World Cup 2023 - Ind vs NZ : ફાઈનલમાં પહોંચ્યું ભારત, કોહલી-શ્રેયસનું શ્રેષ્ઠ પ્રદર્શન, શમીએ લીધી 7 વિકેટ, ન્યૂઝીલેન્ડ 70 રને હાર્યું

ભારતે ન્યૂઝીલેન્ડને જીત માટે આપ્યો હતો 398 રનનો ટાર્ગેટ

ન્યૂઝીલેન્ડ 70 રને હાર્યું, મોહમ્મદ શમીએ ઝડપી 7 વિકેટ

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News

World Cup 2023 - Ind vs NZ : ફાઈનલમાં પહોંચ્યું ભારત, કોહલી-શ્રેયસનું શ્રેષ્ઠ પ્રદર્શન, શમીએ લીધી 7 વિકેટ, ન્યૂઝીલેન્ડ 70 રને હાર્યું 1 - image

World Cup 2023 - Ind vs NZ : ICC વનડે વર્લ્ડ કપ 2023માં આજે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટનો પહેલો સેમીફાઈનલ મુકાબલો રમાયો હતો. ટીમ ઈન્ડિયાએ આ વખતે વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ આ સેમીફાઈનલથી મેનચેસ્ટરમાં 2019 વર્લ્ડકપમાં કીવી ટીમથી મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. આજની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માનો ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય શ્રેષ્ઠ સાબિત થયો છે.

ભારત 70 રને જીત્યું, પહોંચ્યું ફાઈનલમાં, ન્યૂઝીલેન્ડની હાર

ભારતીય બેટ્સમેનોએ જબરદસ્ત બેટિંગ કરીને 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 397 રન બનાવ્યા હતા. તો ન્યૂઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તો ભારતે બનાવ્યો સેમીફાઈનલમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે આ મોટા સ્કોર સામે ન્યૂઝીલેન્ડની 70 રને હાર થઈ છે.

ભારતીય ટીમે 4 વર્ષ બાદ લીધો કીવી ટીમથી બદલો

આ જીત સાથે જ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 2019 મેનચેસ્ટરનો બદલો પણ લઈ લીધો છે. જોકે, ત્યારે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં કીવી ટીમના હાથે વિરાટ કોહલીની કપ્તાની વાળી ભારતીય ટીમને હાર મળી હતી. હવે રોહિત શર્માના નેતૃત્વમાં તે હારનો બદલો લઈ લીધો છે.

ફાઈનલમાં પહોંચી ભારતીય ટીમ, 19 નવેમ્બર થશે મહામુકાબલો

હવે ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાથી એક જીત દૂર છે. હવે ટીમ ઈન્ડિયાને ફાઈનલ મુકાબલો રમવાનો છે. આ મહામુકાબલો 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઈનલમાં ભારતની ટક્કર બીજા સેમીફાઈનલના વિજેતા ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા સાથે થશે.

ન્યૂઝીલેન્ડ ટીમની ઈનિંગ

મોહમ્મદ શમીએ ઝડપી 7 વિકેટ

ન્યૂઝીલેન્ડની ટીમની 70 રને હાર થઈ છે. મોહમ્મદ શમીએ ટિમ સાઉદી, લોકી ફર્ગ્યુસન, ડેરેલ મિચેલ, ટોમ લથમ આઉટ, કેન વિલિયમસન, રચીન રવીન્દ્ર  અને ડેવોન કોન્વેને આઉટ કર્યા હતા. આમ, શમીએ આ મેચમાં કુલ 7 વિકેટ ઝડપી

ભારતને મળી 10મી સફળતા, લોકી ફર્ગ્યુસન આઉટ (6 રન - 3 બોલ) બોલિંગ : મોહમ્મદ શમી

ભારતને મળી નવમી સફળતા, ટિમ સાઉદી આઉટ (9 રન - 10 બોલ) બોલિંગ : મોહમ્મદ શમી

ભારતને મળી આઠમી સફળતા, મિચેલ સેન્ટનર આઉટ (9 રન - 10 બોલ) - બોલિંગ : મોહમ્મદ સિરાજ

