India vs Pakistan: ક્યાં અને કેવી રીતે ફ્રીમાં જોઇ શકાશે ભારત-પાકિસ્તાનની આવતીકાલની મેચ?

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
India vs Pakistan: ક્યાં અને કેવી રીતે ફ્રીમાં જોઇ શકાશે ભારત-પાકિસ્તાનની આવતીકાલની મેચ? 1 - image


IND VS PAK: T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાનની મેચ 09 જૂન, રવિવારે સવારે 10:30 વાગ્યે શરૂ થશે. જોકે, ભારતીય સમય અનુસાર આ મેચ ભારતમાં રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેચનો દિવસ ખૂબ નજીક છે. પરંતુ તે પહેલા ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠતો જ હશે કે, આ મેચ લાઈવ ક્યાંથી જોઈ શકાય? 

તમામ ક્રિકેટ પ્રેમીઓ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, તમામ ચાહકો જાણવા માંગે છે કે આ મેચ ક્યાં અને કેવી રીતે ફ્રી માં લાઈવ જોઈ શકાય છે.

તમે તેને ટીવી પર લાઈવ ક્યાં જોઈ શકો છો?

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી T20 વર્લ્ડ કપ 2024 મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

મોબાઈલ પર 'ફ્રી'માં લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 'ફ્રી' હશે. જો કે, માત્ર મોબાઈલ યુઝર્સ જ ફ્રી લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકશે.

ભારતે પ્રથમ મેચ જીતી હતી, પાકિસ્તાન શરૂઆતી મેચ હાર્યું 

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો પોતાની બીજી મેચ રમવા માટે આમને-સામને થશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 8 વિકેટે જીત મેળવી હતી. બીજી તરફ, પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ યજમાન અમેરિકા સામે રમી હતી. આ મેચમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પહેલી મેચ હારી ગયેલી પાકિસ્તાનની ટીમ ભારત સામે કેવું પ્રદર્શન કરે છે. નોંધનીય વાત એ છે કે, અત્યાર સુધી પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સામે માત્ર 1 મેચ જીતવામાં સફળ રહ્યું છે.



Google NewsGoogle News