World Cup 2023 : IND vs PAK - સ્ટેડિયમમાં દર્શકો માટે અરિજિત સહિત કલાકારોએ પર્ફોર્મન્સ કર્યું

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : IND vs PAK - સ્ટેડિયમમાં દર્શકો માટે અરિજિત સહિત કલાકારોએ પર્ફોર્મન્સ કર્યું 1 - image


India vs Pakistan World Cup 2023 : આજે અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની 12 મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ તે પહેલા પ્રી મેચ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

અમદાવાદના સ્ટેડિયમમાં પ્રી મેચ શોનું આયોજન 

અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રી મેચ શોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ માત્ર સ્ટેડિયમમાં હાજર ક્રિકેટ દર્શકો માટે જ રાખવામાં આવ્યો હતો. આ ઇવેન્ટ ટેલિકાસ્ટ કે લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી ન હતી. કાર્યક્રમની શરૂઆત શંકર મહાદેવનના ગીતોથી થઈ છે. આ ઉપરાંત અરિજિત સહિતના કલાકારોએ પર્ફોર્મન્સ કર્યું હતું.

World Cup 2023 : IND vs PAK - સ્ટેડિયમમાં દર્શકો માટે અરિજિત સહિત કલાકારોએ પર્ફોર્મન્સ કર્યું 2 - image

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જોવા મળ્યો ડુપ્લિકેટ કોહલી

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે આવતા દર્શકોમાં એક દર્શક વિરાટ કોહલીનો હમશકલ પણ છે. જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જોવા મળ્યો હતો. લોકો તેના ફોટો પાડવા માટે પડાપડી કરી હતી.

દેશ-વિદેશથી ક્રિકેટપ્રેમીઓ પહોંચ્યા અમદાવાદ

ભારત-પાકિસ્તાનનો મુકાબલો નિહાળવા માટે દેશ-વિદેશથી લોકો અમદાવાદ પહોંચ્યા છે. બિહાર, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, પંજાબ સહિત મોટાભાગના રાજ્યોના ક્રિકેટ પ્રેમીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ચૂક્યા છે. ત્યારે અમેરિકાથી પણ કેટલાક યુવકો આ મેચ જોવા માટે ભારત આવ્યા છે.

World Cup 2023 : IND vs PAK - સ્ટેડિયમમાં દર્શકો માટે અરિજિત સહિત કલાકારોએ પર્ફોર્મન્સ કર્યું 3 - image

3 દિવસે અમદાવાદ પહોંચેલા ક્રિકેટ પ્રેમી મુન્નાએ જુઓ શું કહ્યું

ક્રિકેટપ્રેમીઓ ભારત-પાકિસ્તાનનો મુકાબલો જોવા માટે દેશ-વિદેશથી આવી રહ્યા છે. ત્યારે બિહારથી આવેલા ક્રિકેટ પ્રેમીઓએ કહ્યું કે, અમે 2-3 દિવસ પહેલા નિકળ્યા હતા. ઘણા દિવસથી જોવા માંગતો હતો. ક્રિકેટપ્રેમી મુન્નાએ કહ્યું- કોહલી બેવડી સદી ફટકારશે.



દર્શકોને સ્ટેડિયમમાં અપાઈ એન્ટ્રી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા બપોરે 12-30 વાગ્યે ધમાકેદાર સેરેમની યોજાશે. જેમાં બોલીવુડના સિંગર્સ અરિજિત સિંહ, સુખવિંદર સિંહ સહિતના કલાકારો પરફોર્મ કરી દર્શકોનું મનોરંજન કરશે. મેચનો ટોસ તેના નિર્ધારિત સમયે એટલે કે બપોરે 1-30 વાગ્યે થશે. જ્યારે કે મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.