10:15 PM : 47 ઓવરમાં ન્યૂઝીલેન્ડ 313/7

ભારતને મળી સાતમી સફળતા, ડેરિલ મિચેલ આઉટ (134 રન - 119 બોલ) - બોલિંગ : મોહમ્મદ શમી

ભારતને મળી છઠ્ઠી સફળતા, માર્ક ચેપમેન આઉટ (2 રન - 5 બોલ) - બોલિંગ : કુલદિપ યાદવ

09:55 PM : 43 ઓવરમાં ન્યૂઝીલેન્ડ 295/5

ભારતને મળી પાંચમી સફળતા, ગ્લેન ફિલિપ્સ આઉટ (41 રન - 33 બોલ) - બોલિંગ : જસપ્રિત બુમરાહ

09:40 PM : 40 ઓવરમાં ન્યૂઝીલેન્ડ 266/4

09:10 PM : 35 ઓવરમાં ન્યૂઝીલેન્ડ 224/4

ભારતને મળી ચોથી સફળતા, ટોમ લથમ આઉટ (શૂન્ય રન - 2 બોલ) - બોલિંગ : મોહમ્મદ શમી

ભારતને મળી ત્રીજી સફળતા, કેન વિલિયમસન આઉટ (69 રન - 73 બોલ) - બોલિંગ : મોહમ્મદ શમી

08:55 PM : 32.2 ઓવરમાં ન્યૂઝીલેન્ડ 220/3

ડેરેન મિચેલની સદી

ન્યૂઝીલેન્ડના માટે ડેરેલ મિચેલે ખુબ જ શાનદાર ઈનિંગ રમી છે. તેમણે 85 બોલમાં રન બનાવ્યા છે. મિચેલની ન્યૂઝીલેન્ડ તરફથી આ પ્રથમ સદી છે.

વિલિયમસનની ફિફ્ટી

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને જબરદસ્ત રીતે આગળ વધતા ફિફ્ટી ફટકારી છે. 58 બોલ પર 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી તેમણે આ 50 રન પૂર્ણ કર્યા છે. 

08:35 PM : 30 ઓવરમાં ન્યૂઝીલેન્ડ 199/2

08:15 PM : 25 ઓવરમાં ન્યૂઝીલેન્ડ 161/2

ડેરેલ મિચેલની અડધી સદી

ન્યૂઝીલેન્ડ માટે ડેરેલ મિચેલે ખુબ જ શાનદાર ઈનિંગ રમી છે. 49 બોલનો સામનો કર્યા બાદ 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી તેમણે પોતાના 50 રન પૂર્ણ કર્યા. ભારત સામે બોલરોનો ભારે સામનો કર્યો છે.

08:00 PM : 20 ઓવરમાં ન્યૂઝીલેન્ડ 133/2

07:35 PM : 15 ઓવરમાં ન્યૂઝીલેન્ડ 87/2

07:02 PM : 7.5 ઓવરમાં ન્યૂઝીલેન્ડ 40/2

ભારતને મળી બીજી સફળતા, રચીન રવીન્દ્ર આઉટ - બોલિંગ : મોહમ્મદ શમી

મોહમ્મદ શમીને મળી બીજી સફળતા મળી છે. રચીન રવીન્દ્ર 22 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો છે. રચિન મોહમ્મદ શમીના બોલ પર કે.એલ. રાહુલના હાથે કેચ આઉટ થયો છે.

06:50 PM : 5.3 ઓવરમાં ન્યૂઝીલેન્ડ 30/1

ભારતને મળી પહેલી સફળતા, ડેવોન કોન્વે આઉટ - બોલિંગ : મોહમ્મદ શમી

ડેવોન કોન્વે 15 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો છે. કોન્વે મોહમ્મદ શમીના બોલ પર કે.એલ રાહુલના હાથે કેચ આઉટ થયો છે.

