Get The App

IND vs ENG : ભારત સામેની બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે કરી પ્લેઈંગ-11ની જાહેરાત, જેમ્સ એન્ડરસનની વાપસી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમમાં રમાનાર છે

પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
IND vs ENG : ભારત સામેની બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે કરી પ્લેઈંગ-11ની જાહેરાત, જેમ્સ એન્ડરસનની વાપસી 1 - image
Image:File Photo

IND vs ENG 2nd Test : ઇંગ્લેન્ડની ટીમે 5 મેચોની ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટ મેચ માટે પોતાના પ્લેઇંગ-11ની જાહેરાત કરી દીધી છે. ટીમમાં 2 ફેરફાર જોવા મળી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનાર છે. ઇંગ્લેન્ડે મેચના એક દિવસ પહેલા જ પ્લેઇંગ-11 જાહેર કરી દીધી છે. ઇંગ્લેન્ડની ટીમ 4 સ્પિનર્સ અને 1 ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરશે. ટીમમાં ફાસ્ટ બોલર તરીકે જેમ્સ એન્ડરસનને માર્ક વુડના સ્થાને સામેલ કરવામાં આવ્યો છે.

શોએબ ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરવા તૈયાર

શોએબ બશીર ટેસ્ટમાં ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરવા તૈયાર છે. ઇંગ્લેન્ડના અનુભવી સ્પિનર જેક લીચને હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ઘુટણની ઈજા થઇ હતી જેના કારણે તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો છે. જયારે માર્ક વુડને પ્રથમ ટેસ્ટ મેચમાં એકપણ વિકેટ મળી ન હતી. જેના કારણે ઇંગ્લેન્ડની ટીમે ફરી તેના અનુભવી દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને ટીમમાં સામેલ કરી તેના પર વિશ્વાસ બતાવ્યો છે.

જાડેજા અને રાહુલ ઈજાના કારણે ટીમથી બહાર

ભારતીય ટીમની વાત કરીએ તો પ્રથમ ટેસ્ટ મેચમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરનાર કે.એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ત્યારબાદ બીજી ટેસ્ટ માટે સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરભ કુમારનો ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતની પ્લેઈંગ-11ની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

બીજી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડના પ્લેઇંગ-11

બેન સ્ટોક્સ (C), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન

IND vs ENG : ભારત સામેની બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે કરી પ્લેઈંગ-11ની જાહેરાત, જેમ્સ એન્ડરસનની વાપસી 2 - image


Google NewsGoogle News