Get The App

VIDEO : મેચમાં થયો મોટો વિવાદ : સ્ટમ્પ પર બોલ અડ્યો નથી છતાં બોલ્ડ થયો હાર્દિક પંડ્યા

ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં હાર્દિક પંડ્યાની વિકેટ લઈ વિવાદ

હાર્દિક પંડ્યાની વિકેટને લઈને થર્ડ એમ્પાયરના નિર્ણય પર સવાલો ઉઠ્યા

Updated: Jan 18th, 2023


Google News
Google News
VIDEO : મેચમાં થયો મોટો વિવાદ : સ્ટમ્પ પર બોલ અડ્યો નથી છતાં બોલ્ડ થયો હાર્દિક પંડ્યા 1 - image
Image - espncricinfo

હૈદરાબાદ, તા.18 જાન્યુઆરી-2023, બુધવાર

ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં મોટો વિવાદ જોવા મળ્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યાની વિકેટને લઈને મોટી ધમાસાણ મચી હતી. હાર્દિકની વિકેટ ડેરિલ મિચેલે લીધી હતી. વીડિયોમાં સ્લો મોશન ફુટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સ્ટમ્પ પર બોલ અડ્યો નથી. જ્યારે વિકેટકીપર લાથમ સ્ટમ્પની ઉપરથી બોલ પકડવા ગયો ત્યારે તેના ગ્લવ્ઝ સ્ટમ્પને અડી જતા સ્ટમ્પમાં લાઈટ ચાલુ થઈ ગઈ હતી. હાર્દિક પંડ્યાની વિકેટને લઈને થર્ડ એમ્પાયરના નિર્ણય પર સવાલો કરી રહ્યા છે. આ ઘટના 40મી ઓવરમાં બની હતી.

હાર્દિક પંડ્યા આઉટ કે નોટ આઉટ ? Video જોવા અહીં ક્લિક કરો...

વસીમ ઝાફર, અશ્વિને કહ્યું, ‘હાર્દિક પંડ્યા નોટઆઉટ’

દરમિયાન આ મેચમાં હાર્દિક પંડ્યા કંઈ ખાસ રમી શક્યો ન હતો અને તે માત્ર 28 રન બનાવી આઉટ થઈ ગયો હતો. હાર્દિક પંડ્યાની વિકેટ ડેરિલ મિચેલે લીધી હતી. જોકે હવે હાર્દિક પંડ્યાની વિકેટને લઈને સોશિયલ મીડિયા પર શબ્દ યુદ્ધ શરૂ થઈ ગયું છે.  હાર્દિકની વિકેટ અંગે વસીમ ઝાફરે કહ્યું કે, હાર્દિક સાથે યોગ્ય થયું નથી. વીડિયોમાં બોલ અને બેટ વચ્ચે અંતર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો અશ્વને પણ હાર્દિક પંડ્યા નોટ આઉટ હોવાનું લખ્યું છે.

ભારતની ન્યુઝીલેન્ડ સામે 12 રને જીત

ભારત અને ન્યુઝીલેન્ડ ત્રણ વન-ડે સિરિઝની પ્રથમ મેચમાં ભારતને 12 રને વિજય થયો છે. ભારતના 50 ઓવરમાં 8 વિકેટે 349 રનના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 337 રને ઓલઆઉટ થઈ જતા ન્યુઝીલેન્ડની 12 રને હાર થઈ છે. ભારત તરફથી પ્રથમ બેટીંગ કરતા ન્યુઝીલેન્ડને જીતવા માટે 350 રનનું લક્ષ્ય આપ્યું હતું, જોકે ન્યુઝીલેન્ડની ટીમ આ ટાર્ગેટ પાર પાડવામાં સફળ રહી ન હતી. આ મેચમાં શુભમન ગીલ મેચનો હિરો બનીને ઉભરી આવ્યો છે. આ મેચમાં શુભમન ગીલની વિસ્ફોટક બેટીંગના કારણે ન્યુઝીલેન્ડ સામે ભારતે વિરાટ સ્કોર ઉભો કર્યો છે.  આ મેચમાં શુભમન ગીલે 149 બોલમાં 19 ફોર અને 9 સિક્સની મદદથી 208 રન કરી રેકોર્ડો સર્જ્યા છે. તો ન્યુઝીલેન્ડ તફથી ડ્રેઈલી મિશેલ અને હેન્રી સિપ્લેએ 2-2 વિકેટ ઝડપી છે. 

Tags :
HardikPandyaIndia-vs-New-Zealand

Google News
Google News