06:35 PM : 3 ઓવરમાં ન્યૂઝીલેન્ડ 19/0

ન્યૂઝીલેન્ડની ઈનિંગ શરૂ

ન્યૂઝીલીનેડની ઈનિંગ શરૂ થઈ ચૂકી છે. રચિન રવીન્દ્ર અને ડેવોન કોન્વે ક્રીઝ પર છે. ત્રણ ઓવર્સ બાદ ન્યૂઝીલેન્ડનો સ્કોર શૂન્ય વિકેટ પર 19 રન છે.

ભારતીય ટીમની ઈનિંગ

05:50 PM : 50 ઓવરમાં ભારત 397/4

ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 398 રનનો ટાર્ગેટ

ભારતીય બેટ્સમેનોએ જબરદસ્ત બેટિંગ કરીને 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 397 રન બનાવ્યા છે. તો ન્યૂઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ મળ્યો છે. તો ભારતે બનાવ્યો સેમીફાઈનલમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલીએ સૌથી વધુ 117 રનની ઈનિંગ રમી. તો શ્રેયસ અય્યરે 105 રન અને શુભમન ગિલ 80 રન બનાવીને અણનમ રહ્યો. કેપ્ટન રોહિત શર્મા 47 અને કે.એલ રાહુલે 39* રન બનાવ્યા. તો સૂર્યકુમાર યાદવ 1 રને આઉટ થયો.

05:48 PM : 49.1 ઓવરમાં ભારત 382/4

સૂર્યકુમાર યાદવ આઉટ

સૂર્યકુમાર યાદવ 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. સિક્સર ફટકારવાનો પ્રયાસ કરી રહેલ સૂર્યકુમાર યાદવ કેચ આઉટ થયો હતો. ત્યારબાદ રિટાયર્ડ હર્ટ થયેલો શુભમન ગિલ ફરી ક્રિઝ પર રમવા માટે આવ્યો હતો.

05:44 PM : 48.5 ઓવરમાં ભારત 381/3

શ્રેયસ અય્યર આઉટ

વિરાટ કોહલી બાદ શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. ત્યારે હવે શ્રેયસ અય્યર 70 બોલમાં 105 રન બનાવીને આઉટ થયો છે. હાલ ક્રિઝ પર કે.એલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ છે.

05:40 PM : 48 ઓવરમાં ભારત 366/2

શ્રેયસ અય્યરની સદી

ભારતનો સ્કોર 360ને પાર થઈ ચૂક્યો છે. વિરાટે આજે વનડે ક્રિકેટની 50મી સદી ફટકારી છે. ત્યારે હવે વિરાટ બાદ શ્રેયસ અય્યરે પણ સદી ફટકારી છે. 67 બોલમાં 100 રન બનાવ્યા છે.

05:20 PM : 44 ઓવરમાં ભારત 327/2

વિરાટ કોહલી આઉટ

ભારતનો સ્કોર 320ને પાર થઈ ચૂક્યો છે. વિરાટે આજે વનડે ક્રિકેટની 50મી સદી ફટકારી છે. ત્યારે હવે સદી ફટકાર્યા બાદ તે 113 બોલ પર 117 રન બનાવીને આઉટ થયો છે. હાલ શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલ ક્રિઝ પર છે.

05:10 PM : 42 ઓવરમાં ભારત 303/1

વિરાટે તોડ્યો સચિનનો રેકોર્ડ

ભારતનો સ્કોર 290ને પાર થઈ ચૂક્યો છે. ત્યારે કોહલીએ 105 બોલમાં 100 રન પૂર્ણ કર્યા છે. વિરાટ કોહલી આજે સૌથી વધુ વર્લ્ડ કપ રન બનાવનારો ખેલાડી બન્યો હતો. આ સાથે તે પોતાની ઈન્ટરનેશનલ વનડે કારકિર્દીની 50મી સદી ફટકારી દીધી છે. આ ફોર્મેટમાં સૌથી વધુ 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. હવે કોહલી આ સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી બની ગયો છે.

