Get The App

મોહમ્મદ શમીએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, ઈંગ્લેન્ડ સામેની 2 ટેસ્ટ મેચમાંથી થઇ શકે બહાર

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમાનાર છે

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
મોહમ્મદ શમીએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, ઈંગ્લેન્ડ સામેની 2 ટેસ્ટ મેચમાંથી થઇ શકે બહાર 1 - image
Image:Social Media

IND vs ENG Test Series : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. તે હજુ સુધી ફિટ થઇ શક્યો નથી. જેથી ઇંગ્લેન્ડ સામે રમાનાર 5 મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆતની 2 મેચમાંથી તે બહાર થઇ શકે છે. 

પ્રથમ 2 મેચમાંથી બહાર થઇ શકે છે શમી

શમી ODI World Cup 2023 બાદ ઈજા સામે લડી રહ્યો છે અને હજુ સુધી તેમાંથી બહાર આવી શક્યો નથી. શમીને તેની ફિટનેસના કારણે સાઉથ આફ્રિકા સામે રમાયેલી 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે જાહેર થયેલી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ સીરિઝ પહેલા સમાચાર આવ્યા છે કે મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ 2 મેચમાંથી બહાર થઇ શકે છે. તે ત્રીજી મેચમાં ભારતીય ટીમનો ભાગ બની શકે છે. જો કે આ અંગે પણ સસ્પેન્સ છે.

BCCI શમીની વાપસીમાં નહીં કરે ઉતાવળ

શમીની વાપસીને લઈને BCCI કોઈ ઉતાવળ કરશે નહીં કારણ કે 5 મેચોની આ ટેસ્ટ સીરિઝ ભારતમાં રમાશે અને ભારતીય ટીમમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ રહેશે. ભારતીય પિચો પર સ્પિનરની ભૂમિકા મહત્વની હોય છે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરોની વધુ જરૂર નહીં પડે.

મોહમ્મદ શમીએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, ઈંગ્લેન્ડ સામેની 2 ટેસ્ટ મેચમાંથી થઇ શકે બહાર 2 - image


Google NewsGoogle News