World Cup 2023 : IND vs NZ : ભારતનો ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટે વિજય, વિરાટ કોહલી સદી ચુક્યો

ન્યુઝીલેન્ડનો સ્કોર : 50 ઓવરમાં 273/10, ડેરિલ મિચેલના 130 રન, રચિન રવિન્દ્રના 75 રન, ફર્ગ્યુસની 2 વિકેટ

ભારતનો સ્કોર : 48 ઓવરમાં 274/6, વિરાટ કોહલીના 95 રન, રોહિતના 46 રન, શમીની 5 વિકેટ, કુલદીપની 2 વિકેટ

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
World Cup 2023 : IND vs NZ : ભારતનો ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટે વિજય, વિરાટ કોહલી સદી ચુક્યો 1 - image


ધર્મશાલા, તા.22 ઓક્ટોબર-2023, રવિવાર

India vs New Zealand World Cup 2023 : આજે વર્લ્ડ કપ 2023માં 21મી મેચમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટે વિજય થયો છે. આ સાથે જ ભારતે વર્લ્ડકપની સતત 5મી મેચ જીતી પોઈન્ટ ટેબલમાં મોખરે આવી ગયું છે. ન્યુઝીલેન્ડના 50 ઓવરમાં 273 રનના જવાબમાં ભારતે 48 ઓવરમાં 6 વિકેટે 274 રન ફટકારી વિજય મેળવ્યો છે. આજની મેચમાં વિરાટ કોહલીએ ફરી દમદાર બેટીંગ કરી ફિફ્ટી ફટકારી હતી, જ્યારે બોલિંગમાં મોહમ્મદ શમીએ પણ 5 વિકેટ ઝડપી કિવીને મોટો સ્કોર કરતા અટકાવ્યું હતું. તો ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલની ધમાકેદાર બેટિંગની મદદથી ન્યુઝીલેન્ડ મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું, જોકે તેની સદી એડે ગઈ હતી. આ અગાઉ ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

વિરાટ કોહલી સદી ચુક્યો

ભારત તરફથી વિરાટ કોહલીએ ફરી દમદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. કોહલીએ 104 બોલમાં 8 ફોર અને 2 સિક્સ સાથે 95 રન ફટકાર્યા હતા, જ્યારે રોહિત શર્માએ 40, શુભમન ગીલે 26, શ્રેયસ ઐય્યરે 33, કે.એલ.રાહુલે 27, સૂર્યકુમાર યાદવે 2 રન ફટકાર્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજાએ અણનમ 39 રન અને મોહમ્મદ શમીએ અણનમ 1 રન ફટકાર્યા હતા.

મોહમ્મદ શમીની 5 વિકેટ

આજની મેચમાં મોહમ્મદ શમીની ધમાકેદાર બોલિંગના કારણે ન્યુઝીલેન્ડ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. શમીએ આજની મેચમાં 5 વિકેટ ખેરવી હતી. જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ તેમજ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ ખેરવી હતી.

ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલની સદી એડે ગઈ

ન્યુઝીલેન્ડ તરફથી ધમાકેદાર બેટીંગ કરનાર ડેરિલ મિચેલની સદી એડે ગઈ છે. ડેરિલે દમદાર બેટીંગ કરી ભારતીય બોલરેને હંફાવ્યા હતા. મિચેલે 127 બોલમાં 9 ફોર અને 5 સિક્સ સાથે 130 રન ફટકાર્યા હતા, તો રચિન રવિન્દ્રએ પણ 87 બોલમાં 6 ફોર અને 1 સિક્સ ફટકારી 75 રન ફટકારી મહત્વનું યોગદાન આપ્યું હતું. બોલિંગની વાત કરીએ તો લોકી ફર્ગ્યુસ સૌથી વધુ 2 વિકેટ જ્યારે ટ્રેન્ડ બોલ્ડ, મેટ્ટી હેન્રી અને મિશેલ સેન્ટનર 1-1 વિકેટ ખેરવી હતી.

મેચનો LIVE સ્કોર જોવા અહીં ક્લિક કરો

ભારતની ઈનિંગ્સ

• ભારતનો ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટે વિજય

• વિરાટ કોહલી સદી ચુક્યો : મેટ્ટી હેન્રીની ઓવરમાં ફિલિપ્સે વિરાટ કોહલીનો કેચ પકડ્યો, કોહલીએ 104 બોલમાં 8 ફોર અને 2 સિક્સ સાથે 95 રન ફટકાર્યા

