IND vs NED: આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર, બંને ટીમોની પ્રથમ મેચ થઇ હતી રદ્દ

વર્લ્ડ કપ શરુ થવા પહેલા તમામ 10 ટીમોને 2-2 વોર્મઅપ મેચ રમવાનો મોકો આપવામાં આવ્યો છે

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2023 માટે પોતાની તૈયારીઓને મજબૂત કરવા મેદાન પર ઉતરશે

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
IND vs NED: આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર, બંને ટીમોની પ્રથમ મેચ થઇ હતી રદ્દ 1 - image
Image:Twitter

World Cup 2023 India vs Netherland : વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થવાની છે. હાલ વર્લ્ડ કપમાં ભાગ લેનારી 10 ટીમો વચ્ચે વોર્મઅપ મેચ રમાઈ રહી છે. આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે તિરુવનંતપુરમ(India vs Netherland Warm Up match)ના મેદાનમાં બપોરે 2:00 વાગ્યાથી વોર્મઅપ મેચ રમાશે. વર્લ્ડ કપ શરુ થવા પહેલા તમામ 10 ટીમોને 2-2 વોર્મઅપ મેચ રમવાનો મોકો આપવામાં આવ્યો છે. ભારત અને નેધરલેન્ડ્સની પ્રથમ વોર્મઅપ મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી.

ભારતીય ટીમ પોતાની તૈયારીઓને મજબૂત કરવા મેદાન પર ઉતરશે

ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં વર્લ્ડ કપ 2023 માટે નેધરલેન્ડ્સ સામેની મેચમાં પોતાની તૈયારીઓને મજબૂત કરવા મેદાન પર ઉતરશે. વોર્મઅપ મેચમાં પ્રત્યેક ટીમની પોતાના 15 ખેલાડીઓને મેદાન પર ઉતારવાની અનુમતિ છે પરંતુ ફિલ્ડીંગ સમયે માત્ર 11 ખેલાડીઓ જ મેદાન પર હજાર હશે. ભારત વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે 2-1થી વનડે સિરીઝ જીત્યું હતું. તે પહેલા ભારતે એશિયા કપ 2023ની ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ભારત વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરશે. જયારે નેધરલેન્ડ ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમશે.

બંને ટીમોની સ્ક્વોડ 

ભારત 

રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ (wkt), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

નેધરલેન્ડ્સ

સ્કોટ એડવર્ડ્સ (C/wkt),વિક્રમજીત સિંહ, મેક્સ ઓડાઉડ, વેસ્લી બેરેસી, બાસ ડી લીડે, કોલિન એકરમેન, સાઈબ્રેન્ડ એન્જેલબ્રેક્ટ, લોગાન વાન બીક, શારિઝ અહેમદ, આર્યન દત્ત, રૂલોફ વાન ડર મેરવે, તેજા નિદામાનુરુ, પોલ વાન મીકેરેન, રેયાન ક્લેઈન, સાકિબ ઝુલ્ફીકાર

  IND vs NED: આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર, બંને ટીમોની પ્રથમ મેચ થઇ હતી રદ્દ 2 - image


Google NewsGoogle News