World Cup 2023 : IND vs NED : ભારતનો નેધરલેન્ડ્સ સામે 160 રને વિજય, રોહિત-કોહલીએ પણ બોલિંગ કરી

ભારતનો સ્કોર : 50 ઓવરમાં 410/4, ઐય્યર-રાહુલની સદી, રોહિત-ગીલ-કોહલીની ફિફ્ટી

નેધરલેન્ડ્સનો સ્કોર : 47.5 ઓવરમાં 250/10, તેજા ન્દામાનુરુની ફિફ્ટી, ડી લીડેની 2 વિકેટ

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : IND vs NED : ભારતનો નેધરલેન્ડ્સ સામે 160 રને વિજય, રોહિત-કોહલીએ પણ બોલિંગ કરી 1 - image


મેચનો LIVE સ્કોર જોવા અહીં ક્લિક કરો

બેંગલુરુ, તા.12 નવેમ્બર-2023, રવિવાર

India vs Netherlands World Cup 2023 : આજે વર્લ્ડકપ-2023ની 45મી અને અંતિમ લીગ મેચમાં ભારતનો નેધરલેન્ડ્સ સામે 160 રને વિજય થયો છે. શ્રેયસ ઐય્યર અને કે.એલ.રાહુલની ધમાકેદાર સદી અને રોહિત-ગીલ-કોહલીની ફિફ્ટીની મદદથી ભારતે 50 ઓવરમાં 4 વિકેટે 410 રન ફટકારી મસમોટો સ્કોર ઉભો કર્યો હતો, જેની સામે નેધરલેન્ડ્સ 47.5 ઓવરમાં 250 રને ઓલઆઉટ થઈ ગયું છે. આ અગાઉ ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ઐય્યર-રાહુલની સદી

ભારત તરફથી શ્રેયસ ઐય્યરે અણનમ 94 રન (બોલ-128, ફોર-10, સિક્સ-5), કે.એલ.રાહુલે 102 રન (બોલ-64, ફોર-11, સિક્સ-4), રોહિત શર્માએ 61 રન (બોલ-54, ફોર-8, સિક્સ-2), શુભમન ગીલે 51 રન (બોલ-32, ફોર-3, સિક્સ-4), વિરાટ કોહલીએ 51 રન (બોલ-56, ફોર-5, સિક્સ-1), સુર્યકુમાર યાદવે અણનમ 2 રન નોંધાવ્યા હતા, જ્યારે બોલિંગની વાત કરીએ તો આજે ભારત તરફથી રોહિત-કોહલી સહિત 9 ખેલાડીઓએ બોલિંગ નાખી હતી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી,

નેધરલેન્ડ્સ તરફથી તેજા ન્દામાનુરુની ફિફ્ટી

નેધરલેન્ડ્સ તરફથી એકમાત્ર તેજા ન્દામાનુરુની ફિફ્ટી ફટકારી હતી. જ્યારે બાકીના ખેલાડીઓ મસમોટા સ્કોર સામે ફિફ્ટી પણ ફટકારી શક્યા ન હતા. તો બોલરોએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. નેધરલેન્ડ્સ તરફથી ડી લીડેની 2 વિકેટ ઝડપી હતી, જ્યારે પોલ વાન મીકરેન અને રોલ્ફ વાન ડેર મેરવેએ 1-1 વિકેટ ખેરવી હતી.

ભારતીય ટીમ સેમિફાઈનલમાં

આ પહેલા ભારતીય ટીમે લીગમાં રમાયેલી તમામ 8 મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સ્થિતિમાં આજની મેચ ભારત માટે સેમિફાઇનલ માટે માત્ર પ્રેક્ટિસ બની હતી. બીજી તરફ નેધરલેન્ડ્સની ટીમ વર્લ્ડ કપ 2023ના સેમિફાઇનલમાંથી બહાર થઈ ગઈ છે.

ભારત ત્રીજી વખત દિવાળીના દિવસે મેચ રમી

ભારતની ટીમ વર્ષ 1992 બાદ પહેલીવાર દિવાળીના દિવસે મેચ રમી છે. દિવાળીના શુભ દિવસે ભારતની આ બીજી વન-ડે વર્લ્ડકપની મેચ છે, જેમાં ભવ્ય વિજય મેળવ્યો છે. આ પહેલા વર્લ્ડ કપ 1987માં પણ ભારતીય ટીમ દિવાળી પર રમી હતી. ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે આજની મેચ સહિત વર્લ્ડ કપમાં 3 મેચ રમાઈ છે અને ત્રણેયમાં ભારતનો વિજય થયો છે. ભારતે નેધરલેન્ડ્સને વર્લ્ડ કપ 2003માં 68 રનથી, જયારે વર્લ્ડ કપ 2011માં 5 વિકેટથી હરાવ્યું હતું.

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન

World Cup 2023 : IND vs NED : ભારતનો નેધરલેન્ડ્સ સામે 160 રને વિજય, રોહિત-કોહલીએ પણ બોલિંગ કરી 2 - image

World Cup 2023 : IND vs NED : ભારતનો નેધરલેન્ડ્સ સામે 160 રને વિજય, રોહિત-કોહલીએ પણ બોલિંગ કરી 3 - image


Google NewsGoogle News