Get The App

IND vs PAK: જ્યારે ચાલુ મેચમાં ખેલાડીઓએ ગુમાવ્યો પિત્તો: ભારત-પાકિસ્તાન મેચના પાંચ સૌથી મોટા વિવાદ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
IND vs PAK: જ્યારે ચાલુ મેચમાં ખેલાડીઓએ ગુમાવ્યો પિત્તો: ભારત-પાકિસ્તાન મેચના પાંચ સૌથી મોટા વિવાદ 1 - image
Image Twitter 

20 World Cup 2024:  T20 વર્લ્ડ કપ 2024માં 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી શાનદાર મેચ પર સમગ્ર વિશ્વની નજર રહેશે. T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની ટીમ પર ભારે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમાઈ છે. T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે 7માંથી 6 મેચ જીતી છે. પાકિસ્તાને એક મેચમાં જીત નોંધાવી છે. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેના વિવાદમાં મેચ કરતાં પણ વધારે ચર્ચા થઈ રહી છે. આવો એક નજર ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેના 5 મોટા વિવાદો પર કરીએ.

1. ગૌતમ ગંભીર વિરુદ્ધ કામરાન અકમલ 

2010 એશિયા કપ દરમિયાન પાકિસ્તાની વિકેટકીપર કામરાન અકમલ જ્યારે બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેની સામે બિનજરૂરી અપીલ કરીને ગૌતમ ગંભીરને હેરાન કરી રહ્યો હતો. ત્યારબાદ ગંભીર અને અકમલ વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી. આખરે ધોનીએ દરમિયાનગીરી કરવી પડી હતી. અને મામલો શાંત કર્યો હતો. 

2. વિરેન્દ્ર સેહવાગ વિ શોએબ અખ્તર

વર્ષ 2003માં એક મેચમાં શોએબ અખ્તર વીરેન્દ્ર સેહવાગ પર એક પછી એક બાઉન્સર ફેંકી રહ્યો હતો, કે જેથી કરીને તે શોટ રમીને આઉટ થઈ જાય. શોએબની આ હરકતોથી નિરાશ થઈને સેહવાગ અખ્તર પાસે ગયો અને કહ્યું, "જો તમારામાં હિંમત હોય તો નોન-સ્ટ્રાઈકરના છેડે સચિનને ​​બાઉન્સર મારજો." આ પછી જ્યારે સચિને શોએબના બાઉન્સર પર સિક્સર ફટકારી તો સેહવાગે કહ્યું, 'બાપ બાપ હોય છે, અને દિકરો દિકરો જ હોય છે.'

3. હરભજન સિંહ વિ શોએબ અખ્તર

2010ના એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામેની મેચ જીતવા માટે છેલ્લા 7 બોલમાં 7 રન બનાવવાના હતા. આ સ્થિતિમાં શોએબ અખ્તરે હરભજન સિંહને હેરાન કરવા અને ઉશ્કેરવા માટે બોલ ફેંકી રહ્યો હતો. બંને વચ્ચે મેદાનમાં જોરદાર બોલાચાલી પણ શરૂ થઈ હતી. એ પછી હરભજન સિંહે આમિરના બોલ પર સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી. જીત અપાવ્યા બાદ હરભજન સિંહે પણ શોએબ અખ્તર સામે પોતાનું આક્રમક વલણ બતાવ્યું હતું.

4. ગૌતમ ગંભીર વિરુદ્ધ શાહિદ આફ્રિદી

વર્ષ 2007માં જ્યારે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી, ત્યારે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં 5 ODI સીરિઝની ત્રીજી મેચ રમાઈ હતી જેમાં ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી વચ્ચે ખૂબ જ ખરાબ વ્યવહાર થયો હતો. શાહિદના બોલ પર ગંભીર સિંગલ માટે દોડી રહ્યો હતો. બંનેની ટક્કર થઈ અને ગંભીરને લાગ્યું કે આફ્રિદીએ જાણી જોઈને આવું કર્યું છે. જે બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. 

5. રાહુલ દ્રવિડ વિ. શોએબ અખ્તર

2004ની ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બર્મિંગહામમાં રાહુલ દ્રવિડ પાકિસ્તાની ઝડપી બોલર શોએબ અખ્તર સાથે ઝધડો થયો હતો. રાહુલ દ્રવિડે શોએબ અખ્તરના બોલને બાઉન્ડ્રી તરફ મોકલ્યો હતો. આ દરમિયાન દ્રવિડ બે રન લેવા માટે ફાસ્ટ દોડ્યો, પરંતુ આ દરમિયાન અખ્તર તેની વચ્ચે આવીને ઊભો રહ્યો. રન પૂરો કરતી વખતે દ્રવિડ બોલ જોઈ રહેલા શોએબ સાથે અથડાઈ ગયો. આનાથી ગુસ્સે થઈને રાહુલ દ્રવિડે અખ્તરને રન લેવાના રસ્તામાંથી હટી જવા કહ્યું. ત્યારે શોએબ ગુસ્સામાં આવી ગયો અને તેણે દ્રવિડને કંઈક કહ્યું. એટલે રાહુલ દ્રવિડ શોએબ પાસે ગયો. જ્યારે પાકિસ્તાનના કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે વિવાદ વધતો જોયો તો તેણે અમ્પાયર સાથે મળીને બંનેને અલગ કર્યા અને મામલો શાંત કર્યો. જોકે પાકિસ્તાને આ મેચ ત્રણ વિકેટથી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે રાહુલ દ્રવિડના 67 રન અને અજીત અગરકરના 47 રનની મદદથી 200 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના યુસુફ યોહાનાની 81 રનની ઇનિંગને કારણે છેલ્લી ઓવરમાં 4 બોલ બાકી રહેતા પાકિસ્તાને જીત મેળવી હતી.



Google NewsGoogle News