• ભારતનો સ્કોર : 45 ઓવરમાં 248/5

• ભારતનો સ્કોર : 40 ઓવરમાં 225/5

• ભારતની પાંચમી વિકેટ પડી ઃ સૂર્યકુમાર યાદવ 2 રને રન આઉટ

• ભારતનો સ્કોર : 35 ઓવરમાં 192/5

• ભારતની ચોથી વિકેટ પડી ઃ સન્ટનરની બોલીંગમાં કે.એલ.રાહુલ LBW આઉટ, રાહુલે 35 બોલમાં 3 ફોર સાથે ફટકાર્યા 27 રન

• ભારતનો સ્કોર : 30 ઓવરમાં 168/3

• ભારતનો સ્કોર : 25 ઓવરમાં 140/3

• ભારતની ત્રીજી વિકેટ પડી ઃ ફર્ગ્યુસની બોલિંગમાં શ્રેયસ ઐય્યર કોનવેના હાથે કેચ આઉટ, ઐય્યરે 29 બોલમાં ફટકાર્યા 33 રન

• ભારતનો સ્કોર : 20 ઓવરમાં 121/2

• ભારતનો સ્કોર : 15 ઓવરમાં 91/2

• ભારતની બીજી વિકેટ પડી : લોકી ફર્ગ્યુસની બોલિંગમાં શુભમન ગીલ મિચેલના હાથે કેચ આઉટ, ગીલે 31 બોલમાં 5 ફોર સાથે બનાવ્યા 26 રન

• ભારતની પહેલી વિકેટ પડી : લોકી ફર્ગ્યુસની બોલિંગમાં રોહિત શર્મા બોલ્ડ, રોહિતે 40 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે બનાવ્યા 46 રન

• ભારતનો સ્કોર : 10 ઓવરમાં 63/0

• ભારતનો સ્કોર : 05 ઓવરમાં 32/0

• રોહિત શર્મા અને શુભમન ગીલ આવ્યા મેદાનમાં

ન્યુઝીલેન્ડની ઈનિંગ્સ

• આજની મેચમાં મોહમ્મદ શમીએ ઝડપી 5 વિકેટ

• ન્યુઝીલેન્ડે ભારતને જીતવા આપ્યો 274 રનનો ટાર્ગેટ

• ન્યુઝીલેન્ડની ટીમ 50 ઓવરમાં 273 રનમાં ઓલઆઉટ

• ન્યુઝીલેન્ડની 10મી વિકેટ પડી : મોહમ્મદ શમીની બોલિંગમાં લોકી ફર્ગ્યુસને રાહુલે કર્યો રન આઉટ

• ન્યુઝીલેન્ડની 9મી વિકેટ પડી : મોહમ્મદ શમીની બોલિંગમાં ડેરિલ મિચેલ કોહલીના હાથે કેચ આઉટ, મિચેેલે 127 બોલમાં 9 ફોર અને 5 સિક્સ સાથે ફટકાર્યા 130 રન

• ન્યુઝીલેન્ડની 8મી વિકેટ પડી : મોહમ્મદ શમીની બોલિંગમાં મેટ્ટ હેન્રી ક્લિન બોલ્ડ

• ન્યુઝીલેન્ડની 7મી વિકેટ પડી : મોહમ્મદ શમીની બોલિંગમાં મિશેલ સેન્ટનર ક્લિન બોલ્ડ

• ન્યુઝીલેન્ડની છઠ્ઠી વિકેટ પડી : જસપ્રીત બુમરાહની બોલિંગમાં માર્ક ચેપમેન કોહલીએ કર્યો કેચ, ચેપમેન ફટકાર્યા માત્ર 6 રન

• સ્કોર 45 ઓવરમાં 245/5

• ન્યુઝીલેન્ડની પાંચમી વિકેટ પડી : કુલદીપ યાદવની બોલિંગમાં ગ્લેન ફિલિપ્સ રોહિત શર્માના હાથે કેચ આઉટ, ફિલિપ્સે 26 બોલમાં 1 સિક્સ સાથે ફટકાર્યા 23 રન

• ડેરિલ મિચેલની સદી : મિચેલે 100 બોલમાં 7 ફોર અને 4 સિક્સ સાથે પૂરા કર્યા 100 રન

• સ્કોર 40 ઓવરમાં 219/4

• ન્યુઝીલેન્ડની ચોથી વિકેટ પડી : કુલદીપ યાદવની બોલિંગમાં ટોમ લાથમ 5 રને LBW આઉટ

• સ્કોર 35 ઓવરમાં 187/3, ડેરિલ મિચેલ અને ટોમ લાથમ ક્રિઝ પર

• રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલ વચ્ચે ત્રીજી વિકેટ 159 રનની પાર્ટનરશીપ થઈ હતી

• ન્યુઝીલેન્ડની ત્રીજી વિકેટ પડી - રચિન રવિન્દ્ર 87 બોલમાં 75 રન બનાવી આઉટ, શમીએ બીજી વિકેટ ઝડપી, ગિલે કર્યો કેચ

