Get The App

World Cup 2023 : IND Vs ENG : શમી-બુમરાહની ધાકડ બોલીંગ સામે ઈંગ્લેન્ડ ઘૂંટણીએ, ભારતીય ટીમની સેમિફાઈનલમાં એન્ટ્રી

ભારતનો સ્કોર : 50 ઓવરમાં 229/9, રોહિતની ફિફ્ટી, સૂર્યા-રાહુલનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન, શામી-બુમરાહ-કુલદીપની ધમાકેદાર બોલીંગ

ઈંગ્લેન્ડનો સ્કોર : 34.5 વરમાં 129 રને ઓલઆઉટ, સૌથી વધુ લિવિંગ્સ્ટનના 27 રને, વિલીની 3 વિકેટ, વોક્સ-રશીદની 2-2 વિકેટ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : IND Vs ENG : શમી-બુમરાહની ધાકડ બોલીંગ સામે ઈંગ્લેન્ડ ઘૂંટણીએ, ભારતીય ટીમની સેમિફાઈનલમાં એન્ટ્રી 1 - image


લખનઉ, તા.29 ઓક્ટોબર-2023, રવિવાર

India vs England World Cup 2023 : આજે વર્લ્ડ કપ 2023ની 29મી મેચ ભારતનો ઈંગ્લેન્ડ સામે 100 રને વિજય થયો છે. ભારતના નિર્ધારીત 50 ઓવરમાં 9 વિકેટે 229 રનના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રને ઓલઆઉટ થઈ જતા ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત થઈ છે. આ સાથે જ ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. ભારત તરફથી રોહિત શર્માની ફિફ્ટી, સૂર્યકુમાર-રાહુલની મહત્વનું યોગદાન અને શામી-બુમરાહ-કુલદીપની ધમાકેદાર બોલીંગના કારણે ભારતે આ વર્લ્ડકપમાં 6ઠ્ઠી જીત મેળવી છે. ઈંગ્લેન્ડની વાત કરીએ તો ઈંગ્લેન્ડ તરફથી તમામ બેટ્સમેનો નિર્ણય રહ્યા હતા, જ્યારે બોલીંગમાં ડેવિડી વિલીનો જાદુ ચાલ્યો હતો, જોકે તે ટીમને જીત અપાવી શક્યો નથી. ભારત આ વર્લ્ડકપ પોઈન્ટ ટેબલમાં સતત 6 જીત મેળવી 12 પોઈન્ટ સાથે ટોપ પર આવી ગયું છે. આ અગાઉ ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

World Cup 2023 : IND Vs ENG : શમી-બુમરાહની ધાકડ બોલીંગ સામે ઈંગ્લેન્ડ ઘૂંટણીએ, ભારતીય ટીમની સેમિફાઈનલમાં એન્ટ્રી 2 - image

World Cup 2023 : IND Vs ENG : શમી-બુમરાહની ધાકડ બોલીંગ સામે ઈંગ્લેન્ડ ઘૂંટણીએ, ભારતીય ટીમની સેમિફાઈનલમાં એન્ટ્રી 3 - image

મેચનો LIVE સ્કોર જોવા અહીં ક્લિક કરો

ઈંગ્લેન્ડની ઈનિંગ 

• ભારતનો ઈંગ્લેન્ડ સામે 100 રને વિજય, ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રને ઓલઆઉટ

• ઈંગ્લેન્ડની 10મી વિકેટ પડી : બુમરાહે માર્કવુડની કર્યો આઉટ

• ઈંગ્લેન્ડની નવમી વિકેટ પડી : શામીએ આદિલ રશીદને કર્યો આઉટ

• સ્કોર 30 ઓવરમાં 101/8

• ઈંગ્લેન્ડની આઠમી વિકેટ પડી : કુલદીપ યાદવે લિયામ લિવિંગસ્ટોનને કર્યો LBW આઉટ

• ઈંગ્લેન્ડની સાતમી વિકેટ પડી : રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં ક્રિસ વોક્સ સસ્તામાં આઉટ, કે.એલ.રાહુલ કર્યો સ્ટમ્પિંગ

