો હતો. ક્રિકેટપ્રેમી મુન્નાએ કહ્યું- કોહલી બેવડી સદી ફટકારશે.

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન

World Cup 2023 : IND vs PAK - ભારતનો પાકિસ્તાન સામે 8મી વખત વિજય, રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરની ફિફ્ટી, બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન 8 - image

ભારતની જીત માટે હવન કરવામાં આવી રહ્યો છે

ભારતની જીત માટે દેશભરમાં હવન-પૂજા કરવામાં આવી રહી છે. પટના અને કાનપુર જેવા શહેરોમાં, લોકો તેમના મનપસંદ ખેલાડીઓના પોસ્ટરો સાથે હવન કરી રહ્યા છે અને તેમના સારા પ્રદર્શન માટે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે.

અમદાવાદમાં બંને ટીમોનો રેકોર્ડ 

ભારતની ટીમે અમદાવાદમાં 18માંથી 10 મેચ જીતી છે. 

પાકિસ્તાનનો ભારતમાં રેકોર્ડ

ભારતમાં પાકિસ્તાનની ટીમે 30 વનડે મેચ રમી છે, જેમાં પાકિસ્તાને 11 મેચ જીતી છે અને 19માં હારનો સામનો કરવો પડ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડ 

ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 134 વનડે રમાયા છે જેમાં ભારતે 56 મેચ જીત્યા છે જ્યારે પાકિસ્તાને 73 મેચમાં વિજય મેળવ્યો છે. પાંચ મેચ અનિર્ણિત રહ્યા છે. બંને ટીમોએ ICCની વનેડ ટુર્નામેન્ટમાં કલ 12 મેચ રમ્યા છે જેમાંથી ભારતે 9 અને પાકિસ્તાને 3 મેચ જીત્યા છે. ભારતમાં રમાયેલી વનડે વિશ્વકપની મેચોમાં ભારતે 24 મેચમાં 17માં જીત મેળવી  છે જ્યારે એકમાં હાર થઈ છે અને એક મેચ ટાઈ રહી છે તો બીજી તરફ પાકિસ્તાની ટીમે 4 મેચ રમી છે જેમાંથી બે મેચમાં જીત મેળવી છે અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભારત છ વર્ષથી વનડેમાં પાકિસ્તાન સામે હાર્યું નથી

ભારત વનડેમાં છેલ્લા છ વર્ષથી પાકિસ્તાન સામે હાર્યું નથી. છેલ્લે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો. તે પછી ભારતે એશિયા કપ 2018માં બે વખત પાકિસ્તાનને, એક વખત વર્લ્ડ કપ 2019માં અને એક વખત એશિયા કપ 2023માં હરાવ્યું છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી.

કેવી છે અમદાવાદની પીચ 

અમદાવાદની પીચ બેટ્સમેનો માટે સ્વર્ગ ગણાય છે. આ પીચ પર બેટ્સમનો ઘણા રન બનાવી શકે છે. જો કે ફાસ્ટ બોલરોને પણ અહીં મદદ મળે છે. આ ઉપરાંત જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ સ્પિનરોને પણ પીચથી મદદ મળે છે. આ સ્ટેડિયમ પર રમાયેલી વનડેમાં હાઈસેસ્ટ સ્કોર 365 છે અને સૌથી લોએસ્ટ સ્કોર 85 છે. 

ભારત-પાકિસ્તાનની પ્લેઈંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.

પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર ઝમાન, ઈમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, સલમાન અલી આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હરિસ રઉફ, હસન અલી, શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમ.

World Cup 2023 : IND vs PAK - ભારતનો પાકિસ્તાન સામે 8મી વખત વિજય, રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરની ફિફ્ટી, બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન 9 - image


Google NewsGoogle News