ભારત-પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદ સ્ટેડિયમ બહાર લોખંડી બંદોબસ્ત

World Cup 2023 : IND vs PAK - સ્ટેડિયમમાં દર્શકો માટે અરિજિત સહિત કલાકારોએ પર્ફોર્મન્સ કર્યું 4 - image

ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ, ક્રિકેટ જર્સી અને તિરંગા સાથે પહોંચ્યા સ્ટેડિયમ

World Cup 2023 : IND vs PAK - સ્ટેડિયમમાં દર્શકો માટે અરિજિત સહિત કલાકારોએ પર્ફોર્મન્સ કર્યું 5 - image

દુનિયાભરથી ક્રિકેટપ્રેમીઓ પહોંચ્યા અમદાવાદ

ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો જોવા દુનિયાભરથી ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. અમદાવાદમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમની બહાર તિરંગા સાથે જોવા મળી રહ્યા છે. તો કેટલાક લોકોએ ચેહરા પર તિરંગા બનાવ્યા છે.

સચિન-અરિજિત સહિત સ્ટાર પણ પહોંચ્યા અમાદાવાદ

આજે અમદાવાદમાં ભારત-પાકિસ્તાનનો વર્લ્ડ કપ 2023નો મહામુકાબલો રમાનાર છે ત્યારે આ હાઈ વોલ્ટેજ મેચ માટે વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર અને પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને સિંગર અરિજિત સિંઘ અમદાવાદ આવી પહોંચ્યા છે. આ સાથે ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું પણ આગમન થયું છે. હાલ ક્રિકેટ સ્ટેડિયમની બહાર ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો શરુ થઈ ગયો છે.

World Cup 2023 : IND vs PAK - સ્ટેડિયમમાં દર્શકો માટે અરિજિત સહિત કલાકારોએ પર્ફોર્મન્સ કર્યું 6 - image

અમદાવાદમાં 18 વર્ષ બાદ ભારત- પાકિસ્તાન વનડે રમશે

આજે ભારતીય ટીમ 18 વર્ષ બાદ અમદાવાદમાં પાકિસ્તાન સામે વનડે મેચ રમશે. આ પહેલા 2005માં બંને ટીમો અહીં છેલ્લી વખત રમી હતી ત્યારે પાકિસ્તાને તે મેચ ત્રણ વિકેટથી જીતી હતી. આજે ભારતીય ટીમ તે હારનો બદલો લેવા માંગશે.

ક્રિકેટ પ્રેમીઓનો સ્ટેડિયમની બહાર જમાવડો

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મહાકુંભનો મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે ત્યારે ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો શરુ થઈ ગયો છે. મેચને લઈને સમગ્ર શહેરમાં ક્રિકેટ ફિવર છવાયો છે. આજે મેચ માટે કેટલાક રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે ત્યારે અત્યારથી જ દર્શકો સ્ટેડિયમમાં પહોંચવા લાગ્યા છે.

World Cup 2023 : IND vs PAK - સ્ટેડિયમમાં દર્શકો માટે અરિજિત સહિત કલાકારોએ પર્ફોર્મન્સ કર્યું 7 - image

દર્શકો માટે સ્ટેડિયમમાં આ વસ્તુ પર લઈ જવા પર પ્રતિબંધ

ભારત અને પાકિસ્તાન (India and Pakistan)ની ટીમ સાત વર્ષ બાદ ભારતમાં વનડે મેચ રમી રહી છે અને આજે ક્રિકેટના વર્લ્ડ કપનો મહામુકાબલો હોય જેને ધ્યાને રાખીને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ આજે શહેરના કેટલાક રસ્તાઓને ડાયવર્ટ (roads have been diverted) કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દર્શકો માટે પહેલા જ સ્ટેડિયમમાં કેટલીક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં (banned from carrying some items) આવ્યો છે જેમાં પાણીની બોટલ, ઈલેક્ટ્રીક સિગારેટ, સોફ્ટ ડ્રિંક્સ, સેલ્ફી સ્ટીક, લેસર લાઈટ, છત્રી, પાવરબેન્ક વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. સ્ટેડિયમની અંદર ફક્ત ટિકિટ, મોબાઈલ, પર્સ, ચશ્મા, કેપ તેમજ ઝંડા જ અંદર લઈ જઈ શકાશે.

