Get The App

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે કરો યા મરો જેવી સ્થિતિ, જાણો પોઈન્ટ ટેબલના સમીકરણો

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે કરો યા મરો જેવી સ્થિતિ, જાણો પોઈન્ટ ટેબલના સમીકરણો 1 - image


T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપમાં આજે (નવમી જૂન) સૌથી મહત્ત્વની અને ચર્ચિત ટીમો વચ્ચે મેચ યોજાવાની છે. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો જામશે. આવી સ્થિતિમાં બંને દેશના ક્રિકેટ ચાહકોની નજર આ મેચ પર રહેશે. આ દરમિયાન ટી20 વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલના સમીકરણો પર નજર કરીએ...

પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી

પાકિસ્તાનની ટીમ છઠ્ઠી જૂને ડલાસમાં અમેરિકાની ટીમ સામે સામે ટકરાઈ હતી, જ્યાં સુપર ઓવરમાં પાકિસ્તાનને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. તો ભારતીય ટીમે શરૂઆતની મેચમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટમાં ભારતની શરૂઆત શાનદાર રહી છે, જ્યારે પાકિસ્તાનની શરૂઆત ઘણી ખરાબ રહી છે.

પોઈન્ટ ટેબલના સમીકરણો 

હવે સવાલ એ છે કે પાકિસ્તાન માટે સુપર 8 રાઉન્ડમાં પહોંચવાની કેટલી તકો છે. વર્તમાન પોઈન્ટ ટેબલ અનુસાર, અમેરિકાની ટીમ બે મેચમાં બે જીત સાથે +0.626ના નેટ રન રેટ (NRR) મુજબ 4 પોઈન્ટ સાથે ગ્રૂપમાં ટોચ પર છે. ત્યારબાદ ભારતીય ટીમનો નંબર આવે છે. અત્યાર સુધી ભારતે 1 મેચ રમી છે અને તેના 2 પોઈન્ટ છે અને  નેટ રન રેટ +3.065 છે. ત્યારબાદ કેનેડા છે, જેણે તેની બે મેચમાં એક જીતી છે, તેનો નેટ રન રેટ -0.274 છે. ત્યારબાદ પાકિસ્તાન અને આયર્લેન્ડ છે. પાકિસ્તાન એક મેચ હારી ગયું છે જ્યારે આયર્લેન્ડ બંને મેચ હારી ગયું છે.

આ પોઈન્ટ ટેબલ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ. અમેરિકાને ભારત અને આયર્લેન્ડ સામે બે મેચ રમવાની છે. જો તે ભારત સામે હારે છે અને આયર્લેન્ડને હરાવે છેસ તો પાકિસ્તાનનું સુપર 8માંથી બહાર થવું નિશ્ચિત છે. આ ઉપરાંત અમેરિકા સુપર 8માં પહોંચી જશે. બીજી તરફ જો ભારત પાકિસ્તાનને હરાવે છે, તો પણ પાકિસ્તાનનું બહાર થવું લગભગ નિશ્ચિત છે. પરંતુ ભારતે આગામી મેચો જીતવી પડશે. જો પાકિસ્તાન તેની બાકીની બધી મેચો જીતી જાય તો પણ સુપર 8 ચૂકી શકે છે.

જો પાકિસ્તાન ભારતને હરાવશે તો શું થશે સ્થિતિ? 

ભારત બાકીની મેચો જીતીને 6 પોઈન્ટ પર પહોંચશે. જ્યારે અમેરિકા તેની વધુ એક મેચ જીતે તો તેના પણ 6 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન, ભારત અને અમેરિકા છ પોઈન્ટ સાથે ગ્રૂપ રાઉન્ડ સમાપ્ત કરી શકે છે, ત્યારબાદ સમીકરણ નેટ રન રેટ પર આવી જશે.

અત્યારે પાકિસ્તાનની નેટ રન રેટ અમેરિકા અને ભારત બંને કરતા ખરાબ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની તમામ મેચો જીતવાનો પ્રયાસ કરશે. જો પાકિસ્તાન ભારત સામે હારી જાય છે, તો આગામી રાઉન્ડમાં પહોંચવાની કોઈ આશા રાખવા માટે અમેરિકા તેની બાકીની બંને મેચ હારવી પડશે. આ ઉપરાંત કેનેડા પાસે પણ સુપર 8 રાઉન્ડમાં પહોંચવાની સારી તક છે. તેમનો નેટ રન રેટ હાલમાં નેગેટિવ હોવાથી, તેમણે તમામ મેચ જીતવી પડશે. સુપર 8 રાઉન્ડમાં ગ્રૂપની ટોપ 2 ટીમ હશે.


Google NewsGoogle News