• સ્કોર 25 ઓવરમાં 84/6

• ઈંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ પડી : મોહમ્મદ શમીએ મોઈન અલીને કર્યો આઉટ, વિકેટકીપર કે.એલ.રાહુલે કર્યો કેચ

• સ્કોર 20 ઓવરમાં 68/5

• ઈંગ્લેન્ડની પાંચમી વિકેટ પડી : ઈંગ્લેન્ડનો કેપ્ટન જોશ બટલર કુલદીપ યાદવની બોલીંગમાં બોલ્ડ, બટલરે 23 બોલમાં ફટકાર્યા 10 રન

• સ્કોર 15 ઓવરમાં 52/4

• સ્કોર 10 ઓવરમાં 40/4

• ઈંગ્લેન્ડની ચોથી વિકેટ પડી : મોહમ્મદ શમીએ જોન બેરીસ્ટોને 14 રને કર્યો બોલ્ડ

• ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ પડી : મોહમ્મદ શમીએ બેન સ્ટોકને 0 રને કર્યો બોલ્ડ

• સ્કોર 5 ઓવરમાં 30/2

• ઈંગ્લેન્ડની બીજી વિકેટ પડી : જસપ્રીત બુમરાહે મલાન બાદ જો રૂટને પણ આઉટ કર્યો, જો રૂટ 0 રને LBW આઉટ

• ઈંગ્લેન્ડની પહેલી વિકેટ પડી : જસપ્રીત બુમરાહે ડેવિડ મલાનને 16 રને કાર્યો બોલ્ડ

• ડેવિડ મલાન અને જો રૂટ આવ્યા મેદાનમાં, ભારતે જીતવા માટે 230 રનનો ટાર્ગેટ

ભારતની ઈનિંગ

ભારતની ઈનિંગ પૂર્ણ : ઈંગ્લેન્ડને જીતવા આપ્યો 230 રનનો ટાર્ગેટ

• સ્કોર 50 ઓવરમાં 229/9

• ભારતની નવમી વિકેટ પડી, જસપ્રી બુમરાહ 16 રન રનઆઉટ

• ભારતની નવમી વિકેટ પડી, જસપ્રી બુમરાહ 16 રન રનઆઉટ

• ભારતની આઠમી વિકેટ પડી, સૂર્યકુમાર યાદવને ડેવિડ વીલીએ કર્યો આઉટ, સૂર્યાએ 47 બોલમાં 4 ફોર અને 1 સિક્સ સાથે બનાવ્યા 49 રન

• સ્કોર 45 ઓવરમાં 195/7, સુર્યકુમાર યાદવ અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર

• ભારતની સાતમી વિકેટ પડી, મોહમ્મદ શમી 1 રન બનાવી આઉટ, વુડે ઝડપી વિકેટ, બટલરે કર્યો કેચ

• ભારતની છઠ્ઠી વિકેટ પડી, ભારતે 200 રન પહેલા જ છ વિકેટ ગુમાવી, રાશિદે જાડેજાને 8 રન પર જ LBW આઉટ કર્યો

પાંચ ભારતીય બેટ્સમેનો બાદ હવે રોહિત શર્માએ બનાવ્યો મહારેકોર્ડ : વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

• સ્કોર 40 ઓવરમાં 180/5, સુર્યકુમાર યાદવ અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર

• ભારતની પાંચમી વિકેટ પડી, ભારતીય કેપ્ટન રોહિત શર્મા 101 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 87 રન બનાવી આઉટ થયો, આદિલ રાશિદે વિકેટ ઝડપી, લિવિંગસ્ટનનો શાનદાર કેચ

• સ્કોર 35 ઓવરમાં 155/4, રોહિત શર્મા સદીની નજીક 

• ભારતની ચોથી વિકેટ પડી, કે.એલ રાહુલ 58 બોલમાં 3 ચોગ્ગા સાથે 39 રન બનાવી આઉટ થયો, ડેવિડ વિલીએ ઝડપી વિકેટ, જોની બેયરસ્ટો કર્યો કેચ

• સ્કોર 30 ઓવરમાં 131/3

• સ્કોર 25 ઓવરમાં 100/3, ભારતના 100 રન પૂરા, રોહિત શર્માની ફિફ્ટી

• ભારતીય કેપ્ટનની વધુ એક સિદ્ધિ, રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18000 રન પૂરા કર્યા