04:52 PM : 38 ઓવરમાં ભારત 275/1

04:47 PM : 37 ઓવરમાં ભારત 270/1

04:42 PM : 36 ઓવરમાં ભારત 265/1

શ્રેયસ અય્યરની ફિફ્ટી

ગિલ અને કોહલી બાદ શ્રેયસ અય્યરે પણ ફિફ્ટી ફટકારી છે. તેમણે 35 બોલમાં 50 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ હાલ વિકેટ માટે તરસી રહ્યું છે. કોહલી અને શ્રેયસની ભાગીદારીમાં 100 રન પૂર્ણ થઈ ચૂક્યા છે.

04:40 PM : 35 ઓવરમાં ભારત 248/1

04:15 PM : 30 ઓવરમાં ભારત 241/1

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઈનલમાં જે આક્રામક શરૂઆત કરી હતી, જે વિકેટ ગુમાવ્યા બાદ પણ તેને બેટ્સમેનોએ યથાવત્ રાખી છે. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે મોટા શૉટ લગાવીને રન રેટને બનાવી રાખી છે. 30 ઓવર બાદ ભારતનો સ્કોર 1 વિકેટ પર 214 રન છે. રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થયા જ્યારે શુભમન ગિલ 79 રન પર રિટાયર હર્ટ થઈને મેદાનથી પરત ફર્યા.

વિરાટ કોહલીની ફિફ્ટી

વિરાટ કોહલીએ પોતાની ફિફ્ટી પૂર્ણ કરી લીધી છે. કોહલીએ 59 બોલમાં 50 રન બનાવી લીધા, જેમાં ચાર ચોગ્યા સામેલ રહ્યા. હાલ કોહલી અને અય્યર ક્રિઝ પર છે. કોહલીએ આ મેચમાં પોતાની 50મી અડધી સદી ફટકારી છે.

04:10 PM : 29 ઓવર બાદ ભારત : 203/1

03:55 PM : 25 ઓવર બાદ ભારત : 178/1

03:50 PM : 24 ઓવર બાદ ભારત : 173/1

03:45 PM : 23 ઓવર બાદ ભારત : 165/1

શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ

ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થઈ ગયો છે. ગિલને ક્રૈમ્પ થઈ ગયું. તેમણે 65 બોલમાં 79 રન બનાવ્યા છે. સદીથી માત્ર 21 રન દૂર હતો. ત્યાં તેમણે ઈજાને લઈને મેદાનથી બહાર જવું પડ્યું છે. હાલ શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી ક્રિઝ પર છે.

03:40 PM : 22 ઓવર બાદ ભારત : 157/1

03:35 PM : 21 ઓવર બાદ ભારત : 153/1

03:30 PM : 20 ઓવર બાદ ભારત : 150/1

03:25 PM : 19 ઓવર બાદ ભારત : 142/1

03:25 PM : 18 ઓવર બાદ ભારત : 138/1

શુભમન ગિલની ફિફ્ટી

ભારતીય ટીમનો સ્કોર 100 રનને પાર થઈ ચૂક્યો છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ ક્રિઝ પર છે. ત્યારે શુભમને 41 બોલમાં 50 રન બનાવ્યા છે.  રોહિત ફિફ્ટીથી 3 રન દૂર રહેતા જ આઉટ થયો હતો. જ્યારે શુભમને ફિફ્ટી ફટકારી દીધી છે. ગિલના વનડે કરિયરની આ 13મી ફિફ્ટી રહી.

03:20 PM : 17 ઓવર બાદ ભારત : 132/1

03:15 PM : 16 ઓવર બાદ ભારત : 121/1

03:10 PM : 15 ઓવર બાદ ભારત : 118/1

03:06 PM : 14 ઓવર બાદ ભારત : 114/1

03:00 PM : 13 ઓવર બાદ ભારત : 104/1

02:58 PM : 12 ઓવર બાદ ભારત : 92/1

02:54 PM : 11 ઓવર બાદ ભારત : 89/1

02:50 PM : 10 ઓવર બાદ ભારત : 84/1

02:46 PM : 9 ઓવર બાદ ભારત : 75/1

ભારતને પહેલો ઝટકો : રોહિત શર્મા 47 રન પર આઉટ, ભારત : 71/1

ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 29 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો છે. હાલ ગિલ અને કોહલી ક્રિઝ પર છે.

