World Cup 2023 : આજે વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલમાં પ્રવેશવાનો જંગ

ભારતને ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાની આશા

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલમાં પ્રવેશવાનો જંગ 1 - image


IND vs NZ: રોહિત શર્માની આગેવાની હેઠળ વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાં તમામ નવ મેચ જીતી ચૂકેલું ભારત હવે ફાઈનલમાં પ્રવેશ મેળવવા માટેના જંગમાં આજે  તેના ચિરપરિચિત હરિફ એવા ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. ભારતને મજબુત બેટિંગ લાઈનઅપ અને ઘાતક બોલિંગને સહારે ઈતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. ICC ટ્રોફીના નોકઆઉટ મુકાબલામાં ભારત સામે અત્યાર સુધી અજેય રહેલી ન્યુઝીલેન્ડની ટીમને જીતનો રેકોર્ડ જાળવતા વર્લ્ડકપના ફાઈનલ પ્રવેશની હેટ્રિક સર્જવાની તક છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે બપોરે 2:00 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો સેમિફાઈનલ મુકાબલો શરુ થશે.ભારતના ટોચના બેટ્સમેનોએ ઘરઆંગણે ચાલી રહેલા વર્લ્ડ કપમાં જબરજસ્ત દેખાવ કરતાં રનના ઢગલા ખડક્યા છે. 

સેમિફાઈનલમાં જીત માટે ભારત ફેવરિટ 

કેપ્ટન રોહિત અને ગીલ તેમજ કોહલીની સાથે ઐયર, રાહુલ અને સૂર્યકુમારે શાનદાર ફોર્ મદેખાડતાં ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ સહિતની તમામ નવ ટીમને મહાત કરી શ્રેષ્ઠતા પૂરવાર કરી છે. ભારતીય બોલરોએ અને તેમાંય બુમરાહ, શમી અને સિરાજની ફાસ્ટ બોલિંગ ત્રિપુટીએ આગવો ખૌફ ઉભો કર્યો છે. જાડેજા અને કુલદીપની સ્પિન બોલિંગ જોડીએ પણ કમાલ દેખાડીછે, ત્યારે ન્યુઝીલેન્ડ સામે સેમિફાઈનલ જીત માટે ભારત ફેવરિટ મનાય છે.

પીચ રિપોર્ટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આજના આ મેચમાં ટોસ મહત્વની ભૂમિકા ભજવશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રન ચેઝ મુશ્કેલ હોઈ શકે છે. આ પીચ પર ફાસ્ટ બોલરને મદદ મળી શકે છે.                   

ભારત માટે ફાઇનલમાં પહોંચવાની તક

ભારત અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ નિર્ણાયક મેચ રમી છે જેમાં અત્યાર સુધીમાં ભારતને કોઈ વખત જીત મળી નથી. છેલ્લે 2019 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે 2023 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ લીગ મેચમાં ન્યૂઝીલેન્ડ પર વર્ચસ્વ જમાવતી જોવા મળી હતી. ભારતે ટૂર્નામેન્ટની તમામ લીગ મેચો જીતી છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ભારત

રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ (wkt), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ/આર અશ્વિન, જસપ્રીત બુમરાહ/પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

ન્યુઝીલેન્ડ

કેન વિલિયમ્સન (C), ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરલ મિચેલ, ટોમ લાથમ (wkt), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી/કાઈલ જેમીસન, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી/લોકી ફર્ગ્યુસન



Google NewsGoogle News