• સ્કોર 20 ઓવરમાં 73/3, રોહિત શર્મા ફિફ્ટીની નજીક

• રોહિતે 2023માં 1000 વનડે રન પૂરા કર્યા, શુભમન ગિલ અને પથુમ નિસાંકા બાદ બન્યો ત્રીજો ખેલાડી 

• સ્કોર 15 ઓવરમાં 50/3, રોહિત શર્મા અને કે.એલ રાહુલ ક્રિઝ પર

હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાન પર આવ્યા ભારતીય ખેલાડીઓ : વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

• ભારતની ત્રીજી વિકેટ પડી, શ્રેયસ અય્યર 4 રન બનાવી આઉટ થયો, વોક્સે વિકેટ ઝડપી, વુડે કર્યો કેચ

• સ્કોર 10 ઓવરમાં 32/2, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર ક્રિઝ પર

• ભારતની બીજી વિકેટ પડી, વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો, ડેવિડ વિલીએ ઝડપી વિકેટ, બેન સ્ટોક્સે કર્યો કેચ

• સ્કોર 5 ઓવરમાં 27/1, રોહિત શર્મા અને વિરાટ કોહલી ક્રિઝ પર

• ભારતની પહેલી વિકેટ પડી, શુભમન ગિલ 13 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 9 રન બનાવી આઉટ, વોક્સે ક્લિન બોલ્ડ કર્યો

• ભારતની બેટિંગ શરુ, રોહિત શર્મા-શુભમન ગિલ ક્રિઝ પર

રોહિત શર્માએ લખનઉના મેદાનમાં આ ખાસ સદી પૂરી કરી  : વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

ઈંગ્લેન્ડે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. બંને ટીમોએ પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.

ઇંગ્લેન્ડ સામે ભારતને 20 વર્ષ પહેલા મળી હતી જીત

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI World Cupમાં અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે, જેમાં ભારતે ત્રણમાં જીત મેળવી છે જયારે ઇંગ્લેન્ડે ચાર મેચમાં જીત મેળવી છે. ભારતે ઇંગ્લેન્ડ સામે ODI World Cupમાં 20 વર્ષ પહેલા જીત મેળવી હતી. ભારતે છેલ્લે ODI World Cup 2003માં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, ત્યારથી ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે જીત મળી નથી. ઇંગ્લેન્ડે ODI World Cup 2019માં ભારતને હરાવ્યું હતું. આ પહેલા 2011માં રમાયેલી મેચ ટાઈ રહી હતી.  ODI World Cup 2015ના વર્લ્ડ કપમાં બંને દેશોની ટક્કર થઈ ન હતી.

એકાના સ્ટેડિયમની પીચ પર આજે ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે 

લખનઉના એકાના સ્ટેડિયમમાં અત્યાર સુધી 7 વનડે મેચ રમાઈ છે જેમાં 4 વખત પ્રથમ બોલિંગ કરનાર ટીમને જીત મળી છે. આ 7 મેચોમાં માત્ર એક વખત 300 રનનો આંકડો પાર થયો છે. આ મેદાન પર સૌથી લોએસ્ટ સ્કોર 177 રનનો છે જે ઓસ્ટ્રેલિયાએ આ જ વર્લ્ડ કપમાં બનાવ્યો હતો. એકાના સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ત્રણ મેચ રમાઈ છે જેમાં સ્પિનર્સે ખુબ જ પ્રભાવિત કર્યા હતા. જો કે આજની મેચમાં ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે છે, કારણ કે આજે બંને ટીમો જુદી પિચ પર રમવાની શક્યતા છે.

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન

World Cup 2023 : IND Vs ENG : શમી-બુમરાહની ધાકડ બોલીંગ સામે ઈંગ્લેન્ડ ઘૂંટણીએ, ભારતીય ટીમની સેમિફાઈનલમાં એન્ટ્રી 4 - image

World Cup 2023 : IND Vs ENG : શમી-બુમરાહની ધાકડ બોલીંગ સામે ઈંગ્લેન્ડ ઘૂંટણીએ, ભારતીય ટીમની સેમિફાઈનલમાં એન્ટ્રી 5 - image


Google NewsGoogle News