વર્લ્ડ કપમાં રોહિત શર્માના સૌથી વધુ છગ્ગા

સેમીફાઈનલમાં ભારતની તોફાની શરૂઆત થઈ છે. 6 ઓવરમાં જ ભારતનો સ્કોર 50 રનને પાર થઈ ચૂક્યો છે. ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપમાં વધુ એક રેકોર્ડ તોડ્યો છે. રોહિતના નામે વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ નોંધાયો છે. તેઓ વર્લ્ડ સિક્સર કિંગ બન્યા છે. વર્લ્ડ કપમાં 51 છગ્ગા લગાવીને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે.

02:34 PM : 7 ઓવર બાદ ભારત : 61/0

02:29 PM : 6 ઓવર બાદ ભારત : 58/0

02:24 PM : 5 ઓવર બાદ ભારત : 47/0 

02:20 PM : 4 ઓવર બાદ ભારત : 38/0 

02:16 PM : 3 ઓવર બાદ ભારત : 25/0 

02:10 PM : 2 ઓવર બાદ ભારત : 18/0

2 ઓવર પૂર્ણ થવા પર ટીમ ઈન્ડિયાએ 18 રન બનાવી લીધા છે, રોહિત 10 અને શુભમન ગિલ 8 રન બનાવીને રમી રહ્યા છે.

02:05 PM : પહેલી ઓવરમાં ભારત : 10/0

રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતની ઈનિંગની શરૂઆત કરી છે. ભારતે ધમાકેદાર શરૂઆત કરી છે, ટ્રેન્ટ બોલ્ટની પહેલી જ ઓવરમાં 10 રન ફટકાર્યા છે.

01:50 PM : કોહલીએ મેચમાં ઉતરતા જ બનાવી દીધો રેકોર્ડ

વિરાટ કોહલીએ મેચમાં ઉતરતા જ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેઓ ભારત તરફથી સૌથી વધુ 4 વર્લ્ડ કપની સેમીફાઈનલ રમનારા ખેલાડી બની ગયા છે. MS ધોની, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને સચિન તેંડુલકરે 303 સેમીફાઈનલ રમી છે.

01:40 PM : ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

01:39 PM : ન્યુઝીલેન્ડની પ્લેઈંગ 11

ડેવોન કોન્વે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ (વિકેટકીપર), માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ટિમ સાઉદી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન.

01:37 PM : ટીમ ઈન્ડિયાની પહેલા બેટિંગ

રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે કીવી ટીમમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.

વિરાટ કોહલી : 4 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં રમનારા એકમાત્ર ખેલાડી


કેપ્ટન રોહિત અને ગીલ તેમજ કોહલીની સાથે ઐયર, રાહુલ અને સૂર્યકુમારે શાનદાર ફોર્મ દેખાડતાં ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ સહિતની તમામ નવ ટીમને મહાત કરી શ્રેષ્ઠતા પૂરવાર કરી છે. ભારતીય બોલરોએ અને તેમાંય બુમરાહ, શમી અને સિરાજની ફાસ્ટ બોલિંગ ત્રિપુટીએ આગવો ખૌફ ઉભો કર્યો છે. જાડેજા અને કુલદીપની સ્પિન બોલિંગ જોડીએ પણ કમાલ દેખાડી છે, ત્યારે ન્યુઝીલેન્ડ સામે સેમિફાઈનલ જીત માટે ભારત ફેવરિટ મનાય છે.

ભારત માટે ફાઇનલમાં પહોંચવાની તક

ભારત અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ નિર્ણાયક મેચ રમી છે જેમાં અત્યાર સુધીમાં ભારતને કોઈ વખત જીત મળી નથી. છેલ્લે 2019 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે 2023 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ લીગ મેચમાં ન્યૂઝીલેન્ડ પર વર્ચસ્વ જમાવતી જોવા મળી હતી. ભારતે ટૂર્નામેન્ટની તમામ લીગ મેચો જીતી છે.


Google NewsGoogle News