• રવિન્દ્ર-મિચેલ વચ્ચે 150+ની પાર્ટનરશિપ, રચિન 85 બોલમાં 75 રન અને ડેરિલ મિચેલ 77 બોલમાં 74 રને રમી રહ્યા છે

• ન્યુઝીલેન્ડના 150 રન પુરા, રવિન્દ્ર અને મિચેલની શાનદાર પાર્ટનરશિપ

• સ્કોર 30 ઓવરમાં 147/2 ડેરિલ મિચેલ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર

• રચિન રવિન્દ્ર બાદ ડેરિલ મિચેલની પણ ફિફ્ટી, બંને વચ્ચે 100+ની પાર્ટનરશિપ

• સ્કોર 25 ઓવરમાં 125/2 ડેરિલ મિચેલ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર

• ન્યુઝીલેન્ડના 100 રન પુરા, રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલ વચ્ચે 50+ની પાર્ટનરશિપ થઈ

• સ્કોર 20 ઓવરમાં 91/2 ડેરિલ મિચેલ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર

• સ્કોર 15 ઓવરમાં 61/2 ડેરિલ મિચેલ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર

• ન્યુઝીલેન્ડના 50 રન પુરા, ભારત તરફથી સિરાજ-શમીને એક-એક વિકેટ મળી, જાડેજાએ રચિન રવિન્દ્રનો કેચ ડ્રોપ કર્યો

• સ્કોર 10 ઓવરમાં 34/2 ડેરિલ મિચેલ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર

• ન્યુઝીલેન્ડની બીજી વિકેટ પડી - શમીએ વર્લ્ડ કપ 2023ના પહેલા બોલે જ વિકેટ ઝડપી, યંગ 27 બોલમાં 17 રન બનાવી

• સ્કોર 5 ઓવરમાં 11/1 વિલ યંગ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર

• ન્યુઝીલેન્ડની પહેલી વિકેટ પડી - ડેવોન કોનવે 9 બોલમાં શૂન્ય રન બનાવી આઉટ થયો, સિરાજે ભારતને પહેલી સફળતા અપાવી, શ્રેયસ અય્યરે કર્યો કેચ

• ન્યુઝીલેન્ડની બેટિંગ શરુ, ડેવોન કોનવે અને વિલ યંગ ક્રિઝ પર

ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ લીધી

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રોહિતે ટોસ દરમિયાન કહ્યું કે આ મેચમાં હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર નથી રમી રહ્યા અને તેમની જગ્યાએ મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ભારત-ન્યુઝીલેન્ડ હેડ ટૂ હેડ રેકોર્ડ 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 116 વનડે મેચ રમાઈ છે જેમાં ભારતે 58 મેચ જીતી છે જ્યારે 50માં હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને દેશો વચ્ચે છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2023માં ઈન્દોરમાં રમાઈ હતી જેમાં ભારતનો 90 રને વિજય થયો હતો. વર્લ્ડ કપમાં બને દેશો વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે જેમાં ન્યુઝીલેન્ડે 5 અને ભારતે 3માં જીત મેળવી છે જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે ICC ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડને છેલ્લે 2003ના વનડે વર્લ્ડ કપમાં હરાવ્યું હતું. આ બાદ ન્યુઝીલેન્ડે ભારતને 2007 અને 2016ના T-20 વર્લ્ડકપમાં, 2019ના વનડે વર્લ્ડ કપમાં, 2021ની WTCની ફાઈનલમાં અને 2021ના T-20 વર્લ્ડકપમાં હરાવ્યું છે. 

વર્લ્ડ રેકોર્ડ બનાવવાથી માત્ર 14 રન દૂર ગિલ

ભારતીય ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલને આજે વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે માત્ર 14 રનની જરુર છે. શુભમન ગિલે માત્ર 37 મેચની 37 ઇનિંગ્સમાં 64ની એવરેજથી 1986 રન બનાવ્યા છે જો ગિલ આજે 14 રન કરશે તો તે 38 ઇનિંગ્સમાં 2 હજાર રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરશે. અત્યારે રેકોર્ડ હાશિમ અમલાના નામે છે જેને 40 ઈનિંગ્સમાં જ 2 હજાર રન પુરા કર્યા છે. ભારત તરફથી ધવને ધવને 48 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા છે. ગિલે અત્યાર સુધીના વનડેમાં 6 સદી અને 10 ફિફ્ટી ફટકારી છે.

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન

World Cup 2023 : IND vs NZ : ભારતનો ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટે વિજય, વિરાટ કોહલી સદી ચુક્યો 2 - image

World Cup 2023 : IND vs NZ : ભારતનો ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટે વિજય, વિરાટ કોહલી સદી ચુક્યો 3 - image


Google NewsGoogle News