ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલા જ રદ્દ, ગુવાહાટીમાં વરસાદ બન્યો વિલન

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મુકાબલામાં ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો

મેચ શરૂ થયાના 10 મિનિટ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલા જ રદ્દ, ગુવાહાટીમાં વરસાદ બન્યો વિલન 1 - image

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુવાહાટીમાં રમાઈ રહેલી વૉર્મ અપ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ છે. ગુવાહાટીમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બંને ટીમોના કેપ્ટનો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મુકાબલામાં ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો, પરંતુ મેચ શરૂ થયાના 10 મિનિટ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો. આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાયો હતો. જેને જોતા અંતે અમ્પાયરોએ મેચ રદ્દ જાહેર કરવાનો નિર્ણય લીધો.

  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલા જ રદ્દ, ગુવાહાટીમાં વરસાદ બન્યો વિલન 2 - image

3 ઓક્ટોબરે નેધરલેન્ડ સાથે ટક્કર

ભારતીય ટીમનો બીજો વૉર્મ અપ મુકાબલો હવે 3 ઓક્ટોબરે નેધરલેન્ડ ક્રિકેટ ટીમ સાથે છે. બંને ટીમો વચ્ચે આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આશા છે કે, આ મેચમાં વરસાદ નહીં પડે અને ભારતીય ટીમને વર્લ્ડ કપ પહેલા પોતાની ક્ષમતા આંકવાનો મોકો મળશે.

ઈંગ્લેન્ડનો બીજો વૉર્મ અપ મુકાબલો 2 ઓક્ટોબરે

ત્યારે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 2 ઓક્ટોબરે પોતાની બીજો વૉર્મ અપ મેચ રમશે. આ દરમિયાન ઈંગ્લિશ ટીમને બાંગ્લાદેશી ટીમ ટક્કર આપશે. બંને ટીમો વચ્ચે આ મેચ ગુવાહાટીમાં રમાશે.

વર્લ્ડ કપ માટે ભારતીય સ્ક્વૉડ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.

વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમ : જૉસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગસ એટકિન્સન, જૉની બેયરસ્ટો, સૈમ કરન, લિયમ લિવિંગસ્ટન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રૉય, બેન સ્ટોક્સ, રીસ ટૉપ્લે, ડેવિડ વિલી, માર્ક વુડ અને ક્રિસ વોક્સ.


Google NewsGoogle News