Get The App

IND vs ENG : રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી ભારતીય ટીમ, જાણો શું છે કારણ?

રવિચંદ્રન અશ્વિન મેડિકલ ઈમરજન્સીના કારણે સમગ્ર સીરિઝમાંથી બહાર થઇ ગયો છે

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
IND vs ENG : રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી ભારતીય ટીમ, જાણો શું છે કારણ? 1 - image
Image:File Photo

Indian Player Wear Black Band In Rajkot Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. રાજકોટ ટેસ્ટ દરમિયાન ભારતીય ટીમને રવિચંદ્રન અશ્વિનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. મેડિકલ ઈમરજન્સીના કારણે અશ્વિનને આખી સીરિઝમાંથી બહાર થવું પડ્યું હતું. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને રમવા આવ્યા છે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે આ કાળી પટ્ટી પાછળનું રહસ્ય શું છે.

કાળી પટ્ટી બાંધવા પાછળ શું છે કારણ

જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ખેલાડી દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું. દત્તાજીરાવ ભારતના કેપ્ટન પણ રહી ચૂક્યા છે, તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. આ કારણે આજે ભારતના તમામ ખેલાડીઓ તેમના સન્માનમાં હાથમાં કાળી પટ્ટી બાંધીને રમતા જોવા મળી રહ્યા છે.

ટેસ્ટ સીરિઝ 1-1ની બરાબરી પર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝ હજુ 1-1ની બરાબરી પર ચાલી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમોએ એક-એક મેચ જીતી છે. સૌથી પહેલા ઈંગ્લેન્ડે ભારત સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ જીતી હતી. ઈંગ્લેન્ડે સીરિઝની શરૂઆત જીત સાથે કરી હતી. પરંતુ બીજી જ મેચમાં ભારતે પણ શાનદાર વાપસી કરી અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટ મેચ જીતી લીધી હતી.


Google NewsGoogle News