આજે અમદાવાદમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત

અમદાવાદ શહેરમાં મેચ જોવા માટે લાખોની સંખ્યામાં આવનારા દર્શકોની સુરક્ષા અને સુવિધાને લઈને પણ તંત્ર અને પોલીસ સતર્ક છે. દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. મેચને પગલે DGP વિકાસ સહાયે (DGP Vikas Sahay) જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને ગુજરાત પોલીસ (Gujarat Police) તરફથી તમામ વ્યવસ્થા કરી લેવામા આવી છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈને સ્ટેડિયમમાં ટ્રાફીક ટીમ અસામાજીક તત્વો પર વોચ રખાશે. અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે સુરક્ષા રખાઈ છે. માત્ર સ્ટેડિયમ જ નહીં પરંતુ સ્ટેડિયમ બહાર પણ પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. આ મેચમાં 6 હજાર પોલીસકર્મી બંદોબસ્ત તૈનાત રહેશે સાથે NSG, NDRF, RAF સહિતની ટીમો વ્યવસ્થામાં જોડાઈ છે. મેચ દરમિયાન ક્રાઈમ બ્રાંચ, ATSની ટીમ પણ એક એક મુવમેન્ટ પર સતત નજર રાખશે. મેચ દરમિયાન ટ્રાફીક વ્યવસ્થા કરાઈ છે. તથા ટ્રાફિકને અગવડતા ન પડે તે માટે પ્રેક્ષકો મેટ્રોનો વધારે ઉપયોગ કરે તેવી વિનંતી છે. હવે સ્ટેડિયમમાં પોલીસ દ્વારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. 

સવારે 8થી રાત્રે 1 વાગ્યા સુધી દોડશે AMTS-BRTS

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે વિશ્વકપની મેચ રમાશે. આ મેચમાં એક લાખથી વધુ પ્રેક્ષકો આવે તેવી સંભવના છે. જેને લઈને મનપા દ્વારા આ મેચ માટે AMTS અને BRTSની એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી છે. સવારના 8થી રાત્રિના 1 કલાક સુધી બંને મ્યુનિ. બસ સેવા લોકોને મળી રહેશે. મેચ પુરી થયા બાદ શહેરમાં કોઈપણ સ્થળે પહોંચવા માટે રુપિયા 20 ભાડુ નક્કી કરવામાં આવ્યુ છે.

સવારે 6:20થી રાત્રે 1:00 કલાક સુધી ચાલુ રહેશે મેટ્રો

ભારત-પાકિસ્તાન લાઈવ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવી રહ્યા છે. જેને લઈને મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખાસ મેટ્રો ટ્રેનની સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાં બંન્ને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી 2 વધારાની મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી રહી છે, એટલે કે કુલ 8 મેટ્રો ટ્રેન સવારે મૂકવામાં આવી છે. આજે  પ્રથમ ટ્રેન 6.20 કલાકે ઉપડશે. તથા બીજી ટ્રેન 6.40 કલાકે ઉપડશે. ત્યારબાદ સવારના 7 કલાકથી મેટ્રો સેવાઓ રાબેતા મુજબ 12 મિનિટના અંતરે કાર્યરત રહેશે. આ સાથે કોઈ પણ સ્ટેશનની મુસાફરીનો દર 50 રૂપિયા રાખવામાં આવ્યો છે. મોડી રાત સુધી મેટ્રો ટ્રેન ચલાવવામાં આવશે.

ભારત-પાકિસ્તાન મેચ પહેલા દિગ્ગજ સિંગર્સ કરશે પરફૉર્મ

આજે વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે જોરદાર રસાકસી ભરી મેચ રમાવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. મેચ પહેલા બોલીવુડના સુપરસ્ટાર સિંગર્સ ધમાલ મચાવવાના છે. અરિજીત સિંહથી લઈને શંકર મહાદેવન, સુખવિંદર સિંહ પોતાના જોશીલા અવાજમાં સ્ટેડિયમ ગજવશે. BCCIએ પોતાના X એકાઉન્ટ પર તેની જાણકારી આપી છે.

World Cup 2023 : IND vs PAK - સ્ટેડિયમમાં દર્શકો માટે અરિજિત સહિત કલાકારોએ પર્ફોર્મન્સ કર્યું 8 - image


Google NewsGoogle News