ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરનાર જયસ્વાલની 'યશસ્વી સિદ્ધિ', IPL પહેલા ICCએ આપી ખાસ ભેટ
યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવ્યા હતા
જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં 2 બેવડી સદી ફટકારી હતી
Image: Twitter |
Yashasvi Jaiswal : ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ખૂબ ધૂમ મચાવી હતી. જયસ્વાલે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં સતત 2 બેવડી સદી ફટકારી હતી. આ સીરિઝમાં તેણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. જયસ્વાલના જોરદાર પ્રદર્શનના કારણે ભારતે આ સીરિઝ 4-1થી પોતાના નામે કરી હતી. હવે આ સીરિઝ બાદ ICCએ IPL પહેલા યશસ્વી જયસ્વાલને મોટી ભેટ આપી છે.
ICCએ આપી મોટી ભેટ
યશસ્વી જયસ્વાલ કોઈ એક ટેસ્ટ સીરિઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. આ ઉપરાંત જયસ્વાલ એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર પણ બની ગયો છે. જેના કારણે આ યુવા ઓપનરને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. હવે જયસ્વાલને વધુ એક મોટી ભેટ મળી છે. ICCએ જયસ્વાલને ફેબ્રુઆરી મહિના માટે ‘પ્લેયર ઓફ ધ મંથ’ એવોર્ડ આપ્યો છે. જયસ્વાલ ઉપરાંત ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસન અને શ્રીલંકાના સ્ટાર ખેલાડી પથુમ નિશંકાને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ ICCએ આ એવોર્ડ યશસ્વી જયસ્વાલને આપવાનો નિર્ણય કર્યો છે.
Presenting the ICC Player of the Month for February 🙌
— BCCI (@BCCI) March 12, 2024
Congratulations, Yashasvi Jaiswal 👏👏
🗣️🗣️ Hear from the #TeamIndia batter on receiving the award@ybj_19 pic.twitter.com/tl1tJepdFJ
જયસ્વાલે તોડ્યો કોહલીનો રેકોર્ડ
યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ વર્ષ 2016માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં 655 રન બનાવ્યા હતા. હવે યશસ્વીએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ સીરિઝમાં 712 રન બનાવ્યા હતા. આ સિવાય તે ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરનાર ભારત તરફથી સૌથી યુવા બેટર બની ગયો છે.