જાણે આખું વર્લ્ડકપ જ ભારત માટે, અન્ય ટીમો સાથે અન્યાય: ICC પર કેમ ભડક્યો પૂર્વ કેપ્ટન

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
જાણે આખું વર્લ્ડકપ જ ભારત માટે, અન્ય ટીમો સાથે અન્યાય: ICC પર કેમ ભડક્યો પૂર્વ કેપ્ટન 1 - image


Michael Vaughan React on T20 World Cup 2024 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલની મેચ શરૂ થાય તે પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી માઈકલ વૉનનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેણે આક્ષેપ કર્યો છે કે, આઈસીસીએ આખા વર્લ્ડકપમાં ભારતને ફાયદો પહોંચાડ્યો છે.

ICCએ આખા વર્લ્ડકપમાં ભારતને ફાયદો પહોંચાડ્યો : ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી

વોર્ને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આઈસીસી પર ભડાસ કાઢતાં કહ્યું છે કે, ચોક્કસપણે આ સેમી ફાઈનલ ગુયાનામાં યોજાઈ હોવી જોઈએ, પરંતુ સમગ્ર આયોજન ભારત માટે હોવાથી તે અન્ય લોકો માટે અન્યાય છે. આ પહેલા તેણે એક પોસ્ટમાં ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલની ટીકા કરી કહ્યું કે, અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઈનલ ગુયાનામાં યોજવી જોઈતી હતી.

આ પણ વાંચો : તે વિરાટની જેમ ઉછળકૂદ નથી કરતો...: રોહિત વખાણમાં કપિલદેવનું અજીબ નિવેદન, ફેન્સ ચોંક્યા

ખેલાડીઓને અભ્યાસ કરવા માટે સમય ન મળ્યો : માઈકલ વૉન

તેણે કહ્યું હતું કે, ‘જો અફઘાનિસ્તાને આફ્રિકા સામે સોમવારે રાત્રે સેંટ વિસેન્ટમાં જીત નોંધાવી હોત તો તે સેમિફાઈનલમાં પહોંચી ગયું હોત. મંગળવારે ત્રિનિદાદ જીત ફ્લાઈટમાં ચાર કલાકનો વિલંબ થયો તો, જેના કારણે અભ્યાસ કરવા માટે નવા સ્થળ પર જવાનો સમય ન મળ્યો. મને ડર છે કે, ખેલાડીઓ પ્રત્યેના સન્માનો અભાવ છે.’

આ પણ વાંચો : થોડું દિમાગ ખોલો...: રોહિત શર્માએ પાકિસ્તાની દિગ્ગજને આપ્યો જડબાતોડ જવાબ, ફેન્સ થયા ખુશ

‘વર્લ્ડકપનું શેડ્યુલ ભારતને ફાયદો કરાવવાના ઈરાદે તૈયાર કરાયું’

માઈકલે આઈસીસી પર આક્ષેપ કરતા કહ્યું કે, જે શેડ્યુલ બનાવાયો છે, તે ભારતને ફાયદો કરાવવાના ઈરાદે તૈયાર કરાયું છે. ઉલ્લેખનીય છે કે, આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ રમાશે. વિજેતા ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરશે. આ મેચ ગુયાનામાં રમાવાની છે, જો કે મેચ પહેલા હાલ ત્યાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત મેચ માટે કોઈપણ રિઝર્વ-ડે રખાયો નથી અને માત્ર ચાર કલાકનો એક્સ્ટ્રા સમય અપાયો છે. જો વરસાદના કારણે મેચ રદ થશે તો ઈંગ્લેન્ડ બહાર ફેંકાઈ જશે અને ભારતની ફાઈનલમાં એન્ટ્રી થઈ જશે.

આ પણ વાંચો : રોહિત શર્માએ હવે જે કહ્યું... ઑસ્ટ્રેલિયાવાળા સહન નહીં કરી શકે


Google NewsGoogle News